અમદાવાદમાં પર્યાવરણના શુદ્ધિકરણ માટે થયું મસમોટું કામ, ૮૦ સભ્યોએ મળીને કર્યો સામૂહિક અગ્નિહોત્ર

તારીખ ૧૨ માર્ચ સમગ્ર વિશ્વ્ માં અગ્નિહોત્ર દિવસ તરીકે ઉજવાય છે. આ અગ્નિહોત્ર હોમ નો ઉલ્લેખ આપણા યજુર્વેદ માં પણ કરેલ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત ના એક નિશ્ચિત સમયે કરવા માં આવતા આ અગ્નિહોત્ર હોમ માં દેશી ગાય ના ઘી સાથે ગાય ના છાણાં ઉપયોગમાં લેવાય છે અને તેમાં અક્ષત – એટલે કે તૂટ્યા વગરના અને પોલીશ કર્યા સિવાય ના ચોખા ની આહુતિ અપાય છે. અગ્નિહોત્ર હોમ માટે પિરામિડ આકાર નું તાંબા નું પાત્ર ઉપયોગ માં લેવાય છે.

અમદાવાદ ના રોટરી ક્લબ સર્વમ ગ્રુપ અને આઈ એમ એન ઈકો વૉરિઅર ગ્રુપ નું સંચાલન કરતા ડોક્ટર ગીતીકા સલુજા કે જેઓ એક પર્યાવરણ કાર્યકર તરીકે ખુબજ પાયા નું કામ કરી રહ્યા છે તેમેણે અમદાવાદ માં બોપલ વિસ્તાર માં આવેલી ધ ન્યૂ ટ્યૂલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ના મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી તેજસ શ્રીધર સાથે ૧૨ માર્ચ ૨૦૨૧ શુક્રવાર સાંજે સામુહિક અગ્નિહોત્ર હોમ નું ખુબજ સુંદર આયોજન કર્યું હતું.

image source

આ કાર્યક્રમ માં આર્ટ ઓફ લિવિંગ ના એગ્રિકલચરલ ટ્રસ્ટ ના ગુજરાત ના એપેક્ષ મેમ્બર ચિંતન ભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સામુહિક અગ્નિહોત્ર હોમ કરાવ્યો હતો.

આ કાર્યક્રમ માં ૮૦ સભ્યો એ ભાગ લીધો હતો જેમાં ૮ વર્ષ ના નાના બાળકો થી માંડી ને ૭૫ વર્ષ ના વયોવૃદ્ધ લોકો પણ જોડાયા હતા. આ પ્રોગ્રામ માં આશરે ૨૦૦ જેટલા સભ્યો ઓનલાઇન જોડાયા હતા. અગ્નિહોત્ર હોમ વાતાવરણ ને પ્રદુષણ મુક્ત કરે છે અને સાથે સાથે આસપાસ ના વાતાવરણ માં એક સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.

image source

અગ્નિહોત્ર હોમ ના ધુમાડા થી વાતાવરણ માં રહેલા હાનિકારક સુક્ષમ બેક્ટેરિયા નાશ પામે છે અને ઓઝોન લેયર માં સુધારો થાય છે. તેમજ દેશી ગાય નું ઘી એક નેચરલ ડીટોક્ષ તરીકે ની મહત્વ ભૂમિકા ભજવે છે. અગ્નિહોત્ર હોમ ની રખ્યા ( રાખ) એ એન્ટી બેકટેરિયલ હોવાથી તેના ઘણા બધા ફાયદા છે.

પાણી નું શુદ્ધિકારણ કરવા માટે પણ અગ્નિહોત્ર હોમ ની ભસ્મ નો ઉપયોગ કરવામાં આવે છે. રોટેરીયન શ્રી વંદના અગ્રવાલ કે જેઓ નિયમિત રીતે અગ્નિહોત્ર હોમ કરે છે તેમણે પણ આ કાર્યકર્મ માં રાજસ્થાન – કોટા થી ઓનલાઇન જોડાયા હતા અને અગ્નિહોત્ર હોમ કરવાથી થતા ફાયદા વિષે ખુબ જ સુંદર માહિતી આપી હતી.

શ્રી ધીરજભાઈ પુજારા કે જેઓ આઈ ટી એક્સપર્ટ છે અને અમદાવાદ માં રહે છે તેમણે અગ્નિહોત્ર હોમ માટે ની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.

image source

પર્યાવરણ ની સાચવણી થાય અને પ્રદુષણ મુક્ત વાતાવરણ તેમજ શ્વાસ લેવા માટે કીટાણુરહિત ચોખ્ખી હવા મળે અને આપણા દેશ ની સાંસ્કૃતિક પરમ્પરા સચવાય એજ હેતુ થી આ આખાય પ્રોગ્રામ નું આયોજન કરવા માં આવ્યું હતું. કાર્યક્રમ ના અંત માં દરેક લોકો ને હવન કરવા માટેની સામગ્રી ની સાથે ગાય ના સૂકા છાણાં તેમજ પક્ષીઓ ને પાણી પીવડાવવા માટે માટી ના કુંડા નું વિતરણ કરવા માં આવ્યું હતું.

અહેવાલ by PRAJA

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!