Site icon News Gujarat

રસીના બન્ને ડોઝ લીધા બાદ આ વડીલોની ઈમ્યૂનિટીમાં થયો જોરદાર વધારો, જો તમે પણ રસી ના લીધી હોય તો લઇ લો જલદી…

સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે રસી એક આશાનું કિરણ બની છે. હાલમાં સમગ્ર વિશ્વમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. એવામાં ગુજરાતમાં પણ રસીકરણ ચાલી રહ્યું છે. સારી વાત એ છે કે બવે તેની અસર પણ સામે આવી રહી છે. નોંધનિય છે કે, રસી લીધા બાદ વ્યક્તિમાં કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે.

image source

આ વાત લેબ ટેસ્ટમાં સાબિત થઇ ચૂકી છે. આજે અમે તમને રાજ્યના ભરૂચ શહેરમાં સામે આવેલી ઘટના અંગે વાત કરવા જઈ રહ્યા છીએ. ભરૂચમાં ઘણા મોટી ઉંમરના લોકોએ કોરોના વાઇરસની રસીના બન્ને ડોઝ લઇ લીધા છે. જેના 14 દિવસ બાદ તેઓની એન્ટીબોડી પરીક્ષણ કરાવતા રસીના લીધે રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભરૂચના 91 વર્ષીય ઇન્દુબેન અમરતલાલ દેસાઈએ 13 માર્ચના રોજ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. જેના 42 દિવસ બાદ એટલે કે, 22 એપ્રિલે વેક્સિનનો બીજો ડોઝ પણ લઇ લીધો હતો. નોંધનિય છે કે, ઈન્દુબેનને ન્યૂઝ પેપર અને ટીવી પર સમાચારોમાં લોકોના એન્ટીબોડી ટેસ્ટ અંગેના સમાચારો જોયા બાદ પોતાના શરીરમાં પણ રસીની કેટલી અસર થઈ છે, એ જાણવાની ઈચ્છા થતા તેઓએ બીજા ડોઝના 15 દિવસ બાદ એટેલે કે, 7 મેના રોજ પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવતા જાણવા મળ્યું કે, કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકાર ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે. તેમના શરીરમાં રસી અસર જોવા મળી હતી.

image source

તમને જણાવી દઈએ કે, ઇન્દુબેનએ પોતાનો એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યો ત્યારે તે IgG 77 યુનિટ આવ્યું હતું. નોંધનિય છે કે, કોરોનાની કોવિશિલ્ડ રસીના બન્ને ડોઝ લીધા બાદ તેમના શરીરમાં ઇમ્યુનિટી લેવલ ડેવલપ થયુ હતું. તો બીજી તરફ 94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવેએ પણ રસીના બંને ડોઝ સમય સર લીધા બાદ 14 દિવસ બાદ પોતાનો એન્ટીબોડી ટેસ્ટ કરાવતા તે 14% વધારે આવતા તેમણે આનંદ વ્યક્ત કર્યો.

આ અંગે તેમણે કહ્યુ કે, રસીની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી. દરેક વ્યક્તિએ કોરોના સામે લડવા માટે રસી જરૂર લેવી જ જોઈએ. નોંધનિય છે કે, માનવ શરીરમાં 3 પ્રકારના એન્ટીબોડી બને છે. જેને ઇમ્યુનોગ્લોબ્યુલન-એમ, જી, અને ઇ તરીકે વર્ગિકૃત કરે છે.

image source

નોંધનિય છેકે, એમ પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ 15 દિવસ સુધી રહે છે. ત્યાર બાદ શરીરમાં જી પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. આ ઉપરાંત એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી એક્ટિવ રહે છે. તો બીજી તરફ એલર્જી જેવા દર્દીમાં આઇજીએમ બને છે. તેમ ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટર નિલેશ પટેલે જણાવ્યું હતું.

image source

નોંધનિય છે કે, કોરોના સામે રસી સુરક્ષિત અને 70 ટકા ઈફેક્ટિવ છે, એ વાત સાબિત થઈ ચૂકી છે. નોંધનિય છે કે, રસી લીધાના 15 દિવસ પછી આઇજીજી શરીરમાં બનવાનું શરૂ થાય છે અને ન કરે નારાયણને આ સમયગાળા દરમિયાન જો કોઇ સંક્રમણ લાગે તો કોરોના વાયરસ થઇ શકે છે.

image source

તો બીજી તરફ શરીરમાં કોરોના વાયરસનું પ્રમાણ કેટલાક પ્રમાણમાં છે ? એના આધારે એન્ટિબોડી કામ કરે છે. એટલે, સ્વાભાવિક પણે કોરોના વાયરસ લાગું પડી શકે છે. પણ, નાગરિકોએ ડર્યા વિના રસી લેવી જોઇએ કારણ કે રસીની આડ અસર કરતા અનેક ઘણા વધારે તેના ફાયદા છે. રસી બન્ને ડોઝ લીધા બાદ કોરોના સામે લડવામાં ફાયદો થાય છે અને શરીરમાં એન્ટિબોડી વિકસિત થવાથી સંક્રમણ વધારે ફેલાતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version