ક્યાં ખોવાઇ ગઇ Salman Khan ની આ 10 હીરોઈન ? એક સમયે લોકોના દિલમાં કરતી હતી રાજ, જ્યારે આજે કોઇ ઓળખતુ પણ નથી

બોલીવુડમાં જ્યારે સૌથી વધારે અભિનેત્રીઓ સાથે જોડી જમાવવા ની વાત આવે ત્યારે તેમાં સલમાન ખાનનું નામ બધાની પહેલા આવે છે. સલમાન ખાને તેના 3 દાયકાથી વધુની કારકિર્દીમાં અનેક અભિનેત્રીઓ સાથે જોડી જમાવી… કેટલીક અભિનેત્રીઓ સાથે સલમાનની જોડી સુપરહિટ રહી છે. સલમાન ખાન ની જોડી માધુરી દીક્ષિત, કરિશમા કપૂર, રાની મુખર્જી અને કેટરિના કૈફ સાથે હિટ રહી છે, અહી એવી અભિનેત્રીઓ ની વાત જેની સલમાન ખાન સાથે એક કે બે ફિલ્મોમાં જોડી બની હોય પરંતું ત્યારબાદ તેમણે ઈન્ડ્સ્ટ્રી છોડી દીધી કે લાંબી ન ચાલી શકી.

રેનુ આર્યા

image source

સલમાન ખાન ની લીડ રોલ તરીકે ભલે પહેલી ફિલ્મ વર્ષ 1989 માં આવેલી ‘મૈને પ્યાર કિયા’ પરંતું તેને વર્ષ 1988 માં રેખા ની ફિલ્મ ‘બીવી હો તો એસી’ માં સપોર્ટિંગ રોલ થી કારકિર્દી ની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાન નો રેનુ આર્યા સાથે લવ ઈન્ટરેસ્ટ જોવા મળ્યો હતો. રેનુ આર્યાએ 29 વર્ષ ની ઉમરે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને તિલાંજલી આપી દીધી હતી. રેનુ આર્યા સરસ રીતે લગ્નજીવન ગાળી રહી છે. રેનુ આર્યા ને સલોની અને દીયા નામની બે દીકરી છે. લગ્ન બાદ રેનુ આર્યા રેનુ સિંહ બની ગઈ છે. રેનુ આર્યા હાલ નોઈડામાં રહે છે.

ભાગ્ય શ્રી

image source

ભાગ્ય શ્રી એક એવી અભિનેત્રી જેને કોઈ ઓળખ ની જરૂર નથી. માત્ર એક ફિલ્મએ ભાગ્ય શ્રી ને સુપરસ્ટાર બનાવી દીધી હતી. વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ સલમાન અને ભાગ્યશ્રી ની પહેલી બ્લોક બસ્ટર ફિલ્મ હતી. ફિલ્મ થી બંને સુપરસ્ટાર બની ગયા. સલમાન ખાન ત્યારબાદ આગળ વધતો ગયો પરંતુ ભાગ્યશ્રીએ જીવનમાં લીધેલો એક નિર્ણય તેના પગ પર કુહાડી મારવા સમાન સાબિત થયો હતો. ભાગ્યશ્રીને તે સમયે ઘણી ફિલ્મોની ઓફર આવી પરંતું તેને એવી શરત મૂકી કે તે તેના પતિ સાથે જ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ કરશે. ભાગ્યશ્રી ‘વન ફિલ્મ વન્ડર’ બની ગઈ.

કંચન

image source

કંચન નામ વાંચી ઘણા લોકો માથુ ખંજવાળતા હશે કે આ કઈ અભિનેત્રી ?, કુલી નંબર-1 માં ગોવિંદા અને કરિશમા કપૂર સાથે અન્ય એક અભિનેત્રી હતી જેનું નામ કંચન છે. કંચન એ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે, કંચને અક્ષય કુમાર સાથે ની ‘અમાનત’ ફિલ્મમાં કામ કર્યુ હતું. કંચન સલમાન ખાન સાથે ‘સનમ બેવફા’ ફિલ્મમાં કામ કર્યુ હતું. કંચના અન્ય અભિનેત્રી જેટલી બોલ્ડ ન હતી જેથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ખોવાઈ ગઈ.

ચાંદની ઉર્ફે નવોદિતા શર્મા

image source

ચાંદની ઉર્ફે નવોદિતા શર્માએ સલમાન ખાન સાથે ‘સનમ બેવફા’ માં કામ કર્યુ હતું. સનમ બેવફામાં ચાંદની એ લીડ હિરોઈન તરીકે કામ કર્યુ હતું. ફિલ્મમાં બંને ની કેમેસ્ટ્રી લોકો ને ખૂબ પસંદ આવી હતી તો સનમ બેવફા ના બધા ગીતો આજે પણ લોકોને તેટલા જ પસંદ છે. ‘સનમ બેવફા’ ફિલ્મ સુપરહિટ રહી હતી. તે સમયે ચાંદની એ પ્રોડ્યુસર ‘સાવન કુમાર’ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. જેથી તેઓ અન્ય કોઈ ફિલ્મમાં લીડ હિરોઈન ન બની શક્યા. ત્યારબાદ ચાંદનીને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું.

શીબા

image source

અભિનેત્રી શીબાએ સલમાન ખાન સાથે ની ફિલ્મ ‘સૂર્યવંશી’ માં કામ કર્યુ હતું. આ ફિલ્મમાં શીબા મુખ્ય અભિનેત્રી હતી, અમૃતા સિંઘ ફિલ્મમાં સલમાન ખાન ના પૂર્વ જન્મની પ્રેમિકાનું પાત્ર ભજવ્યુ હતું. આ ફિલ્મ ચાલી નહીં પરંતું સલમાન અને શીબાની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ચર્ચામાં રહી. શીબા ફિલ્મોમાં ખાસ ઉકાળી ન શકી પરંતું તેને ત્યારબાદ ટીવી સિરીયલમાં નાના મોટા રોલ કર્યા.

આયશા ઝુલ્કા

image source

90ના દાયકામાં આયશા ઝુલ્કા નો દબદબો રહ્યો હતો. આયશા ઝુલ્કા ની સુંદરતા અને નિર્દોષ ચહેરાના લાખો દીવાના રહ્યા હતા. આયશા ઝુલ્કાએ સલમાન ખાન, આમીર ખાન અને અક્ષય કુમાર જેવા મોટા સિતારાઓ જોડે કામ કર્યુ હતું. આયશાએ સલમાન સાથે ‘કુરબાન’ ફિલ્મમાં કામ કર્યુ હતું. ફિલ્મનું ગીત ‘તુ જબ જબ મુઝકો’ ખૂબ લોકપ્રિય રહ્યુ હતુ. કુરબાન આયશા ઝુલ્કાની ડેબ્યૂ ફિલ્મ હતી. આયશાએ ઘણી સારી એવી ફિલ્મોમાં કામ કર્યુ ત્યારબાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. અત્યારે તે એક બિજનેશ હુમન છે.

રેવતી

image source

સાઉથ ની અનેક ફિલ્મોમાં અભિનય કરનાર રેવતીએ સલમાન સાથે ની વર્ષ 1991માં આવેલી ફિલ્મ ‘લવ’ માં કામ કર્યુ હતું. ફિલ્મ ફલોપ રહી પરંતું તેનુ ગીત ‘સાથિયા તુને ક્યા કિયા’ આજે પણ લોકો ના પસંદગીના ગીતો માંથી એક છે. રેવતી હિન્દી ફિલ્મો કરતા સાઉથમાં વધુ સફળ રહી. રેવતી અર્જુન કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘ટુ સ્ટેટ્સ’ માં છેલ્લે જોવા મળી હતી.

નગમા

image source

નગમા એ સલમાન ની ફિલ્મ ‘બાગી- અ રિબેલ ફોર લવ’ થી ડેબ્યૂ કર્યુ હતું. વર્ષ 1990 માં રિલીઝ થયેલી ફિલ્મ સુપર હિટ રહી હતી. સલમાન અને નગમા ની જોડી લોકો ને ખૂબ પસંદ આવી હતી. નગમા એ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષા ની અનેક ફિલ્મોમાં કામ કર્યું. નગમાએ ફિલ્મ કારકિર્દી ટૂંકાવી દીધી અને ત્યારબાદ તે રાજકારણમાં સક્રિય થઈ ગઈ.

રંભા

image source

સલમાન ખાન સાથે ‘બંધન’ અને ‘જુડવા’ માં જોવા મળેલી રંભા ને કેવી રીતે ભૂલી શકાય?, રંભાએ સાઉથ ની ફિલ્મોમાંથી પોતાની કરિયર ની શરૂઆત કરી અને ત્યારબાદ તે હિન્દી ફિલ્મોમાં જોવા મળી. વર્ષ 2010 માં લગ્ન બાદ રંભાએ કાયમ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને તિલાંજલી આપી દીધી.

ભૂમિકા ચાવલા

image source

સલમાન ખાન ની જ્યારે એક સમયે ફિલ્મો નહોંતી ચાલતી ત્યારે વર્ષ 2003 માં ‘તેરે નામ’ ફિલ્મ આવી હતી. સલમાન સાથે અભિનેત્રી ભૂમિકા ચાવલાએ ડેબ્યૂ કર્યુ હતું. ફિલ્મ તો બ્લોકબસ્ટર રહી પરંતુ સલમાન અને ભૂમિકાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ ગમી. આજે પણ ‘તેરે નામ’ ના ગીતો તેટલા જ લોકપ્રિય છે. ભૂમિકા ચાવલા આ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ. એક કે બે ફિલ્મો કર્યા બાદ ભૂમિકા હિન્દી ફિલ્મોમાં જોવા ન મળી અને તેને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું. ભૂમિકા ચાવલા સુશાંતસિંહ રાજપૂતની બહેનના રોલમાં છેલ્લે ‘MS DHONI- THE UNTOLD STORY’ માં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!