સુરતનો એક વેપારીએ રોજ તાપી નદીમાં નાંખે છે 500 કિલો બરફ, જાણો શું છે કારણ

કોરોના વાયરસથી દુનિયાભરના દેશોમાં વિનાશ સર્જાયો છે. લોકો સંક્રમણથી બચે અને આ મહામારીનો અંત આવે તે માટે વૈજ્ઞાનિકો પણ દવા તેમજ રસી શોધી રહ્યા છે. જો કે લોકો પણ પોતાની રીતે અનેક ટોના ટોટકા કરતા હોય છે. તેવામાં હવે કોરોનાથી લોકો એટલા કંટાળી ગયા છે કે હવે તેઓ માનતા અને બાધા રાખવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે.

image source

સુરતમાં બનેલી આ ઘટના વિશે જાણી કેટલાક તેને અંધવિશ્વાસ કહે છે તો કેટલાક લોકોની શ્રદ્ધા ગણાવે છે. પરંતુ એક વાત તો છે કે આ વાત સાંભળી અને દરેક વ્યક્તિને નવાઈ તો લાગે જ છે.

image source

કોરોના શહેરમાંથી ભાગે તે માટે સુરતી લાલા અહીં દરરોજ તાપી નદીમાં 500 કિલો બરફ ફેંકે છે… તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અત્યાર સુધીમાં આ માનતા સાથે સુરતીઓ 3500 કિલો બરફ નદીમાં ફેંકી ચુક્યા છે. હવે આ વાત જાણી તમારા મનમાં પણ ચોક્કસથી પ્રશ્ન થશે કે બરફ અને કોરોના વાયરસને શું લાગે વળગે કે લોકો આવું કરી રહ્યા છે… તો ચાલો તેનું કારણ પણ તમને જણાવીએ.

image source

આ અંગે મળતી માહિતી અનુસાર કોરોના નામની મહામારીનો અંત આવે તે માટે સુરતના એક વેપારીએ આ માનતા રાખી છે. આ વેપારીએ માનતા લીધી છે કે તે રોજ તાપી નદીમાં 500 કિલો બરફ પધરાવશે. આ વાત ખોટી લાગશે પણ આ વાત સો ટકા સાચી છે અને અનેક લોકોએ આ દ્રશ્યો તાપી નદીના પુલ પર જોયા પણ છે.

image source

સુરતના એક વેપારી તાપી નદીને ઠંડી કરવા અને કોરોના ભગાડવા રોજ તેમાં 500 કિલો બરફ નાંખે છે. એટલું જ નહીં તે સવાર અને સાંજ એમ બે ટાઈમ શહેરના વિવેકાનંદ બ્રિજ પરથી 500 કિલો બરફ નદીમાં નાંખે છે. અત્યાર સુધી કુલ 3500 કિલો બરફ નદીમાં પધરાવી દેવામાં આવ્યો છે.

image source

આ વાત પ્રકાશમાં ત્યારે આવી જ્યારે રોજ અહીં આવી બરફ નાખતા એક વ્યક્તિને કોઈએ પુછ્યું કે તે આવું શા માટે કરે છે. આ વાતના જવાબમાં તેણે જણાવ્યું કે તેના સાહેબએ કોરોનાને ભગડાવા આ માનતા લીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત