Site icon News Gujarat

આ અભિનેત્રીઓ માટે પિતાથી વધુ છે એમના સસરા, ફક્ત સમ્માન જ નહીં દેખાય છે મિત્રતા

લગ્ન દરેકના જીવનમાં મોટો બદલાવ લાવે છે પરંતુ છોકરીઓ માટે આ બદલાવ વધુ ખાસ હોય છે. તેમના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રો ઉપરાંત તેમના જીવનમાં નવા સંબંધો ઉમેરાય છે. એવામાં દરેક છોકરી ઈચ્છે છે કે માત્ર તેનો પતિ જ નહીં પરંતુ તેના સાસરિયાઓ પણ તેનું ધ્યાન રાખે અને તે જ સન્માન આપે જેની તે હકદાર છે. સામાન્ય ઘરોમાં જ નહીં બૉલીવુડ હસ્તીઓની પણ પરિવારને લઈને આ જ ઈચ્છા હોય છે

એવામાં ફેન્સ જાણવા માંગે છે કે જ્યારે મોટી હિરોઇનો લગ્ન કરે છે, ત્યારે તેમના સાસરિયામાં બધા સાથે કેવી રીતે તાલમેલ કરે છે. એવામાં આજે અમે તમને બોલીવુડની કેટલીક એવી હિરોઇનો વિશે જણાવીએ જેઓ સાસરિયાંમાં પોતાના સસરાની ખૂબ જ નજીક હોય છે અને તેમને તેમના પિતા કરતા પણ વધુ સન્માન આપે છે. આટલું જ નહીં તે તેના સસરાને પણ પોતાનો સારો મિત્ર માને છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

image soucre

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે અને અમિતાભ બચ્ચન તેના સસરા છે. ઐશ્વર્યા સાસુ જયા કરતાં અમિતાભની વધુ નજીક જોવા મળે છે. તે તેના સસરાને તેના પિતા કરતા વધારે માને છે અને જ્યારે પણ તે એવોર્ડ લેવા જાય છે અથવા સન્માનિત થાય છે ત્યારે તે તેના સસરાના ચરણ સ્પર્શ કરે છે. ઐશ્વર્યાએ અમિતાભ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

દીપિકા પાદુકોણ

image soucre

2018માં 14 અને 15 નવેમ્બરના રોજ અભિનેત્રી દીપિકા પાદુકોણે એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. 6 વર્ષોના અફેર પછી બંનેએ એકબીજાનો હાથ પકડ્યો. એવામાં, દીપિકા પણ હવે તેના સાસરિયાના ઘરે રહે છે, જ્યાં તેની સાથે તેના સાસુ, સસરા અને નણંદ રહે છે. રણવીર સિંહના પિતાનું નામ જગજીત સિંહ ભવનાની છે. દીપિકા તેના સસરા જગજીતને તેના પિતા કરતા પણ વધુ સન્માન આપે છે.

નેહા ધુપિયા

image soucre

નેહાએ 2018માં એક્ટર અંગદ બેદી સાથે શીખ રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને એક પુત્રી છે. નેહાના સસરાનું નામ બિશન સિંહ બેદી છે, જેઓ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે. નેહાએ આગંદ સાથે લવ મેરેજ કર્યા હતા. બિશન નેહાને તેની દીકરી કરતાં વધુ માને છે, જ્યારે નેહા પણ તેને તેના પિતા કરતાં વધુ માન આપે છે.

સોનમ કપૂર

image socure

અનિલ કપૂરની લાડકી સોનમ કપૂર પણ થોડા વર્ષો પહેલા લગ્ન કરીને તેના ઘરમાં સ્થાયી થઈ છે. સોનમ મુંબઈ અને લંડન આવતી જતી રહે છે પરંતુ તેના સાસરિયાઓ દિલ્હીમાં છે, તેથી તે ઘણા પ્રસંગોએ દિલ્હી જાય છે અને તેના સાસરિયાઓ સાથે પણ રહે છે. સોનમ તેના સસરાને ખૂબ માન આપે છે.તે કહે છે કે તે એક પિતાનું ઘર છોડીને બીજા પિતા પાસે આવી છે.

સુઝેન ખાન

image soucre

સુઝેને હૃતિક રોશન સાથે લગ્ન કર્યા હતા પરંતુ વર્ષો પછી તેમના છૂટાછેડા થઈ ગયા હતા. જો કે સુઝેને રિતિક સાથેના સંબંધોનો અંત લાવ્યો હતો, પણ તે આજે પણ તેના પિતા કરતાં તેના સસરા રાકેશ રોશનને વધુ માન આપે છે. અલગ થયા પછી પણ તે તેના સાસરિયા સાથે ખૂબ જ જોડાયેલ છે અને પરિવાર સાથે સમય વિતાવે છે

સામંથા

image soucre

સામંથાના લગ્ન નાગા ચૈતન્ય સાથે થયા હતા અને નાગાર્જુન તેના સસરા બન્યા હતા પરંતુ તાજેતરમાં જ સામંથા અને નાગાએ છૂટાછેડા લીધા હતા. જો કે સામંથા અક્કીનેની પરિવારથી અલગ થઈ ગઈ હોય, તેમ છતાં તેના સાસરિયા પ્રત્યેનો આદર હજુ પણ તેના દિલમાંથી ખતમ નથી થયો

Exit mobile version