સાપ્તાહિક રાશિફળ : 24 થી 30 મે સુધીનો સમય કેવો છે જાણો એક ક્લિક પર

સાપ્તાહિક રાશિફળ : 24 થી 30 મે સુધીનો સમય કેવો છે જાણો એક ક્લિક પર

મેષ – સપ્તાહ દરમિયાન વ્યસ્ત રહેશો. દોડધામ રહેશે. સપ્તાહની શરૂઆતમાં સફળતા પ્રાપ્ત થશે, કાર્યો ધાર્યા અનુસાર થશે. સપ્તાહના અંતિમ ભાગમાં સંભાળીને રહેવું. આ દિવસોમાં કોઈ જોખમ ન લેવું. સંવેદનશીલ રહેશો. પ્રિય વ્યક્તિની વાત મનદુખ કરશે તેનાથી વિવાદ થઈ શકે છે. આ સપ્તાહમાં મન, વાણી અને વ્યવહાર સંયમિત રાખવા.

વૃષભ – આ સપ્તાહ ભૌતિક સુખ, સાધનોમાં વધારો કરનાર હશે. સુખ અને આનંદના અવસર પ્રાપ્ત થશે. મહત્વપૂર્ણ અને લાભપ્રદ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. અટકેલું ધન અને અધુરા કામ પૂર્ણ થશે. આ સપ્તાહમાં કાર્યશૈલીમાં પરિવર્તન લાભ કરશે. સપ્તાહના અંતમાં સાવધાની રાખવી. જીવનસાથીનો સહયોગ મળશે. ખર્ચ થશે.

મિથુન – સપ્તાહનો આરંભ સુખદ હશે. વેપારમાં પ્રગતિ થશે. ધન લાભ થશે. સફળતાના યોગ છે, અટકેલા કામ પૂર્ણ થશે. સપ્તાહના મધ્યમાં પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. પ્રિયજનોનો સહયોગ મળશે, મનોબળ વધશે. સપ્તાહના અંતિમ દિવસોમાં અજાણ્યા લોકોથી સાવધાન રહેવું. યાત્રામાં સાવધાની રાખવી.

કર્ક – સપ્તાહના પહેલા ત્રણ દિવસ લાભકારક હશે. પરિશ્રમ અનુસાર સફળતા પણ મળશે. આ દિવસોમાં વ્યાપાર સંબંધિત યાત્રા લાભ કરશે. મન પ્રસન્ન રહેશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળ થશે. સપ્તાહના મધ્યમાં સતર્ક રહેવું. જે કામ કરો તેમાં સાવધાન રહેવું. આવક કરતાં ખર્ચ વધે તેવા યોગ સર્જાયા છે. સમજી,વિચારીને રોકાણ કરવું. સપ્તાહના છેલ્લા ત્રણ દિવસ અનુકૂળ હશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે.

સિંહ – સપ્તાહના પહેલા ત્રણ દિવસમાં સાવધાન રહેવું. અનિવાર્ય હોય તો જ યાત્રા કરવી. વાદ,વિવાદથી દૂર રહેવું. અકારણ થતા ખર્ચથી મન અશાંત રહેશે. સપ્તાહના મધ્યમાં સુખનો અનુભન થશે. મન પ્રસન્ન રહેશે. સપ્તાહના અંતિમ દિવસોમાં ધન પ્રાપ્તિના યોગ સર્જાશે.

કન્યા – સપ્તાહની શરૂઆત સુખદ હશે. સપ્તાહના મધ્યમાં ઉતાર,ચઢાવ થશે. સપ્તાહ મંગળકારી હશે. સુખદ ઘટનાઓથી મન પ્રસન્ન થશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. વાહન સાવધાનીથી ચલાવવું. સપ્તાહના અંતમાં વ્યસ્ત રહેશો.

તુલા – આ સપ્તાહ મિશ્રિત ફળ આપનાર હશે. વધારે સતર્ક અને સાવધાન રહેવું. વિરોધી વધારે સક્રિય રહેશે. વાદ, વિવાદના કારણે અનાવશ્યક ક્લેશ થશે. ધૈર્યપૂર્વક કાર્ય કરવા. સપ્તાહનો મધ્યભાગ સામાન્ય રહેશે. મનોરંજન કાર્યોથી સમય સારો પસાર થશે. પરિવારનો સહયોગ મળશે. ધન લાભ તેમજ કાર્ય સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક – સપ્તાહ સુખદ અને શુભ રહેશે. કાર્યક્ષેત્ર અને સમાજના લોકો તમને ભ્રમિત કરવાનો પ્રયાસ કરશે. પરંતુ કોઈની વાતોમાં ન આવવું. તમારી પ્રગતિથી નાખુશ લોકો તમને ગુમરાહ કરવા પ્રયત્ન કરશે. પરંતુ સપ્તાહ દરમિયાન તમારું ધ્યાન ઘર,પરિવારની ખુશીમાં લગાવવું. શત્રુ આ સપ્તાહમાં નિષ્ક્રિય રહેશે. આ સપ્તાહમાં આત્મવિશ્વાસમાં વધારો થશે. ધન આગમનના પ્રબળ યોગ છે.

ધન – સપ્તાહની શરૂઆતમાં જોશ અને ઉત્સાહ વધશે. મિત્રો સહયોગ કરશે. ઈચ્છા પૂરી થશે. જે કામ કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના મધ્યમાં ઉથલપાથલ થઈ શકે છે. કોઈ વાદ, વિવાદમાં ન પડો. વાણી પર નિયંત્રણ રાખો. પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. સપ્તાહના અંતિમ ત્રણ દિવસો સામાન્ય રહેશે. લાભ નહીં થાય તો આ સપ્તાહમાં નુકસાનથી પણ બચી જશો. મન ભટકશે, માનસિક શાંતિ માટે યોગની મદદ લેવી.

મકર – સપ્તાહના પ્રારંભથી મધ્ય ભાગ સુધી કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. સહયોગીઓની મદદ મળશે. કાર્યની વ્યસ્તતા રહેશે. લાભ થશે. રોજગારના નવા અવસર પ્રાપ્ત થશે. સપ્તાહના અંતિમ દિવસોમાં પરિસ્તિથિ વિપરીત રહેશે. મિત્ર પણ શત્રુવત વ્યવહાર કરશે. ખર્ચ વધશે.

કુંભ – ઉત્સાહ ભરેલું સપ્તાહ રહેશે. અટકેલા કામ પૂર્ણ થશે. ભાગ્ય સાથ દેશે. સીક્રેટ્સ કોઈને કહેવા નહીં. સામાજિક કાર્યોના કારણે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કાર્યની વ્યસ્તતાના કારણે મન શાંત રહેશે. સપ્તાહના અંતે લાભ થશે.

મીન – ત્રણ દિવસ સાવધાન રહેવું. કાર્ય હાનિ, વાદ, વિવાદના યોગ સર્જાઈ રહ્યા છે. વાહન સાવધાનીથી ચલાવવું. પ્રિય વસ્તુને સાચવીને રાખવી. સપ્તાહની મધ્ય સ્થિતિ નિયંત્રણમાં રહેશે. અંતિમ દિવસોમાં અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. વિધ્ન દૂર થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ