સસ્તા અનાજ વિતરણને લઈ મોટા સમાચાર, દિલ્હીમાં પણ લાગૂ થઈ આ મોટી સુવિધા

રેશનકાર્ડના લાભાર્થીઓ માટે ઘણા સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં લોકોને આસાનીથી સસ્તા અનાજનું લાભ મળી શકશે.

image soucre

કેન્દ્ર સરકાર દેશના ઘણા રાજ્યોમાં મફત રાશન આપી રહી છે. જેમાં ઘણા રાજ્યોમાં પણ મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. જો કે આ અંતર્ગત દિલ્હી એનસીઆરના વિસ્તારમાં વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ થયા બાદ અન્ય રાજ્યોના લોકોને પણ મફત રાશન મળવાનું શરૂ થઈ ગયું છે. આ સિવાય યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડમાં તો રાશનકાર્ડ વગર પણ લોકોને મફત અનાજના વિતરણનો લાભ આપવામાં આવી રહ્યો છે.

image socure

પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના વન નેશન વન રેશન કાર્ડને લાગૂ કરવાની દિશામાં મહત્વની પ્રગતિ થઈ છે. નવા રેશનકાર્ડની સાથે જૂના રેશનકાર્ડમાં નામ ઉમેરવા અને કમી કરવાના કામને પણ હાલમાં વેગ આપવામાં આવી રહ્યો છે, પરંતુ આ માટે લોકોએ તેમનું રેશનકાર્ડ આધાર અથવા બેંક ખાતા સાથે રજિસ્ટર્ડ કરાવવું જરુરી છે. મધ્યપ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને દિલ્હી NCR માં પણ તાજેતરમાં સસ્પેન્ડ કાર્ડ્સને ફરીથી લિંક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

image soucre

દિલ્હી સરકાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડ સ્કીમ હેઠળ અનાજનું વિતરણ હવે તમામ ઈ-પીઓએસ દ્વારા અમલમાં મુકવામાં આવી રહ્યું છે. જેના હેઠળ, લાભાર્થીઓ કાર્ડ વિના પણ મફત રાશન મેળવી શકશે, પરંતુ આ માટે, તમારા કાર્ડને આધાર અથવા બેંક સાથે નિશ્ચિત કરવું ફરજિયાત છે. આ સિવાય, દિલ્હી સરકારે એવી સુવિધા આપી છે કે જો લોકોનું આરોગ્ય સારું નથી અથવા કોઈ કારણસર રાશનની દુકાનમાં જઈ શકતા નથી, તો અન્ય કોઈ વ્યક્તિ પણ લાભાર્થીનું અનાજ તેના કાર્ડ પર લઈ આવી શકે છે.