ઓય જાનું જાનેમન’ કહીને રોમિયાઓએ જાહેર રસ્તા પર કરી યુવતીની છેડતી, અને પછી થયું…

‘ઓય જાનુ જાનેમન’ કહીને જાહેર માર્ગ પર કરવામાં આવી યુવતીની છેડતી, યુવતી બચવવા આવેલ વ્યક્તિની આંગળીઓ કાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હવે મધ્ય રાતે અમદાવાદમાં મહિલાઓની સુરક્ષિત છવિ ખરડાઈ, ધોળા દિવસે યુવતીની છેડતીની ઘટના. -ધોળા દિવસે એક યુવતીનો પીછો કરી રહેલ ત્રણ રોડ સાઈડ રોમિયો વિરુદ્ધ ફરિયાદ.

image source

ગુજરાત રાજ્યનું અમદાવાદ શહેર પણ હવે ધીરે ધીરે દેશના બીજા રાજ્યોની જેમ જ ગુનેગારોનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. ઘણા સમય પહેલા મહિલાઓ પોતાના ઘરે મોડી રાતના સમયે આવતી તો પણ કોઈ ચિંતાનો વિષય રહેતો નહી પરંતુ વર્તમાન દિવસોમાં અમદાવાદ શહેરમાં ધોળા દિવસે યુવતીઓની સાથે છેડખાની કરવાના બનાવ સામે રહ્યા છે. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તાર નજીક એક મહિલાને સવારના સમયે ૧૧ વાગે ૩ વ્યક્તિઓ પીછો કરી રહ્યા હતા અને ત્યાર પછી આ યુવતીને બચાવવા માટે એક વ્યક્તિ વચ્ચે આવે છે પણ આ ત્રણ ગુનેગારો યુવતીને બચવવા માટે પ્રયત્ન કરનાર વ્યક્તિની આંગળીઓ કાપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. આ પૂરો મામલો તાજેતરમાં અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ યુવતી પોતાના ઘરેથી નિકોલ વિસ્તાર તરફ જવા માટે નીકળી હતી.

image source

અમદાવાદ શહેરમાં બેનો- દીકરીઓનું મોડી રાતે ઘરની બહાર એકલા નીકળી શકે છે તેવી સુરક્ષાની છવિ હવે ધીરે ધીરે ખરડાઈ રહી છે. ત્યારે એવો જ એક ચોકાવનાર ઘટના બની છે આ ઘટનાએ શહેરની પોલીસ અને સુરક્ષા વિષે દાવો કરતા સમગ્ર વ્યક્તિઓ સામે પ્રશ્નો ઉભા કરી દીધા છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક યુવતી રોજની જેમ જ પોતાના કામ પર જવા માટે ઘરેથી એકટીવા પર નીકળી જાય છે. જેમ રોજ નીકળે છે તેવી જ રીતે રવિવારના દિવસે પણ પોતાના ઘરેથી નિકોલ જવા માટે નીકળી હતી. આ યુવતી પોતાના ઘરેથી થોડેક આગળ આવી ગયા પછી આ યુવતીની પાછળ ત્રણ ટપોરી લગતા લોકો પાછળ પડ્યા હતા.

આ યુવતીને શું કરવું તેની ખબર પડી રહી હતી નહી ?

image source

પહેલા આ ત્રણ લોકોએ યુવતીની એકટીવાને ઓવરટેક કરવાના પ્રયત્ન કરવા લાગે છે અને આ સાથે જ યુવતીની છેડતી પણ કરવા લાગે છે. પરંતુ યુવતીની નજીકમાં જ પોલીસ ઉભી હોવાથી યુવતી એ બાજુ એકટીવા ચલાવવા લાગે છે પોલીસને જોઇને ટપોરી લોકો ભાગી જાય છે પરંતુ યુવતીને શું કરવું ખ્યાલ નહી આવતા યુવતીએ પોતાના એક ઓળખીતાના કામના સ્થાન તરફ એકટીવા ચલાવવા લાગે છે અને ફરીથી ત્રણ ટપોરીઓ યુવતીનો ફરીથી પીછો કરવા લાગે છે અને આ યુવતીને ‘ઓય જાનુ ચલને જાનેમન’ આવું કહીને તેને હેરાન કરવા લાગ્યા હતા.

ચપ્પુ વાગી જતા યુવતીને બચાવવા આવનાર વ્યક્તિને ઈજા થાય છે.

યુવતી ઓળખીતા વ્યક્તિના કાર્ય સ્થળે પહોચીને તે વ્યક્તિને તેનો પીછો કરી રહેલ ટપોરીઓ સામે ઈશારો કરતા કહે છે કે, મને હેરાન કરે છે. તેવું જણાવ્યું હતું. જેના લીધે આ પરિચિત વ્યક્તિ ટપોરીઓને ઠપકો આપવા લાગે છે ત્યાં જ તેઓ ટપોરીઓ આ વ્યક્તિ પર હુમલો કરી દે છે. આ મારામારીમાં યુવતીને બચાવવા આવનાર વ્યક્તિની આંગળીઓ કાપી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં આ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત