સલમાન ખાનના શો બિગ-બોસનું થયું ગ્રાન્ડ પ્રિમિયર, જુઓ તસવીરોમાં ખાસ

સલમાન ખાનના શો બિગ-બૉસનું થયું ગ્રાન્ડ પ્રિમિયર – જુઓ તેની સુંદર તસ્વીરો

સલમાન ખાન વર્ષના સૌથી વધારે એક્સાઇટેડ રિયાલીટી શો બિગ બૉસ 14ને લઈને ફરીવાર હાજર થઈ ગયા છે. શોના હોસ્ટ સલમાન ખાને એક-એક કરીને બધા જ કન્ટેસ્ટન્ટને ઇટ્રોડ્યુસ કરાવ્યા. તો ચાલો એક નજર મારી લઈએ બિગ બૉસના ગ્રાન્ડ પ્રિમિયરની આ તસ્વીરો પર.

image source

શોમાં સૌથી પહેલા સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાન પહોંચ્યા હતા. આ ત્રણે બિગ બૉસના એક્સ – કન્ટેસ્ટન્ટ છે. આ વખતે શોમાં આ ત્રણે સ્ટાર્સ નવા ખેલાડીઓની પરિક્ષા લેશે. ગ્રાન્ડ પ્રિમિયરમાં ત્રણેને સલમાને તૂફાની સીનિયર્સના ટેગ સાથે કંટેસ્ટન્ટ્સના સિલેક્શનનો નિર્ણય સંભળાવવાની જવાબદારી આપી છે.

image source

એજાજ ખાન અને નિક્કી તંબોલીએ બિગ બૉસ ઘરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એજાજ ખાન, બોલીવૂડ અને ટેલીવીઝનનો જાણીતો ચેહરો છે, તો નિક્કી તંબોલી સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે.

image source

શોમાં રુબીના દિલૈક અને અભિનવ શુક્લાની પણ એન્ટ્રી થઈ છે. તેઓ એક કપલ તરીકે શોમાં એન્ટર થયા છે. હાલ શોના સ્પેશિયલ ઓડિયન્સ એટલે કે સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાને રુબીનાને પહેલા જ દિવસે રિજેક્ટ કરી દીધી છે. આગળ તેણીને બિગ બૉસના ઘરની ટિકિટ મળી શકે છે કે નહીં તે જોવાનું રહેશે.

image source

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી જૈસ્મીન ભસીન ઘરમાં પ્રવેશી ચુકી છે. તેણી દેખાવે માસુમ હોવાની સાથે સાથે ઇન્ટેલિજન્ટ પણ છે અને તેના સારા કેલક્યુલેશને સલમાન ખાનને પહેલા જ દિવસે ઇંપ્રેસ કરી દીધો છે. આ પહેલાં જેસ્મિન ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી.

image source

ટેલીવિઝન અભિનેતા નિશાંત મલકાનીએ પણ બિગબૉસના શોમાં એન્ટ્રી મારી છે. તેનો અંદાજ દમદાર હતો. જો કે પેહલા રાઉન્ડમાં સ્પેશલ ઓડિયન્સે તેને રિજેક્ટ કરી દીધો છે. ગ્રાન્ડ પ્રીમિયરમાં તેણે સલમાનના જાણીતા ડાયલોગ્સ પણ સંભળાવ્યા હતા અને તે રીતે તેણે સલમાનને પણ ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

image source

આ સાથે જ બિગ બૉસ શોમાં પુંજાબના જાણીતા મોડેલ શહજાદ દેઓલે પણ ઘરમાં પ્રવેશ કરી લીધો છે. શહજાદના ભોળપણને જોઈ સલમાન ખાન જ નહીં પણ તૂફાની સીનિયર્સ એટલે કે સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાન પણ ભોળવાઈ ગયા.

image source

શોમાં આ વખતે પંજાબની જાણીતી અભિનેત્રી અને સિંગર સારા ગુરપાલે પણ એન્ટ્રી લીધી છે. તેણે બિગ બૉસના સ્ટેજ પર પોતાના અવાજનો જાદૂ પાથર્યો હતો.

image source

આ ઉપરાંત બિગ બૉસમાં પવિત્રા પુનિયા પણ પ્રવેશી છે. પવિત્રાએ બિગ બૉસના શોમાં ગ્લેમરહસ અંદાજમાં એન્ટ્રી મારી હતી. તેની સાથે સાથે બોલીવૂડના જાણીતા, અને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવતા સિંગર કુમાર સાનુના દિકરા જાન કુમાર સાનુએ પણ શોમાં એન્ટ્રી લીધી છે. આ શોમાં તે કન્ટેસ્ટન્ડ હશે તેની જાણકારી ઘણા સમય પહેલાં જ મળી ગઈ હતી. જો કે શોમાં તેમની ધમાકેદાર અંદાજમાં એન્ટ્રી થઈ હતી.

image source

શોમાં રાધે મા પણ આવી પહોંચ્યા હતા. જો કે તે કોઈ કન્ટેસ્ટન્ટ તરીકે નથી આવ્યા. પણ ગ્રાન્ડ પ્રિયમરના પહેલવા દિવસે જ તેમની આ સફર પુરી થઈ ગઈ હતી.

Source : Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત