કોઇએ પ્લાઝ્મા ડોનેટ કર્યુ, તો કોઇએ મજૂરોને ભોજન કરાવ્યું… કોરોના સંકટમાં આવી રીતે મદદ કરી રહ્યા છે ટીવીના આ કલાકારો

પ્લાઝ્મા ડોનેટ કરવાથી લઈને મજૂરોને ભોજન ઉપલબ્ધ કરાવવા સુધી, કોરોના સંકટમાં આવી રીતે મદદ કરી રહ્યા છે ટીવીના આ કલાકારો.

કોરોના વાયરસે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાની બેકાબુ થતી પરિસ્થિતિ સામાન્ય લોકોથી લઈને ઘણા જાણીતા કલાકારોને પણ ભારે પડી રહી છે. જો કે કોરોના વાયરસ વિરુદ્ધ જંગ હજી ચાલુ છે અને એમાં બોલિવુડથી લઈને ટીવીના કલાકારોએ પણ મદદ માટે હાથ આગળ વધાર્યો છે. કોરોના સંકટની આ પળોમાં ટીવીના કેટલાક કલાકારો આ મહામારીને લઈને જાગૃતતા ફેલાવવા અને જરૂરિયાતમંદની મદદ માટે આગળ આવી રહ્યા છે. ચાલો જાણી લઈએ કોણ કોણ કરી રહ્યું છે મદદ આ કોરોનાના કપરા કાળમાં.

નીક્કી તંબોલી.

image source

બિગ બોસ 14 ફેમ નીક્કી તંબોલી હાલમાં જ કોરોનાને માત આપીને રિકવર થઈ છે. અને હવે નીક્કી તંબોલી જરૂરિયાતમંદની મદદ કરવાના ઈરાદાથી પોતાનો પ્લાઝ્મા ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. નિકકીએ હાલમાં જ જણાવ્યું છે કે એ સરકારી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની મદદ માટે પ્લાઝ્મા ડોનેટ કરશે. એ સાથે જ એમને લોકોને પોતાનું ધ્યાન રાખવાની અને અનુશાસનનું પાલન કરતા કોરોનાથી લડવાની અપીલ કરી છે.

શોએબ ઇબ્રાહિમ.

image source

ટીવીના ફેમસ એકટર શોએબ ઇબ્રાહિમ કોરોના કાળમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છે. એમને એક મહિના સુધી રોજ લગભગ 200 મજૂરોને ભોજન પહોંચાડવાનું નક્કી કર્યું છે. એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા જણાવ્યું કે મેં આ પ્લાન કર્યું છે, એ વિચાર્યું છે કે આજથી એક મહિના સુધી હું દિવસમાં એક ટંકનું જમવાનું 200 લોકોને આપીશ.

દેબીના બેનર્જી.

image source

ટીવી એક્ટ્રેસ દેબીના બેનર્જી અને એમના પતિ ગુરમીત ચૌધરીએ એક સ્થાનિક ક્લિનિક પર વિઝીટ કરીને પોતાનો પ્લાઝ્મા ડોનેટ કર્યો. તમને જણાવી દઈએ કે બન્ને હાલમાં જ કોવિડ 19થી રિકવર થયા છે. ડેબીનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફેન્સને અપીલ કરી છે કે એ આગળ આવે અને પોતાનો પ્લાઝ્મા દાન કરે કારણ કે એ લોકોની જિંદગી બચાવવા મદદ કરી શકે છે.જે હાલ કોવિફ 19થી પીડાઈ રહ્યા છે.

ગુરમીત ચૌધરી.

image source

ટીવી એકટર ગુરમીત ચૌધરી કોરોના સંકટમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક્ટરે હાલમાં જ એક ટીમને ભેગી કરી અને સોશિયલ મીડિયા પર નંબર પ્રસારિત કરી જરૂરિયાતમંદ લોકોને મદદ માટે એમની પાસે પહોંચવાની અપીલ કરી. એ સાથે જ એક્ટરે પ્લાઝ્મા, ઓક્સિજન સિવાય કોવિડ 19 દર્દીઓની મદદ માટે અલગ અલગ શહેરોમાં 1000 બેડવાળું હોસ્પિટલ ખોલવાની ઘોષણા પણ કરી.

રુબીના દિલેક.

image source

બિગ બોસ 14 વિનર અને ટીવીની ફેમસ રુબીના દિલેક પણ પોતાની રીતે લોકોને કોરોનાકાળમાં જાગૃત કરવાની કોશિશ કરી રહી છે. શકિતનું શૂટિંગ કરી રહેલી રુબીના દિલેક મહામારી દરમિયાન સંક્રમણથી બચવા માટે ઘણા સેફટી ટિપ્સ જણાવ્યા. એમને લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા, હાથને સેનેટાઇઝ કરવાની અપીલ કરી છે.

શાહનાઝ ગિલ.

image source

શાહનાઝ ગિલે હાલમાં જ એક પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને જણાવ્યું કે દર વખતે માસ્ક પહેરવું કેમ જરૂરી છે. એક્ટ્રેસે પોસ્ટમાં લખ્યું કે હું ખુદને પ્રેમ કરું છું, શુ તમે કરો છો? જ્યારે પણ તમે બહાર જાવ છો તો માસ્ક પહેરીને જ જાઓ. એ સિવાય એક્ટ્રેસે કહ્યું કે હું બધાને અપીલ કરું છું કે કૃપા કરીને ઘરમાં જ રહો, ઘરની બહાર ત્યારે જ નીકળો જ્યારે જરૂરી હોય. માસ્ક પહેરો, પોતાના હાથ સાબુથી ધુઓ અને બધી જરૂરી સાવચેતી રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!