સરકારે કર્યો મોટો ખુલાસો, સોશિયલ મીડિયાના કર્મચારીઓને કોઈને મારી નાખવાની ધમકી નથી આપી, જાણો શું છે મામલો

સોશિયલ મીડિયાને લઈને થોડો સમય પહેલાં મોટા પાયે ધબધબાટી બોલી ગઈ હતી અને સમાચારો પણ વાયરલ થઈ રહ્યા હતા. ત્યારે હવે આ બાબતે મોટો ખુલાસો થયો છે અને કેન્દ્રીય માહિતી અને તકનીકી મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારે ક્યારેય ટ્વિટરના કર્મચારીઓને કંઈ પણ ધમકી આપી નથી અને માત્ર ટ્વીટર જ નહીં કોઈ પણ સોશિયલ મીડિયા કંપનીના કર્મચારીઓને જેલમાં મોકલવાની ધમકી આપી નથી. આ સાથે મંત્રાલય દ્વારા જાણવામાં આવ્યું હતું કે ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વિટરના કર્મચારીઓને જેલની સજા આપવાના આ સમાચારો તદ્દન ખોટા છે.

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અન્ય ધંધાઓની જેમ જ ભારતના કાયદા અને બંધારણનું પાલન કરવા માટે બંધાયેલ છે. જેથી કોઈ પણ કર્મચારીને આવી ધમકી આપવાનો સવાલ જ ઉભો નથી થતો. સંસદમાં પણ હાલમાં આ બાબતે ચર્ચા થઈ હતી. સંસદમાં આ દરમિયાન સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા વપરાશકારો સરકાર કે વડા પ્રધાન અથવા કોઈપણ મંત્રીની ટીકા કરી શકે છે, પરંતુ હિંસા, સાંપ્રદાયિક વિભાગો અથવા આતંકવાદના ફેલાવાને રોકવા પડશે. જો હિંસા ફેલાય તેવી બાબત કરતો કોઈ વ્યક્તિ જણાશે તો તેના વિરુદ્ધ જરૂર કાયદાકીય પગલાં લેવામાં આવશે.

image source

જાન્યુઆરી મહિનામાં આ બાબતે સરકારે ટ્વીટરને જાણ પણ કરી હતી. તે સમયે ટ્વિટરને ખેડૂત આંદોલન અંગેના ખોટાં સમાચાર પ્રસારિત કરતી સેંકડો પોસ્ટ્સ, એકાઉન્ટ્સ અને હેશટેગ્સને હટાવવા માટે આદેશ આપ્યો હતો. સરકારે હતું કે આ નિયમોનું ઉલ્લંઘન છે. મળતી માહિતી મુજબ શરૂઆતમાં ટ્વિટર સંપૂર્ણ રીતે આ નિયમોનું પાલન કરતું ન હતું. આ પછી સરકારે જ્યારે આ અંગે દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવા અંગે ભાર મૂક્યો ત્યાર પછી નિયમોનું પાલન થતું હોય તેવું દેખાયું.

image source

આ સાથે મંત્રાલયે કહ્યું છે કે સોશિયલ મીડિયા માટે તાજેતરમાં જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કંપનીઓને તેના વપરાશકર્તાઓ માટે સહાય કારક નીવડશે. આ માર્ગદર્શિકા અંગે જાણવા મળ્યું છે કે એક ગંભીર ફરિયાદ નિવારણ પદ્ધતિ બનાવવા માટે તેમા જણાવવામાં આવ્યું છે.

image source

આ સાથે ધમકીની બાબતે નકારતા સરકારે કહ્યું છે કે કોઈપણ સરકારી વાતચીતમાં મૌખિક કે લેખિત દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કર્મચારીઓને જેલમાં મોકલવાની કોઈ ધમકી આપવામાં આવી નથી. હવે જોવાનું રહ્યુ કે આા નવી માર્ગદર્શિકા સાથે શું ફેરફારો જોવા મળે છે અને કર્મચારી જ નહીં પણ સામાન્ય માણસના જીવનમાં પણ આ રીતે ફેલાતી અફવાને અટકાવવામાં કેટલી સફળતા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!