ભગવાન જગન્નાથે ધારણ કર્યા સુવર્ણ વસ્ત્ર, આજે રથની પૂજા બાદ સંધ્યા આરતી કરશે મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદમાં 23મી જૂને પહેલીવાર મંદિર પરીસરમાં જ રથયાત્રા થવા જઈ રહી છે. રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરુપે મંદિરમાં દરેક વિધિ અને પૂજા સંપન્ન કરવામાં આવી રહી છે. આજે રથયાત્રા પૂર્વ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીએ સુવર્ણ વસ્ત્રો ધારણ કર્યો હતા. જણાવી દઈએ કે આખા વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે ત્રણેય પ્રભુ સોનાના વસ્ત્ર ધારણ કરે છે. આ અલૌકિક દર્શનનો લાભ અનેક ભક્તોએ લીધો હતો.

image source

ઉલ્લેખનીય છે કે રથયાત્રાના એક દિવસ પૂર્વે આજે મંદિર પરીસરમાં રિહર્લસ પણ કરવામાં આવશે. જેથી મંદિરના પ્રાંગણમાં ત્રણ રથની યાત્રા કેવી રીતે સંપન્ન કરવી તે વાતનો ખ્યાલ આવી શકે. મંદિરમાં એક રથને 25 ખલાસી ખેંચશે. આ સિવાય મંદિર પરિસરમાં જ ત્રણેય ભગવાનની આરતી કરવામાં આવશે.

આજે શુભ મુહૂર્તમાં ભગવાનના રથની પૂજા પણ કરવામાં આવશે. જાણવા મળ્યાનુસાર બપોરે 4 કલાકે વિપક્ષી નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી રથની પૂજા કરશે અને આવતી કાલે 23 જૂને ભક્તો મંદિરમાં સામાજિક અંતર જાળવી રથયાત્રાના દર્શનનો લાભ લઈ શકશે.

image source

આ વર્ષે કોરોનાના કારણે અંદાજે 143 વર્ષમાં પહેલી વાર અષાઢી બીજના દિવસે ભક્તો માટે માલપુવા અને દૂધપાકનો ભંડારો નહીં થાય. આ ભંડારો દર વર્ષે રથયાત્રાના એક દિવસ અગાઉ થાય છે. જેમાં 1 લાખથી વધુ ભક્તો અને સાધુ-સંતો જોડાય છે.

image source

આવતી કાલની રથયાત્રા પૂર્વે આજે ત્રણેય રથની પૂજા વિધિ બપોરે થશે અને સાંજની આરતીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે. આ તકે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ મંદિરે આવીને જ દર્શન કરવા તેવો આગ્રહ ન રાખે અને ઘરે બેસી ટીવીના કે સોશિયલ મીડિયાના માધ્યમથી ભગવાનના લાઈવ દર્શન કરે. જેથી કોરોનાનું સંક્રમણ વધવાનો ભય ઊભો ન થાય અને વ્યવસ્થા પણ જળવાઈ રહે.

image source

આ વર્ષે રથયાત્રા કોરોનાના કારણે મંદિરમાં જ ફરશે પરંતુ તેમ છતાં સાવચેતીના ભાગરુપે જગન્નાથ મંદિર ખાતે બોમ્બ સ્કવોડની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય પોલીસ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

ઉલ્લેખનીય છે કે રથયાત્રા જે વિસ્તારોમાંથી દર વર્ષે પસાર થાય છે તે તમામ વિસ્તારોમાં કોરોનાના કેસ સૌથી વધુ નોંધાયા છે તેથી આ વર્ષે કોર્ટે રથયાત્રા નહીં કાઢવાનો આદેશ કર્યો છે. જો કે આ આદેશને મંદિરે સ્વીકાર્ય રાખ્યો છે અને રથયાત્રાની પરંપરા ન તુટે તેવી વ્યવસ્થા કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત