Site icon News Gujarat

સમાજના લોકોની ચિંતા કર્યા વગર આ યુવાને કિન્નર સાથે કર્યા લગ્ન, લવ સ્ટોરી છે ધણી રસપ્રદ, વાંચો તો ખરા, સાથે જોઇ લો તસવીરો પણ

સમાજના બંધનોની ચિંતા કર્યા વિના એક યુવકે કિન્નરની સાથે કરી લીધા લગ્ન, અંદાજીત દોઢ વર્ષ પહેલા જ બંનેની મુલાકાત થઈ હતી.હવે લેવામાં આવશે મહત્વનો નિર્ણય.

એવું કહેવામાં આવે છે કે, પ્રેમ તમામ બંધનોની ઉપર હોય છે. પ્રેમમાં નાત- જાત, ધર્મ, જાતિ અને સમાજના બંધનોની કોઈ ચિંતા કરવામાં આવતી નથી. આવા ઘણા બધા કિસ્સાઓ છે જેને આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સમાચારમાં મોટાભાગે જોવા મળતા હોય છે. ત્યારે આજે અમે આપને આવા જ એક અનોખા બંધન વિષે જણાવીશું જે અયોધ્યામાં આવેલ સિદ્ધ સ્થાન નંદીગ્રામ ભરતકુંડમાં જોવા મળ્યો છે. અહિયાં એક યુવાને કિન્નરની સાથે લગ્ન કરીને સાત ફેરા ફરી લીધા છે.

image source

અયોધ્યાના નંદીગ્રામ ભરતકુંડના નિવાસી શિવકુમાર વર્માએ અંજલિ સિંહની સાથે વૈદિક મંત્રોચ્ચારની સાથે અહિયાં આવેલ પ્રાચીન મંદિરમાં લગ્નના સાત ફેરા ફર્યા છે. જો કે, શિવકુમાર અને અંજલિ સિંહના લગ્નની ખાસ વાત એ છે કે, આ લગ્નમાં દુલ્હા બનેલ શિવકુમાર એક સાધારણ યુવાન હતા પરંતુ અંજલિ સિંહ એક સામાન્ય યુવતી નહી પરંતુ કિન્નર છે.

image source

કિન્નર અંજલિ સિંહ અને યુવાન શિવકુમાર બંને પ્રતાપગઢમાં આવેલ ગામ ગહરૌલીમાં આવેલ શુકુલપુરના નિવાસી છે. કિન્નર અંજલિ સિંહ અને શિવકુમારના લગ્ન સમાજ માટે એક મિસાલ સ્વરૂપ છે. દુલ્હા બનેલ શિવકુમારનું એવું કહેવું છે કે, આજથી અંદાજીત દોઢ વર્ષ પહેલા મારી મુલાકાત અંજલિ સાથે થઈ હતી. અંજલિ સિંહ અને શિવકુમારની આ મુલાકાતો ધીરે ધીરે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. ત્યાર બાદ બંનેએ એકબીજા વિષે જાણી લીધા બાદ બંનેએ એકબીજાની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

image source

પણ આ અસામાન્ય લગ્ન માટે અંજલિ સિંહ અને શિવકુમારના પરિવારના સભ્યો તૈયાર થયા હતા નહી. પરંતુ પછીથી અંજલિ સિંહએ પોતાના પરિવારના સભ્યોને સારી રીતે સમજાવ્યા અને બીજી બાજુ શિવકુમારએ પણ પોતાના પરિવારના સભ્યોને રાજી કરી લીધા. અંતે પરિણામએ આવ્યું કે, બુધવારના દિવસે શિવકુમાર અને અંજલિ સિંહ બંને લગ્નના બંધનમાં બંધાઈ જાય છે.

image source

શિવકુમાર અને અંજલિ સિંહના પરિવારની મંજુરીથી આયોજિત કરવામાં આવેલ આ લગ્ન સમારોહમાં અંજલિ સિંહના પરિવાર તરફથી તેની બહેન અને જીજાજીએ અંજલિનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન લગ્નમાં ઉપસ્થિત રહેલ ગામના લોકો પણ ઘણા ખુશ જોવા મળ્યા હતા.

image source

લગ્નના આ શુભ અવસર પર ગામના લોકોએ પણ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું અને ગામના લોકોએ શિવકુમાર અને અંજલિને સુખી દામ્પત્યજીવન માટે આશીર્વાદ આપ્યા હતા. ત્યાં જ શિવકુમારનું કહેવું છે કે, આજ રોજ અંજલિની સાથે દામ્પત્યજીવનમાં પ્રવેશ કરી લીધો છે.અગ્નિ દેવની સાક્ષીએ લેવામાં આવેલ સાતફેરાને તેઓ આજીવન નિભાવશે.

image source

લગ્નજીવન વિષે અન્ય એક અગત્યનો નિર્યણ વિષે જણાવતા શિવકુમારે કહ્યું હતું કે, તેઓ કોઈ અનાથ બેઘર બાળકને દત્તક લેશે અને પોતાના પરિવારને આગળ વધારશે. ત્યાં જ અંજલિ સિંહનું કહેવું છે કે, અમારા કિન્નર સમાજને દુનિયા સારી દ્રષ્ટિથી જોતી નથી. જેના લીધે અમારા આ નિર્ણયનો સ્વીકાર કરવા માટે અમારા બંનેના પરિવારને કેટલીક સમસ્યાઓ જરૂરથી આવશે. અમારા પરિવારના સભ્યો અમારા આ નિર્ણયથી રાજી છે અને ધીરે ધીરે તમામ સ્થિતિઓ સામાન્ય થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version