Site icon News Gujarat

રાત-દિવસ જોયા વગર કામ કરનાર સમીર ભાઈને મળ્યો Hero of the Yearનો એવોર્ડ, “ગ્રંથ”એ કર્યું સન્માન

સાથે કામ કરતા લોકો સારા હોય તો પણ તમારા કામનો વેગ કંઈક અનોખો જ હોય. તેને લગતું ઉદાહરણ હાલમાં જ સામે આવી રહ્યું છે. આ નામ એટલે કે સમીર શેખ, કે જેઓ સિનિયર ગ્રાફિક્સ ડિઝાઈનર છે. કંપનીના ફાઉન્ડર & કન્ટેન્ટ-ચીફ કંદર્પભાઈ સમીર શેખ વિશે વાત કરતાં કહે છે કે, “અઢી વર્ષ પહેલા જ્યારે ગ્રંથની શરૂઆત કરી ત્યારે એમણે પાર્ટ ટાઈમ કામ કરવાનું શરુ કરેલું. મારા પછી ગ્રંથમાં જોડાનાર એ સૌથી પહેલા વ્યક્તિ હતા. અમે એવું નક્કી કરેલું કે, કન્ટેન્ટ હું આપીશ અને ડિઝાઈન તમારે બનાવી આપવાની.”

કંદર્પભાઈ આ અનોખી જર્ની વિશે વાત આગળ વધારે છે કે, “ધીરે ધીરે કામો શરુ કર્યા. સૌથી પહેલું કામ હતું કંપનીનો લોગો બનાવવાનું. “ગ્રંથ”ના સંસ્કૃત ફોન્ટ મને નહોતા ગમી રહ્યા. છેવટે, તેમણે તેમની ફોન્ટ ડિરેક્ટરીમાંથી એક ૭૮૬ નંબરનો ફોન્ટ લઈને મને લોગો બતાવ્યો. At last, પસંદ પડ્યો અને ફાઈનલ થયો. એ પછી લોગો ચેન્જ થયો પણ ફોન્ટ એ જ રહ્યા.”

તો વળી એક એવા અનુભવ વિશે પણ કંદર્પભાઈ વાત કરે છે કે સાથે કામ કરનાર લોકો એવી કમેન્ટ્સ ઘણીવાર કરતા કે, “IT સેક્ટરમાં ઘૂસવા માટે નામ અંગ્રેજી હોવું જોઈએ. ફોરેન ક્લાયન્ટ્સનો ટચબેઝ વધારવો હોય તો એજન્સીઓના નામ અંગ્રેજી જ જોઈએ. જો કે અમે બંને કદી પણ આવી કમેન્ટ્સનો જવાબ આપતા નહીં. એવો વિશ્વાસ હતો કે, ‘એક દિવસ અમારે બંનેએ આ વિષયનો જવાબ આપવાની જરૂરત જ નહીં પડે.”

સમીર ભાઈના વખાણ કરતાં કંદર્પભાઈ કહે છે કે, “એક Co-worker તરીકેની તમામ સાયલેન્ટ જવાબદારીઓ તેમણે પોતે ઊઠાવી. અનેક એવી ઘટનાઓ હશે કે જ્યારે તેમણે પોતે સમય અને ક્રિએટિવ આઉટપુટને બખૂબી સાચવી લીધા હોય. અમુક તો વન્ડર્સ કર્યા હોય. સ્પેલ-બાઉન્ડ ડિઝાઈન્સ વતી ગ્રંથના અનેક ક્લાયન્ટ્સને અમે ખુશ રાખ્યા હોય. શરૂઆતથી લઈને અત્યાર સુધી કામના ખૂબ બધા પ્રેશર પસાર કરી દીધા હશે! પરંતુ, કદી પણ તે દર્શાવ્યું નથી. અને ખરેખર સાચો સાથીદાર એમને જ કહેવાય.”

સમીર ભાઈ વિશે વાત કરતાં કંદર્પભાઈ કહે છે કે એમનું હંમેશા એક જ વાક્ય હોય, “આ મારા કામનો ભાગ છે. એ તો કરવું જ પડે ને!”. રાત્રે ત્રણ-ચાર વાગ્યે ફાઈનલ ડિઝાઈન થયેલી ફાઈલ તેમણે માત્ર એટલા માટે મોકલાવી હોય કે જેથી મારે સવારે ક્લાયન્ટને ખોટું ન બોલવું પડે. ઘણી વાર એવું પણ બન્યું હોય કે પાંચ-સાત દિવસ સુધી સળંગ કામ જ ન હોય. પરંતુ, મારો સ્વભાવ એવો કે વગર કામના ટાસ્ક આપીને કોઈને બિઝી રાખવાનો અને ખૂબ કામ છે એવો ડોળ ન કરવો.

જ્યારે કામ ન હોય ત્યારે સમીર ભાઈ મને કહે, “કંદર્પભાઈ, તમને હું રોજ તમને ત્રણ-ચાર હજાર રૂપિયા કમાઈને ન આપું તો કેમ ચાલે? લાવો, કંઈક મજાનું કામ આપો. કરતા થઈએ, શીખતા થઈએ. આજે એમને લોયલ્ટી રિવોર્ડ તરીકે કશુંક Payback કરવાનો સંતોષ અનેરો છે. કિંમત કરતાં આનંદ એ વાતનો છે કે, કંપની તરીકે કોઈકને સમ્માનનીય અને Industry best રિવોર્ડ આપી શકવા માટે ઈશ્વરે સક્ષમ બનાવ્યા.

આ રીતે આજે કંદર્પ ભાઈએ સમીરની કદર કરીને એક લાખનો ચેક અર્પણ કર્યો હતો.

આ સાથે જ કંપનીએ પણ સમીરભાઈનો આભાર માન્યો અને લખ્યું કે,

“ડીયર સમીરભાઈ,

ગ્રંથમાં ક્રિએટિવ હેડ તરીકે તમે તમારી જવાબદારીઓ અત્યંત નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે નિભાવી છે. તમે કંપનીના સુખદુઃખ અને અન્ય તમામ પડાવોને ખૂબ નજીકથી જોયા છે. આવતા-જતાં તમામ સાથીદારો સાથે કામ કર્યું છે. કંપનીની એક વેલ્યુ સિસ્ટમ બનાવવા માટે તમે પાયાનો પથ્થર બન્યા અને આજ સુધી એ જ મજબૂતાઈ સાથે કામ કરી રહ્યા છો એ અમારા દરેક માટે ખરેખર લર્નિંગ લેસન છે.

આવનારા સમયમાં ગ્રંથ ખૂબ આગળ વધે અને દરેક ક્ષેત્રે આપણે આગળ વધીએ એવી શુભકામનાઓ સાથે સમગ્ર ટીમ ગ્રંથ વતી સ્વીકારશો. ક્રિએટિવ ફિલ્ડમાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ વધુને વધુ વિનમ્ર બનતા જવું જોઈએ, જે આપના પાસેથી શીખવા જેવું છે. અમે તમારા જોડેથી ઘણુબધું શીખીશું. અઢી વર્ષના સમયમાં આવેલી તમામ સારી-ખરાબ પરિસ્થિતિમાં સાથ આપવા બદલ ગ્રંથ આપનું ઋણી રહેશે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version