સલમાને આ વાતની ના પાડતા શાહરુખ મારી ગયો બાજી, જે વાતને લઇને સલમાન આજે પણ પસ્તાય છે

આ ફિલ્મોને ઠુકરાવીને આજે પણ પસ્તાય છે સલમાન ખાન, પછી શાહરુખ ખાને મારી બાજી.

દબંગ ખાનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કરતા ઘણા વર્ષો થી ગયા અને આજે પણ એ એટલા જ એક્ટિવ રહે છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રાધે યર મોસ્ટ વોન્ટેડ ભાઈ ખૂબ જ ચર્ચામ રહી હતી. જો કે અમુક લોકોને આ ફિલ્મ બિલકુલ નથી ગમી પણ તેમ છતાં આ ફિલ્મ પહેલા જ દિવસે સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની હતી. પણ આજે આપણે વાત કરીશું એ ફિલ્મોની જેમને ભાઈજાને ઠુકરાવી દીધી હતી.’

image source

સલમાને બીવી હો તો એસી ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાનનો સ્પોર્ટિંગ રોલ હતો. એ પછી સૂરજ બળજાતયાની ફિલ્મ મેને પ્યાર કિયામાં સલમાન ખાન દેખાયા. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સુપરહિટ થઈ અને રાતોરાત સલમાન સુપરસ્ટાર બની ગયા. એ પછી સલમાને ક્યારેય પાછળ વળીને નથી જોયું.

બહુ ઓછા લોકો એ વાતને જાણતા હશે કે ભાઈજાને પોતાના ફિલ્મી કરિયરમાં એવી એવી ફિલ્મોની ઓફર્સ પણ ઠુકરાવી છે જે પછીથી બ્લોકબસ્ટર સાબિત થઈ. તો ચાલો આજે અમે તમને એ ફિલ્મો વિશે જણાવીશું જેને સલમાને એક ઝટકામાં ના પાડી દીધી હતી.

ચક દે ઇન્ડિયા.

image source

ચક દે ઇન્ડિયા ફિલ્મેં રિલીઝ થતા જ બોક્સઓફિસ પર તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મથી ન ફક્ત મહિલા હોકની દિશા પણ દશા પણ બદલી હતી. આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન મુખ્ય પાત્રમાં હતા. કહેવાય છે કે આ ફિલ્મની ઓફર સલમાન ખાનને પણ મળી હતી.’

બાજીગર

image source

વર્ષ 1993માં રિલીઝ થયેલી ફિલ્મ બાજીગરમાં કિંગ ખાને ભજવેલી નેગેટિવ ભૂમિકાને લોકો આજે પણ યાદ કરે છે. આ ફિલ્મ શાહરુખ ખાનના કરિયરની સૌથી અગત્યની ફિલ્મ સાબિત થઈ. કહેવાય છે કે આ ફિલ્મ માટે પણ સલમાન ખાનને અપ્રોચ કરવામાં આવ્યા હતા.

જોશ.

image source

શાહરુખ ખાનની જોશ ફિલ્મ માટે પણ સલમાન ખાનને અપ્રોચ કરવામાં આવ્યા હતા. ખબરોનું માનીએ તો આમિર ખાનને પણ આ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ફિલ્મે શાહરુખ સિવાય ઐશ્વર્યા રાય બચ્ચન પણ હતી. આ બન્નેએ આ ફિલ્મમાં ભાઈ બહેનનો રોલ કર્યો હતો. બની શકે કે સલમાન ખાને ના પાડી એની પાછળ આ જ કારણ જવાબદાર રહ્યું હોય.

ગજની.

image source

આમિર ખાનની અમુક સેકન્ડ પછી ભૂલી જવાની આદત વાળી ફિલ્મ ગજની તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં આમિર ખાનની બોડીથી લઈને ફિલ્મની કહાની લોકોને ખૂબ જ ગમી હતી. કહેવાય છે કે આમિર ખાન પહેલા આ ફિલ્મ માટે સલમાન ખાન સાથે વાત કરવામાં આવી હતી.

કલ હો ના હો.

image source

કરણ જોહરની ફિલ્મ કલ હો ના હો પોતાના સમયની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય સૈફ અલી ખાન અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય પાત્રમાં હતા. કહેવાય છે કે સૈફ અલી ખાનનો રોલ પહેલા સલમાન ખાનને ઓફર થયો હતો પણ સલમાન ખાને એને કરવાની ના પાડી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!