સાપ્તાહિક રાશિફળ : 7થી 13 ડિસેમ્બર સુધીના દિવસો કેટલા છે શુભ જાણવા વાંચો રાશિફળ

સાપ્તાહિક રાશિફળ : 7થી 13 ડિસેમ્બર સુધીના દિવસો કેટલા છે શુભ જાણવા વાંચો રાશિફળ

મેષ: ઘર-મકાનમાં પરિવર્તનની વાત થઈ શકે છે, સંપત્તિ દ્વારા લાભ થવાના સંકેતો છે. જૂના તૂટેલા સંબંધો માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. કેટલીક સમસ્યાઓ અંગત જીવનમાં રહેશે, સમસ્યાઓના નિરાકરણમાં તમારા પ્રભાવની નબળી સ્થિતિના કારણે સમસ્યાઓ થશે. તેથી, શોર્ટકટ્સનો આશરો ન લો અને સલામત રસ્તા પર ચાલતા રહો.

વૃષભ: આ સપ્તાહનો સમય તમને અનુકૂળ નથી, તેથી પોતાની જાતને વધારે ઉત્સાહીત ન કરો. જો કોઈ તક મળે તો તેને ઝડપી લેવી, આ સપ્તાહમાં તમારા સાથીઓ અને મિત્રો સાથે સૌમ્ય સંબંધ જાળવવાનો પ્રયાસ કરો, તે તમારા માટે વધુ સારું છે. આ અઠવાડિયું તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. તેથી સાવચેત રહો. દિનચર્ચામાં બદલાવ જણાય રહ્યા છે. પૈસાની દ્રષ્ટિએ તમારી સ્થિતિ નબળી દેખાય છે. તેને મજબૂત બનાવવાના દરેક પ્રયત્નો નકામા સાબિત થશે. આ સપ્તાહમાં એક પછી એક સમસ્યાઓ તમારી સામે આવી શકે છે.

મિથુન: મિત્રો સાથે તમારી સમસ્યાઓ શેર કરવાથી તેમની સલાહ લેવાથી મુશ્કેલીમાં મદદ મળશે, વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત થશે. તમારી દિનચર્યામાં ખલેલ થવાના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક જીવનમાં પણ થોડીક અવ્યવસ્થા રહેશે. તેથી જીવનસાથી સાથે વિવાદ ટાળો. અચાનક લાભ થવાની સંભાવના છે, તેથી હાથમાં આવેલી તકને ઝડપી લેવાનો પ્રયાસ કરો. જો કે આજે તમારા ધ્યેય પ્રત્યે વધારે ગંભીરતા રાખવી પડશે.

કર્ક: વિરોધી લિંગના કોઈ સાથી તમને આકર્ષિત કરી શકે છે. ભૂતકાળને ભુલી અને વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરો. કાર્યક્ષેત્રમાં નવી તકો ઝડપી લેવામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ ભણવામાં સંપૂર્ણ સમય આપી શકશે નહીં, પ્રેમ સંબંધોમાં પણ મધુર રહેશે. ધંધામાં નવી યોજનાઓ પર અમલ કરવામાં આવશે. અનિયમિતતા આરોગ્યને પ્રતિકૂળ બનાવી શકે છે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે. યોજના મુજબ કામ થશે નહીં. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. નોકરીમાં હેતુપૂર્વકની બઢતીની સંભાવના છે. તમારી બચતમાં વધારો થશે. તમારો પોતાનો પ્રભાવ વધશે. તમને તમારા અનુભવોમાંથી લાભ મળશે. નકારાત્મક વિચારોથી દૂર રહો.

સિંહ: કાર્યક્ષેત્રમાં તમે અગાઉ કરેલા પ્રયત્નોથી ફાયદા થવાનો સંકેત મળે છે. કામ કરવા માટે સમય સંતોષકારક છે, પરંતુ મિત્રતામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. મુસાફરી માટે સમય અનુકૂળ છે. એકંદરે આ સપ્તાહમાં તમારા માટેનો સમય કાઢી શકશો. આ સપ્તાહ દરમિયાન સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રીત કરો. સપ્તાહના અંત સુધીમાં એવું બને કે તમારે ફક્ત તમારી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, અન્યની સમસ્યાઓમાં પડવાથી વધુ નુકસાન થઈ શકે છે.

કન્યા: અજાણ્યા વ્યક્તિઓ તરફથી અણધાર્યા સમાચાર સાંભળવા મળશે. જે આનંદકારક રહેશે. સમય ઉત્તમ રહેશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટેનો આ શુભ સમય છે. વૈવાહિક અથવા પ્રેમ સંબંધો માટે આ સમય મિશ્રિત છે. વિદ્યાર્થીઓ આ સમયનો સારી રીતે ઉપયોગ કરવામાં સફળ રહેશે. કાર્યક્ષેત્રમાં પણ વિરોધી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. સપ્તાહના મધ્ય ભાગ બાદમાં સમયમાં થોડો સુધારો થશે અને તમે રાહતનો શ્વાસ લેશો.

તુલા: સમયની માંગ છે કે તમારે વધારે સાવચેત રહેવું. મુસાફરી કરતા પહેલાં પ્રિય ભગવાનને યાદ કરો. લાભ થવાના અનુમાન પર ધ્યાન આપી અને જોખમી કાર્ય ન કરો. સોમવાર પછી કાર્યક્ષેત્રમાં જે અવરોધો આવી રહી છે તે દૂર થશે અને પરિણામ તમારા માટે અનુકૂળ રહેશે. તમે કોઈ વાતથી દુ:ખી થશો. જો કે તેના પર વધારે વિચારવાથી કંઈ ખાસ થવાનું નથી. તમારે તમારા શુભેચ્છકોના પણ વિરોધનો સામનો કરવો પડી શકે છે. જીવન પ્રત્યેના તમારા અભિગમમાં વ્યવહારિક બનવાનો પ્રયત્ન કરો. સ્વાસ્થ્ય અને સંપત્તિમાં લાભ મળી શકે છે.

વૃશ્ચિક: બાળકોના કાર્ય અને જીવનમાં રસ વધશે. ધંધામાં નવા કરાર થશે. કાનૂની બાબતોમાં બેદરકારી ન રાખો. પ્રયત્નો અને સહયોગથી સુસંગતતા આવશે. નવા સંબંધો ફાયદાકારક સાબિત થશે. આર્થિક યોજનાઓ અમલમાં આવશે. નવી નોકરી મળવાની સંભાવના. વાહનથી ઈજાના યોગ છે. વાહન સાવધાનીથી ચલાવવું. કાર્યોમાં બાળકોની મદદ મળી શકશે. કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ થશે. તમે બદલી શકતા નથી તે બાબતોને મનમાં રાખવી જરુરી નથી. સરકારી અને વહીવટી કામોમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા બાળકોને પણ થોડી મુશ્કેલીઓ આવશે.

ધન: સ્પર્ધામાં સફળતા મળશે, સાહિત્ય સંગીતમાં લાભ મળશે. સંપત્તિ, ઘર, પારિવારિક બાબતોમાં નવી શરૂઆત કરી શકો છો. અટકેલા કાર્યને પૂર્ણ કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે. અન્ય લોકો માટે તમારી ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરો. આ અઠવાડિયામાં તમે તમારા નાણાંનું શેર બજારમાં રોકાણ કરી શકો છો. પ્રિયજનો સાથે સંપર્કમાં રહો, સંપર્ક છુટી ગયો હોય તો તેને વધારો. આ તમારા માટે નફાકારક સપ્તાહ છે જ્યાં સારી તકો તમારી રાહ જોય છે. કાર્યક્ષેત્રમાં કેટલાક વિશેષ લાભ થવાની અથવા નવી તકો મળવાની સંભાવના છે.

મકર: આવકનાં સાધનમાં વધારો થશે. આરોગ્યની દ્રષ્ટિએ, આ સપ્તાહ તમારા માતા અને તમારા માટે દુ:ખદાયક હોઈ શકે છે. આ સમયમાં મીડિયાને લગતા ક્ષેત્રોમાં જોડાયેલા લોકોને ધનલાભ થવાની સંભાવના છે. ધાકધમકી આપવાથી દૂર રહો. નવી યોજનાઓ અમલમાં આવશે. મોટા માણસો સાથે મુલાકાત થશે. વડિલોનું માર્ગદર્શન મળશે. સ્વ-શિક્ષણમાં રસ વધશે. આ અઠવાડિયે તમને રચનાત્મક ક્ષેત્રમાં વિશેષ મહત્વ મળશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિથી હળવાશ અને સંતોષની લાગણી અનુભવશો. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

કુંભ: આ સપ્તાહમાં તમે કોઈને કોઈ કારણથી દુ:ખી થશો અને તે પછી પણ કંઈ ખાસ થશે નહીં. તમારે તમારા શુભેચ્છકોની ટીકા અને વિરોધનો સામનો કરવો પડશે. જીવન પ્રત્યેના તમારા અભિગમમાં વ્યવહારિક બનવાનો પ્રયત્ન કરો. સ્વાસ્થ્ય અને સંપત્તિમાં લાભ મળી શકે છે. લગભગ દરેક સ્તરે એડજસ્ટમેન્ટ કરવું આવશ્યક છે, તમારે ધીરજથી કામ કરવું પડશે અને સતત આગળ વધવું પડશે. કુદરતી પ્રક્રિયામાં દખલ કરવી યોગ્ય નથી. સપ્તાહ દરમિયાન આરોગ્ય પ્રત્યે સભાન રહેવું, શિક્ષણ ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થશો.

મીન : આ સપ્તાહમાં ગ્રહોની સ્થિતિ તમને ખૂબ અનુકૂળ નથી જેના કારણે તમારે શાંતિથી સપ્તાહ પસાર કરવું. આ સપ્તાહમાં જીવનસાથી સાથે મતભેદો થઈ શકે છે. તેનાથી બચવું હોય તો પતિ-પત્નીએ એકબીજા સાથે થોડો સમય વિતાવવાનો પ્રયાસ કરો, જે વાત બગડી ગઈ છે તેને ફરીથી ગોઠવવામાં તમારી ઊર્જા ખર્ચાશે. આ સપ્તાહમાં રોકાણ સમજી વિચારીને કરવું. દસ્તાવેજી કામો વાંચીને કરવા જ ઉચિત છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ