RBIની તહેવાર સમયે મોટી જાહેરાત, અનેક લોકોને આ બાબતે થશે મોટું નુકસાન, જાણી લો જલદી તમે પણ

તહેવારની સીઝનને ધ્યાનમાં રાખીને આશા રાખવામાં આવી રહી હતી કે આરબીઆઈ ડિમાન્ડ વધારવા માટે રેપો રેટ પર કાતર ચલાવશે. પરંતુ આવું કંઈ જોવા મળ્યું નથી. રેપોરેટ એમ જ એટલે કે 4 ટકા પર જ કાયમ રહેશે. અગાઉની 2 બેઠકોમાં રેપો રેટમાં ઘટાડો કરાયો હતો. ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે દરેક સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેઓએ કહ્યું કે હવે કોરોનાને રોકવા કરતાં વધારે ફોકસ રિવાઈવલ પર છે.

image source

RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને સાથે વ્યાજદરોમાં રાહતની આશા રાખવામાં આવી રહી છે. પરંતુ બેઠકમાં તેઓએ કહ્યું કે સામાન્ય માણસને EMIમાં કોઈ રાહત નહીં મળે. આ સાથે રેપોરેટમાં કોઈ બદલાવ કરાયો નથી. હાલમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. આ રેટ સમાન સ્તરે કાયમ રહેશે.

image source

તેઓએ જીડીપી ગ્રોથનું અનુમાન નેગેટિવમાં 9.5 ટકા રાખ્યું છે. જ્યારે નાના લેણદારો માટે 7.5 કરોડ રૂપિયાના ઉધારને મંજૂરી આપવામાં આવી છે.

image source

RBI ગર્વનરે કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષના અંતમાં ત્રિમાસિક જીડીપી ગ્રોથ પોઝિટિવ રહેશે. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે દરેક સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે.

image source

આ પહેલાં ઓગસ્ટમાં એમપીસીની 24મી બેઠકમાં RBI એ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યા ન હતા. આ 4 ટકા પર કાયમ છે અને સાથે જ રિવર્સ રેપોરેટમાં પણ 3.35 ટકા પર સ્થિર છે. આ બેઠકમાં રેપો રેટ ઘટાડાવમાં આવી શકે છે. ગ્રાહકોને ઈએમઆઈમાં રાહત મળશે. રિઝર્વ બેંકના ગર્વનરની અધ્યક્ષતા વાળી એમપીસીને 31 માર્ચ 2021 સુધી વાર્ષિક મોંઘવારી દરને 4 ટકા પર રાખવાનું કામ અપાયું છે.તે વધુમાં વધુ 6 ટકા અને ઓછામાં ઓછા 2 ટકા સુધી જઈ શકે છે.

image source

કેન્દ્રીય બેંકના ગર્વનર શક્તિકાંત દાસે સપ્ટેમ્બરમાં કહ્યું કે જરૂરિયાતના આધારે મૌદ્રિક નીતીમાં ફેરફાર આવી શકે છે અને સાથે જ વ્યાજ દરમાં પણ ઘટાડાની શક્યતા છે. એસોચેમના દીપક સૂદે કહ્યું કે આરબીઆઈના વ્યાજ દર ઘટાડવાની કવાયત ચાલુ રહેવી જોઈએ. બેંકર્સનું કહેવું છે કે મોંઘવારીના દબાવમાં રેપો ઘટાડવાનું શક્ય નથી. વિશેષજ્ઞોનું માનવું છે કે રેપો રેટમાં ઘટાડાની આશા ઓછી છે. બજાર વિશ્લેષકોનું માનવું છે કે પહેલા ત્રિમાસિકમાં જીડીપી રેકોર્ડ સ્તરની નીચે ગયા બાદ આ પહેલી બેઠક મહત્વની ગણાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત