બ્રિટનમાં કોરોનાની રસીનું સફળ પરીક્ષણ, ઓક્સફર્ડના સંશોધકોને વિશ્વાસ, આ મહિના સુધીમાં રસી થશે તૈયાર

આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણનો હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે દુનિયાના મોટાભાગના દેશોએ પોતાના દેશમાં કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે સૌપ્રથમ દેશ વ્યાપી લોકડાઉન લાગુ કરી દીધું હતું. દેશ વ્યાપી લોકડાઉન લાગુ કરનાર દેશોમાં ભારત દેશ પણ સામેલ છે આ સાથે જ દુનિયાના દરેક દેશના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો કોરોના વાયરસનો ઉપચાર કરી શકાય તે માટે પોતાની બધી જ મહેનત લગાવીને રાત દિવસ એક કરીને આ કામ કરવામાં અળગી ગયા છે.

image source

આવા સમયે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનીવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ એસ્ટ્રા ઝેનેકા કોરોના વાયરસ વેક્સિનનું સૌપ્રથમ કરવામાં આવેલ માનવ પરીક્ષણમાં સફળતા મેળવી શક્યા છે. ઇંગ્લેન્ડ પહેલા અમેરિકા દ્વારા શોધવામાં આવેલ મોડેરેના વેક્સિનનું પણ સફળતા પૂર્વક માનવ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડ દેશમાં શોધવામાં આવેલ વેક્સિનની મદદથી વોલન્ટીયર્સના શરીરમાં કોરોના વાયરસની વિરોધમાં રોગ પ્રતિરોધ ક્ષમતા વધારવામાં સફળતા મળી હતી.

image source

ઇંગ્લેન્ડ દેશના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાયરસ રસીનું પરીક્ષણ પૂરેપૂરી રીતે સફળ થશે એવો વિશ્વાસ દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ ઇંગ્લેન્ડ દેશના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાયરસની જે રસી શોધવામાં આવી છે તેના વિષે વધુ જણાવતા કહે છે કે, જો આ કોરોના વાયરસની રસી જે તૈયાર કરવામાં આવી છે તે જો હજી અન્ય પ્રક્રિયાઓમાં પણ સફળ રહેશે તો આવનાર સપ્ટેમ્બર મહિના સુધીમાં કોરોના વાયરસની રસી પૂરી રીતે તૈયાર કરી દેવામાં આવશે.

image source

ઇંગ્લેન્ડ દેશની ઓક્સફર્ડ યુનીવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના વાયરસ વેક્સિનનું ઉત્પાદન ઇંગ્લેન્ડની ફાર્મા કંપની એસ્ટ્રા ઝેનેકા કંપની દ્વારા આ વેક્સિનનું ઉત્પાદન શરુ કરવામાં આવશે. ઓક્સફર્ડ યુનીવર્સીટી દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સિનના પરીક્ષણ અંગે ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત મેગેઝીન ‘લાન્સેટ’માં વિસ્તૃત રીતે માહિતી આપવામાં આવશે. આ વેક્સિનની ટ્રાયલ ૧૫ વોલેન્ટીયર્સ પર સૌપ્રથમ કરવામાં આવી હતી.

image source

ઇંગ્લેન્ડ દેશની ઓક્સફર્ડ યુનીવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા જે કોરોના વાયરસના ઉપચાર માટે વેક્સિન બનાવવામાં આવી છે તેના વિષે ઓક્સફર્ડ યુનીવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વોલેન્ટીયર્સના શરીરમાં એંટી બોડી અને વાઈટ બ્લડ સેલ્સને વિકસિત કરી શકાયા છે. જેના કારણે જો દર્દીનું શરીર કોરોના વાયરસથી સંક્રમિત થાય છે કે પછી હોય છે તો તેમના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થવા લાગે છે.

image source

ઓક્સફર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કોરોના વાયરસની વેક્સિન માટે હજી હજારો વ્યક્તિઓ પણ પરીક્ષણ કરવામાં આવશે. આ કોરોના વાયરસની વેક્સિનના પરીક્ષણ માટે ઇંગ્લેન્ડ દેશના ૮ હજાર વ્યક્તિઓ, દક્ષિણ આફ્રિકા દેશના અને બ્રાઝીલ દેશના ૬ હજાર વ્યક્તિઓને આ પરીક્ષણ સમાવેશ કરવામાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત