Site icon News Gujarat

સ્ટફ સાબુદાણા ના વડા – ફરાળમાં હવે સાબુદાણાની ખીચડી નહિ પણ બનાવો આ ટેસ્ટી સ્ટફ વડા..

સ્ટફ સાબુદાણા ના વડા

દોસ્તો કેમ છો!મજામાં ને જાય શ્રી કૃષ્ણ! જન્માષ્ટમી છે. તો ઉપવાસ પણ કરવાનો. અને ઉપવાસ હોય એટલે ફરાળ બનવાનું. તો ઉપવાસ માં આપના સૌ ના ઘરે સાબુદાણા ની ખીચડી તો બનતી જ હોય છે.અને એની જોડે ઘણી વખત આપણે સાબુદાણા ના વડા બનાવીએ છે તો સાબુદાણા ના વડા તો બધાને બહુ જ ભાવે.

તો આજે આપણે સાબુદાણા ના વડા તો બનાવીશું.પણ સ્ટફ્ સાબુદાણા ના વડા કરીશું.અને સ્ટફિંગ માં આપને પનીર નો ઉપયોગ કરીશું. જે નાનાં મોટા સૌ ને ભાવે.નાના નાના દેખાતા સાબુદાણા ના ફાયદા પણ ઘણા છે .

૧) સાબુદાણા આપને ફ્રેશ રાખે છે કે એટલે કે ગરમી પર નિયંત્રણ રાખે છે તેને ચોખા સાથે મિક્સ કરી ખાવાથી શરીર નું તાપમાન વધતું નથી.

૨)સાબુદાણા બ્લડપ્રેશરને કંટ્રોલ માં રાખે છે.

૩) પેટ ની સમસ્યાઓ જેવી કે ગેસ અપચો દૂર થાય છે.

૪) સાબુદાણા કાર્બોહાઈડ્રેટ નો સ્ત્રોત હોવાથી એનર્જી વધે છે.

૫)સાબુદાણા કેલશ્યમ, આયર્ન,અને વિટામિન થી ભરપુર હોય છે.એટલે હાડકા મજબૂત બનાવે છે.

સામગ્રી

રીત

સૌ પ્રથમ બટેટા ને બાફી લો.અને સાબુદાણા ને ૫ થી ૬ કલાક પહેલા પલાડી ને રાખો.

બાફેલા બટેટા ને મેસ કરી લો.

હવે તેમાં સાબુદાણા મીઠું, લીલા મરચા, ધાણા ,હળદર, ધાણાજીરૂ , આમચૂર પાઉડર, ખાંડ નાખી મિક્સ કરીલો.

સ્ટફિંગ માટે

હવે એક બાઉલ માં પનીર લો.

પનીરમાં મીઠું, ધાણા અને ચિલિફ્લેકસ નાખી મિક્સ કરી લો.

હવે હાથ ને તેલ થી ગ્રીસ કરી સાબુદાણા ના વડા નો માવો જે મિક્સ કરેલ છે તેને હાથમાં લઈ લો. તેમાં પનીર નું સ્ટફિંગ એડ કરી લો.અને વડા ને વાળી લો.

એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં વડા એડ કરો.

સાબુદાણા ના વડા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સ્ટફ સાબુદાણા ના વડા ને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version