સંબંધોમાં સરળતા અને મધુરતા બનાવવામાં મદદ કરશે શિલ્પા શેટ્ટીની આ વાતો, જાણો તમે પણ

દુનિયાની સફળ મહિલાઓમાં જ્યારે શિલ્પા શેટ્ટીની ગણના કરવામાં આવી રહી છે ત્યારે એ પણ જાણી લેવું આવશ્યક છે તે તેમની લાઇફને તેઓ કઇ રીતે મેનેજ કરે છે. શિલ્પાએ જીવનની અનેક વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના સંબંધોને સારી રીતે જાળવી રાખ્યા છે અને સાથે જ પોતાનું અલગ સ્થાન મેળવ્યુ છે. આ દરેક ચીજ તેણે પોતે મેનેજ કરી છે અને સાથે પોતે જ આ સુખ મેળવ્યાનો તેને આનંદ પણ છે.

image source

પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને બેલેન્સ કરીને જીવનને આગળ વધારનારી મહિલા તરીકે તેણે અનેકગણી સફળતા મેળવી છે. આજે અહીં શિલ્પાની મુખ્ય 4 વાતોની વાત કરવામાં આવી રહી છે જે આજની મહિલાઓને માટે પ્રેરણા બની શકે છે. જો તમે પણ તમારા જીવનમાં તેને સારી રીતે અપનાવી લો છો તો તમે અનેકગણી સફળતા સરળતાથી મેળવી શકો છો. મહિલાઓ કુટુંબમાં દરેકની સાથેના સંબંધોને સરળતાથી મેનેજ કરી લે છે ત્યારે તે પોતાને સફળ માની લે છે. તો અપનાવી લો શિલ્પાની આ 4 સંબંધોની ગુરુચાવીને અને બનાવી દો તમારા સંબંધોને ખાસ.

પ્રેમમાં હાર ન માનો

image source

બોલિવૂડના અક્ષયે શિલ્પાનું દિલ તોડ્યું અને સાથે શિલ્પાએ પણ પ્રેમમાં હાર ન માની, બિગ બ્રદર રિયાલિટી શો જીત્યા બાદ તેણે પોતાના સિગ્નેચર પરફ્યૂમ એસ2 લોન્ચ કર્યા, ઇવેન્ટની તૈયારીમાં વ્યસ્ત શિલ્પા રાજ કુંન્દ્રાને મળી. સફળતા સાથે આગળ વધી રહેલી શિલ્પાએ પહેલાં તેના સંબંધોને મિત્રતા ગણાવી અને સાથે જ રાજની મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ. અહીં શિલ્પાએ પોતાના સંબંધોને જાહેર કર્યા અને સાથે સગાઇની જાહેરતા પણ કરી. શિલ્પા કહે છે કે ક્રમ અને પૂર્વજન્મમાં હુ વિશ્વાસ કરું છું. જો આપણે કોઇનું ખોટું કરતા નથી તો આપણી સાથે સારું જ થાય છે. કર્મ કરતા રહો તમને તેનું ફળ ચોક્કસ મળે છે.

નિષ્કર્ષ- જ્યારે પણ તમારું દિલ તૂટે ત્યારે એક સારા સાથીની શોધ કાયમ રાખીને આગળ વધતા રહો. તમારું જીવન સુંદર બની જશે.

જૂના બોયફ્રેન્ડને અન્યની સામે નીચા ન બતાવવા

image source

શિલ્પાએ પોતાના એક્સ બોયફ્રેન્ડને નીચા બતાવવાની કોશિશ ન કરીને પોતાનું સન્માન અન્યની નજરમાં બનાવી રાખ્યું છે. અહીં બ્રેકઅપ બાદ તેને પણ દુઃખ થયું હતું પણ સાથે જ તેણે પોતે સંયમ રાખ્યો અને કરિયરમાં પોતાનું મન વાળી લીધું. અક્ષય અને શિલ્પા અનેક વાર ડાન્સ શો નચબલિયેમાં સાથે જોવા મળ્યા અને શિલ્પાએ હંમેશા તેને પોતાના એક્સ બોયફ્રેન્ડની સાથે સહજતાથી કામ કર્યું છે. તેના સંબંધો આ સમયે પણ નોર્મલ હતા.

નિષ્કર્ષ – તમારા એક્સ બોયફ્રેન્ડ કેટલા પણ ખરાબ હોય પણ અન્યની સામે નીચા બતાવીને તેમની બુરાઇ ક્યારેય કરવી નહીં.

ટેન્શનમાં પણ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખો

image source

શિલ્પાને માટે આ ચીજો સરળ ન હતી પણ તેણએ આ દરેક ચીજોને પોતાના પક્ષમાં લીધી. 2007માં બિગ બ્રધર 5માં તેણે અન્ય પ્રતિસ્પર્ધીઓની સાથે પણ ઘણો ઘરોબો કેળવ્યો. તેઓએ અનેક વખત શિલ્પાની ટીકા કરી હતી પણ તે હિંમત રાખીને આગળ વધી. ભારતની જ નહીં બ્રિટનની જનતાએ પણ તેના વર્તનને માટે તેને 63 ટકા વોટ આપ્યા છે. શિલ્પાએ અહીં વધારે સમય પોતાનો રોષ કાયમ ન રાખતા અન્ય દરેકને માફ કરી દીધા હતા. તેણે શોમાં પણ કહ્યું કે દરેક માણસથી ભૂલ થઇ શકે છે. અહીં તમે તેની ભૂલો શોધવાને બદલે આગળ વધો તે આવશ્યક છે.

નિષ્કર્ષ – પ્રેશરમાં હોવ તો પણ તમારે અન્ય પ્રતિસ્પર્ધીથી હાર ન માનવી અને સકારાત્મક પ્રયત્નોની સાથે આગળ વધતા રહેવું જોઇએ, પોતાની પ્રતિષ્ઠા જાતે જ બનાવી રાખવી એ મોટી સિદ્ધિ છે. જે વાત વીતી ગઇ છે તેને ભૂલીને આગળ વધવામાં જ મહાનતા છે.

પરિવારને આપો સમય

image source

જો તમે ઝડપથી સફળતાના શિખરે જવાની ઇચ્છા રાખો છો તો તમે પરિવારને સાથે લઇને ચાલો તે આવશ્યક છે. અહીં જો તમે પરિવારને મહત્વ આપતા નથી તો તમે પોતાને એકલા અનુભવો છો. શિલ્પાએ પણ એક્ટિંગની સાથે પરિવારને સમય આપવાને માટે એક વર્ષનો બ્રેક લીધો હતો. બોલિવૂડમાં જ્યારે પણ અભિનેત્રીઓએ મહાનતા અને નામના મેળવી છે ત્યારે શિલ્પાએ પોતાનું નામ જાળવી રાખ્યું છે. શિલ્પાનું માનવું છે કે બિઝનેસની સાથે ગ્લેમર અને ફિગરનું પણ ધ્યાન આપવું મહત્વનું છે. જ્યારે તમે અસુરક્ષાની ભાવના અનુભવો છો તો તમે તમારી હેલ્થને પણ બેકાર બનાવી દો છો. તમારે તેની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. આવશ્યક છે કે પરિવાર સાથેની કેટલીક પળો તમને આનંદ આપે.

નિષ્કર્ષ – પરિવારને પ્રાથમિકતામાં રાખો. તમે પરિવારનું ધ્યાન રાખો છો ત્યારે આનંદ અનુભવો છો. માતૃત્વ ઇશ્વરનું વરદાન છે અને તેના માટે પોતાના વજન અને લુકની કમેન્ટને ઇગ્નોર કરો તે આવશ્યક છે. આ પળોને પણ માણો તે આવશ્યક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!