સગી ફોઈએ જ કર્યો દગો, આવા સગા હોય ત્યાં દુશ્મનોની શું જરૂરત? ભત્રીજા અને ભત્રીજાવહુના જીવને નાખ્યા જોખમમાં…

સગી ફોઈએ જ કર્યો દગો, આવા સગા હોય ત્યાં દુશ્મનોની શું જરૂરત? ભત્રીજા અને ભત્રીજાવહુના જીવને નાખ્યા જોખમમાં…

હનીમૂન માટે હવે લોકો વિદેશ જતાં થયા છે. અનેક ટુર કંપનીઓ પણ આ માટે કામ કરી રહી છે. મજા કરવા માટે ફોરેન જતાં લોકોને ત્યા જઈને કઈ તકલીફ ન પડે તે માટે અગાઉંથી જ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારી આંખોમાંથી આસું છલકાય જશે.

image source

સતત 21 મહિના સુધી વિદેશી ધરતી પર એક કપલ ફસાઈ ગયું હતું. કોઈ પણ ગુના વગર નારકોટિક્સના એક નકલી કેસમાં તેમને કતરની જેલમાં બંધ કરી દેવામાં આવ્યાં હતા. મુંબઈના ઓનિબા અને શરીક મોડી રાતે 2.35 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. કતર એરવેઝની ફ્લાઈટ નંબર QR556 માંથી બહાર નીકળતાં જ પતિ-પત્ની તેમના આંસુ રોકી શકતા ન હતા.

શરીક સાથે થયેલી વાતમાં જાણવા મળ્યું હતું કે કે જે બેગના કારણે તેઓ ફસાયા હતા તે બેગ તેને તેના ફોઈએ આપી હતી અને હવે તેઓ ઈચ્છે છે કે તેમને કડક સજા મળે. 15 એપ્રિલે રાતે પતિ-પત્ની અને બાળકી મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતાં. બે મહિના બાદ વતન પરત આવ્યાની ખુશી તેમના ચહેરા પર દેખાઈ રહી હતી. આ વિશે વિગતે વાત કરીએ તો 6 જુલાઈ 2019ના રોજ કતરના હમ્માદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઓનિબા અને શરીકના બેગમાંથી ચાર કિલો ચરસ મળ્યું હતું. શરીકે તે દરમિયાન સ્વીકાર્યું હતું કે તે બેગ તેની જ હતી પરંતુ તેમાં ચરસ ક્યાંથી આવ્યું તે તેને ખબર નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પછી તેમને પાકડવામાં આવ્યા હતાં. કતરની કોર્ટમાં આ મામલે કેસ શરૂ થયો અને તેમની પાસે પોતે નિર્દોષ હોવાના કોઈ પુરાવા પણ ન હતાં. કતરનાં કાનૂન મુજબ બન્નેને 10 વર્ષની સજા આપવામાં આવી હતી જ્યારે હકીકત એ હતી કે આખા કેસમાં ખરેખર બન્નેનો ક્યાય કઈ પણ વાંક હતો જ નહી. તેના સગા ફોઈએ તેની સાથે દગો કર્યો હતો. ઓનિબા અને શરીક જેલમાં હતા તે દરમિયાન તેમના પરિવારે ભારતમાં NCB પાસે મદદ માંગી હતી. NCB ડિરેક્ટર રાકેશ અસ્થાના અને ડેપ્યૂટી ડિરેક્ટર કેપીએસ મલહોત્રાની આગેવાનીમાં આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પછી આ મામલે સાચી માહિતી જાણવા માટે શરીકના મોબાઈલ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ પછી NCBને તેમના નિર્દોષ હોવોનો પહેલો પુરાવો મળ્યો હતો. તેમાં તેના સગા ફોઈ તબસ્સુમનો તે અવાજ પણ રેકોર્ડ હતો, જેમાં તેઓ કહેતા હતા કે તેમણે કેવી રીતે પાનની સોપારીના બદલામાં બેગમાં ચરસ મુકી દીધું. આ પુરાવો મળતા જ NCBએ ચંદીગઢમાં દરોડા પાડ્યા અને શરીકના ફોઈ સહિત અન્ય એખ વ્યક્તિની ધરપકડ કરી હતી.

image source

આખી તપાસમાં સામે આવ્યું કે ફોઈએ જ આ હનિમૂન પેકેજ સ્પોન્સર કર્યું હતું અને તે બંન્નેને ફસાવા માટે આ આખું કાવતરું પહેલેથી જ રચાયેલું હતું. નવા પુરાવાના આધાર પર ફરી કેસની સુનાવણી કરવાની આપીલ કતરની સરકારને ભારત દ્વારા કરવામાં આવી હતી. જે પછી બન્નેની નિર્દોષતાના અન્ય અમુક પુરાવા એનસીબીને મળ્યા અને ડિપ્લોમેટિક લેવલ પર તેમને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. તેમની નિર્દોષતાના પુરાવા પીએમઓ હાઉસ પણ મોકલવામાં આવ્યા હતા. ત્યારપછી વિદેશ મંત્રાલયના પ્રયત્નથી 11 જાન્યુઆરી 2021થી કતરની હાઈકોર્ટે નવા પુરાવાના આધાર પર નીચલી કોર્ટને ફરી સુનાવણીનો આદેશ આપ્યો હતો.

નીચલી કોર્ટમાં આ કેસની ફરી સુનાવણી કરવામાં આવી અને ઓનિબા અને શરીકને 29 માર્ચે નિર્દોષ છોડી દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ આખા કેસમાં થયેલા ખુલાસાઓ પછી મોટી ડ્રગ્સ સિન્ડિકેટની પોલ ખુલી હતી. મળતી માહિતી મુજબ નારકોટિક્સે મુંબઈ કેસમાં તપાસ દરમિયાન એક મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ કેસમાં અમુક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. MEAએ તેને ધ્યાનમાં લઈને કતરની સરકાર સાથે વાતચીત કરી અને કેસ કતરની કોર્ટમાં પહોંચ્યો હતો.

image source

આ પછી કતરની કોર્ટે NCB તપાસને સાચી માની હતી અને 29 માર્ચ 2021ના રોજ બંનેને છોડી દેવામાં આવ્યા હતા. જેલમાં દસ્તાવેજની કાર્યવાહી પછી બંને 15 એપ્રિલની રાતે મુંબઈ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ તેમની સાથે જેલમાં જન્મ થયેલી તેમની એક વર્ષની બાળકી પણ હતી. બંનેનો પરિવાર ઘણાં કલાકોથી બહાર ઉભા રહીને તેમની રાહ જોતો હતો.

તેમને મળીને બધા એકબીજાને ગળે વળગીને રોવા લાગ્યા હતા. ત્રણેયની વતન વાપસીમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ડિરેક્ટર રાકેશ અસ્થાના અને ડેપ્યૂટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાની મોટી ભૂમિકા રહી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ પહોંચ્યા પછી શરીકે NCB અને ભારત સરકારનો આભાર માનતા કહ્યું કે, NCB અને સરકાર મદદ ના કરી હોત તો અમે આજે પણ ત્યાથી બહાર ના આવી શક્યા હોત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!