શનિવારના રોજ બોલો આ 1 મંત્ર, શનિદેવ થઇ જશે પ્રસન્ન અને તમારી દરેક મનોકામના થઇ જશે ચપટીમાં પૂરી

શનિવારના દિવસે પૂજા કરવા માટે શનિદેવને વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવની પૂજા કરવાથી તમામ પીડામાંથી રાહત મળે છે. આ સિવાય જે લોકોના જીવનમાં ખુબ સમસ્યા હોય તે સમસ્યા પણ શનિદેવની પૂજાથી દૂર થઈ જાય છે. એવું
કહેવામાં આવે છે કે શનિ દોષથી મુક્તિ મેળવવા માટે મૂળ નક્ષત્ર શનિવારથી પ્રારંભ કરીને સાત શનિવાર વ્રત કરવા સાથે શનિદેવની પૂજા
પણ કરવી જોઈએ. પૂર્ણ નિયમો અનુસાર પૂજા અને ઉપવાસ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આપણા બધા દુખ તકલીફો સમાપ્ત
થાય છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે કે શનિદેવના ક્રોધથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો અનેક પ્રકારના દોષો મનુષ્ય ઉપર આવે છે. શનિદેવની પૂજા કરતી વખતે અથવા શનિમંત્રનો જાપ કરતી વખતે વ્યક્તિનું મોં પશ્ચિમ તરફ હોવું જોઈએ. તેનું કારણ એ છે કે શનિદેવને
પશ્ચિમ દિશાનો સ્વામી માનવામાં આવે છે.

image source

શનિદેવની ઉપાસનામાં ધ્યાનમાં રાખો કે પૂજા કરનાર વ્યક્તિ અસ્વસ્થ સ્થિતિમાં ન હોવું જોઈએ, એટલે કે, પૂજા દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તેથી ચાલો અમે તમને જણાવીએ શનિદેવના કેટલાક વિશેષ મંત્રો જે વાંચીને શનિદેવ તમારા પર ખુબ પ્રસન્ન થશે અને તમારી દરેક તકલીફો દૂર કરશે.

શનિદેવને પ્રસન્ન કરવા મંત્ર:

image source

1 ૐ પ્રાં પ્રિં પ્રૌ સ: શનૈશ્વરાય નમ:

2 ૐ શન્નોદેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે શન્યોરભિસ્ત્રવન્તુ નઃ

3 ૐ ઇં હ્લિન શ્રીશનૈશ્વરાય નમ:

4 કોણસ્થ પિંગલો બભ્રુ: કૃષ્ણો રૌદ્રોન્તકો યમ:

image source

5 સૌરી શનૈશ્વરો મંદ: પીપ્પલાદેન સંસ્તુત:

શનિદેવની ઉપાસનામાં કાળી અથવા વાદળી ચીજોનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. શનિદેવની પૂજા કરતા સમયે તેમને વાદળી ફૂલો ચઢાવવા જોઈએ, પરંતુ ખાસ યાદ રાખો કે શનિદેવની પૂજામાં લાલ રંગની કોઈ ચીજ ન ચઢાવો. પછી ભલે તે લાલ કપડાં હોય, લાલ ફળો હોય કે લાલ ફૂલો. આનું કારણ એ છે કે લાલ રંગ અને કોઈપણ લાલ વસ્તુઓ મંગળ સાથે સંબંધિત છે. મંગળને શનિનો શત્રુ પણ માનવામાં આવે છે. તેથી લાલ રંગ શનિદેવથી દૂર રાખવો જોઈએ.

image source

સવા-સવા કિલોના કાળા ચણા ત્રણ જુદા જુદા વાસણમાં પલાળી લો. ત્યારબાદ સ્નાન કરો, સ્વચ્છ કપડા પહેરો અને શનિદેવની પૂજા
કરો અને સરસવના તેલમાં ચણા બનાવી લો ત્યારબાદ તે ચણા ભગવાન શનિને અર્પણ કરો. ત્યારબાદ પેહલા સવા કિલો ચણા ભેંસને
ખવડાવી દો, બીજા સવા કિલો રક્તપિત્ત દર્દીઓને આપો અને ત્રીજા સવા કિલો તમારા ઉપરથી ઉતારીને કોઈનું ધ્યાન ના ખેંચાય તેવી
રીતે રસ્તામાં શાંત જગ્યા પર રાખી દો.

image source

સાંજે પીપળના ઝાડ નીચે સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવો ત્યારબાદ દૂધ અને ધૂપ વગેરે અર્પણ કરો.
શનિ જયંતિ અથવા દર શનિવારે બૂંદીના લાડુ વાંદરાઓ અને કાળા કૂતરાઓને ખવડાવવાથી, શનિની અશુભ અસર ઓછી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત