રણબીર અને સલમાનના નામે લોકો લઈ રહ્યા છે વીક્કી કૌશલ અને કૈટરિના કૈફની મજા

વીક્કી કૌશલ અને કૈટરિના કૈફની લવ સ્ટોરી આજકાલ બોલિવૂડમાં સતત ચર્ચામાં રહી છે. પરંતુ બંનેએ આ વાતને સ્વીકારી નથી. હાલમાં જ બોલિવૂડ એક્ટર હર્ષવર્ધન કપૂરે વીક્કી કૌશલ અને કૈટરિના કૈફની વચ્ચે ચાલી રહેલા પ્રેમને લઈને મહોર લગાવી છે. આ પછી બંને સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે.

આ ખબર ત્યારે સામે આવી છે જ્યારે સોશ્યલ મીડિયા પર વીક્કી કૌશલ અને કૈટરિના કૈફના મીમ્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વીક્કી કૌશલ અને કૈટરિના કૈફને લઈને લોકોએ અનેક પ્રકારના મીમ્સ બનાવવાનું શરૂ કર્યું છે. એટલું નહીં લોકોએ સલમાન ખાન અને રણીબીર કપૂરના નામે પણ ખૂબ મજા લીધી છે.

એક ઈન્ટરવ્યૂમાં હર્ષવર્ધન કપૂરે કન્ફર્મ કર્યું છે કે વીક્કી કૌશલ અને કૈટરિના કૈફ એકમેકને ડેટ કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં હર્ષવર્ધને કહ્યું કે કેટરિના અને વીક્કી કૌશલ એક સાથે છે. તેમને વિશે જે પણ ન્યૂઝ ચાલી રહ્યા છે તે સાચા છે. આ પછી વીક્કી કૌશલ અને કૈટરિના કૈફ સોશ્યલ મીડિયા પર યૂઝર્સના ફેવરિટ બની ચૂક્યા છે અને તેમની પર સતત મીમ્સ બની રહ્યા છે.

જાણો શું લખે છે યૂઝર્સ મીમ્સમાં

વીક્કી કૌશલ અને કૈટરિના કૈફને લઈને વિવેક ઓબરોયે વીક્કીને કહ્યું છે કે તું જે કરી રહ્યો છે તે હિંમતનું કામ છે. આ સાથે એક અન્ય મીમમાં રણબીર અને વીક્કીનો ફોટો પણ લગાવ્યો છે. આ સાથે લખ્યું છે કે વીક્કીએ પોતાનો બદલો લઈ લીધો. એ તો દરેકને ખ્યાલ છે કે કૈટરિના પહેલા એક્ટર રણબીર કપૂર સાથે રિલેશનશીપમાં રહી અને પછી તેમનું બ્રેકઅપ થયું હતું.

તો અન્ય તરફ સલમાન અને કૈટરિનાના અફેરની ખબરોએ પણ ખાસ્સો વેગ પકડ્યો હતો. તો લોકોએ સલમનાનને લઈને મીમ્સ બનાવ્યા અને તેઓ રાહ જોતા રહ્યા. કૈટરિના વીક્કી કૌશલની પાસે જતી રહી છે.

એટલું નહીં અન્ય એક મીમમાં લખાયું છે કે વીક્કી કૌશલ અને કૈટરિના કૈફ હર્ષવર્ધનને કહી રહ્યું છે કે આટલું સાચું પણ બોલવાનું ન હતું. ઉલ્લેખનીય છે કે વીક્કી કૌશલ અને કૈટરિના કૈફના અફેરના સમાચાર અનેક સમયથી ચર્ચામાં છે. હાલમાં વિક્કીને કૈટરિના કૈફના ઘરે જોવા મળ્યો હતો.

વીક્કીની કાર અનેક કલાકો સુધી કૈટરિનાના ઘરની બહાર પાર્ક કરેલી રહી હતી. આ પછી તેમના માટેની ચર્ચાઓ વધુ વેગથી ફેલાઈ હતી. આ પછી તો વીક્કી કૌશલ અને કૈટરિના કૈફ સાથે છે. બંને અનેક અવસરે છુપાઈને મળતા પણ જોવા મળ્યા હતા. બસ હવે ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે બંને તેમના સંબંધોને લઈને વાત કરશે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો કૈટરિના કૈફની ફિલ્મ સૂર્યવંશી 2020થી રીલિઝ થવા માટે તૈયાર છે. પરંતુ કોરોના મહામારીના જોતા હાલમાં ફિલ્મની રીલિઝને ટાળી દેવામાં આવી છે. આ સિવાય કૈટરિના કૈફ સલમાન ખાનની સાથે ટાઈગર 3માં પણ જોવા મળશે. આ સિવાય વીક્કી કૌશલ દ ઈમ્મોર્ટલ અશ્વત્થામા, સૈમ બહાદુર અને ઉધમ સિંહમાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!