વિશ્વમાં પ્રથમ વખત આવું ઓપરેશન સફળ રહ્યું, ચંદીગઢમાં 16 મહિનાની બાળકીનું બ્રેન-ટ્યૂમર નાકમાંથી કાઢવામાં આવ્યું

હાલમાં એક ઓપરેશન વિશે ખુબ વાત કરવામાં આવી રહી છે અને લોકો કહી રહ્યા છે કે આવું ઓપરેશન વિશ્વમા પ્રથમ વખત કરવામાં આવ્યું છે અને સફળ રહ્યું છે, આ વાત ભારતની જ છે. તો આવો વિગતે જાણીએ કે આખરે આ ઓપરેશનમાં એવું તો શું ખાસ છે. આ વાત છે ચંદીગઢની કે જ્યાં PGIના ડોક્ટરોએ ઉત્તરાખંડની 16 મહિનાની બાળકી અમાયરાની બ્રેન-ટ્યૂમર નાકમાંથી કાઢીને સફળ ઓપરેશન કર્યું છે. આટલી ઓછી ઉંમરના દર્દી પર આ પ્રકારની સર્જરી કરવામાં આવી હોય એવી આ પ્રથમ સર્જરી છે અને જેના કારણે જ ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો ટ્યૂમર ત્રણ સેન્ટિમીટરની હતી. એ દર્દીની ઉંમરના હિસાબથી ઘણી મોટી છે. 2019માં સ્ટેનફોર્ડમાં 2 વર્ષના બાળક પર આ પ્રકારની સર્જરી થઈ હતી. 6 જાન્યુઆરીએ ટીમે 6 કલાક સર્જરી કરીને આ ટ્યૂમર કાઢી હતી. સૌથી સારી વાત એ છે કે હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે. તેને શુક્રવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે.

image source

જો અમાયરા વિશે વાત કરીએ તો મૂળ હરિદ્વારાની રહેનારી છે. ઉલ્લેખની છે કે દેખાતું ન હોવાની ફરિયાદની સાથે આ બાળકીને PGIને રિફર કરવામાં આવી હતી. જો તેના પરિવાર વિશે વાત કરીએ તો અમાયરાના પિતા કુર્બાન અલી કપડાંની દુકાન ચલાવે છે. પિતાએ આ કેસ વિશે વાત કરી કે આ વાત 20 ડિસેમ્બરની છે. સાંજે 4 વાગ્યે અમાયરા સૂઈને ઊઠી. માતા ગુલનારે તેને ખોળામાં લીધી અને ચિપ્સ ખવડાવવાની કોશિશ કરી હતી. ચિપ્સ પકડવાની કોશિશમાં તે આમતેમ હાથ મારવા લાગી. બસ આ ઘટના પછી જ અમને શક ગયો કે બાળકીને કદાચ યોગ્ય રીતે દેખાઈ રહ્યું નથી.

આગળની વાત કરતાં હરિદ્વારાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સીટી સ્કેન અને પછીથી MRI કરાવ્યું. એમાં ટ્યૂમરનો ખ્યાલ આવ્યો. તેને PGI ચંદીગઢ રિફર કરવામાં આવી. પછીની પ્રોસેસ વિશે પિતાએ કહ્યું કે, અમે 23 ડિસેમ્બરે જ PGI આવી ગયા. અહીં ડોક્ટરોએ કહ્યું કે સર્જરી જ એનો ઉપાય છે અને તે પણ નાકમાંથી કરવી પડશે. મેં કહ્યું- ડોક્ટર સાહેબ, જે કરવું હોય એ કરો, મારી છોકરીની સાજી કરી દો. ઓપરેશન પછી હવે અમાયરાને દેખાવવા લાગ્યું છે. મારી પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હતું. દવાઓ અને નાના-મોટા ખર્ચ સિવાય સમગ્ર સર્જરી ફ્રીમાં થઈ ગઈ છે. ત્.યારે હવે આ દીકરીને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તબિયત પણ નાજુક છે જે સૌથી સારી વાત છે.

image source

આ કેસ વિશે ડો.દંડપાણિ એસએસ વિગતે વાત કરે છે કે, બાળકીના બ્રેનના નીચેના ભાગમાં ત્રણ સેન્ટિમીટરની ટ્યૂમર હતી. ડોક્ટરની ભાષામાં જો વાત કરીએ તો તેને ક્રેનિયોફ્રેનિંજિયોમાં કહે છે. જો સ્કલ જોઈને કદાચ સર્જરી કરવામાં આવી હોત તો ભવિષ્યમાં મુશ્કેલી થવાની સંભાવના હતી, જેના લીધે નાક દ્વારા સર્જરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આખી પ્રોસેસ વિશે વાત કરવામાં આવે તો 6 જાન્યુઆરીની સવારે 7.30 વાગ્યે બાળકીને ઓપરેશન થિયેટરમાં લાવવામાં આવી. તેને એનેસ્થીસિયાનો ડોઝ આપવામાં આવ્યો. સ્કલને નેવિગેશન દ્વારા કમ્પ્યુટર સાથે જોડવામાં આવી.

ત્યારબાદની વાત કરતાં ડોક્ટરે જણાવ્યું કે, સવારે 9 વાગ્યે ઓપરેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. નાકમાંથી બ્રેન સુધી પહોંચવા માટે ડ્રિલ પણ કરવામાં આવ્યું હતું. કમ્પ્યુટર ટાર્ગેટ સુધી પહોંચવાનો રસ્તો બતાવી રહ્યું હતું. આટલી નાની બાળકીના હાડકાંઓ મેચ્યોર હોતાં નથી અને નસો ખૂબ જ નાની હોય છે, એવામાં ટાર્ગેટ સુધી પહોંચવામાં ત્રણ કલાક લાગ્યા હોવાની વાત પણ ડોક્ટરે કરી હતી. બપોરે 12 વાગ્યા સુધીમાં અમે ટ્યૂમરના નાના-નાના ટુકડા કર્યા અને નાકના રસ્તેથી જ તેને બહાર કાઢી. એમાં પણ ત્રણ કલાકનો સમય લાગ્યો. પછી HD એન્ડોસ્કોપીથી અંદર જઈને જોયું તો બધું બરાબર હતું. અડધા કલાક પછી બાળકીને ભાન આવ્યું હોવાની વાત કરી હતી.

image source

એ જ રીતે ઓપરેશન વિશે વાત કરતાં ડો.રિજુનીતા ગુપ્તાએ જણાવ્યું કે-સર્જરીની એક રાત પહેલાં જ હું વિચારી રહી હતી કે આ પ્રોસેસ કઈ રીતે પૂરી કરવામાં આવે. બાળકી માટે ખાસ પ્રકારનાં નાનાં હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2.7 મિલીમીટરના પીડિયાટ્રિક એન્ડોસ્કોપનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. માઈક્રો ઈયર સર્જરી ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પણ આ વાતમાં પડકાર વિશે વાત કરી કે બાળકીના નશકોરા 5-6 મિલીમીટરના હતા અને ઘણાં ઉપકરણોનો એકસાથે ઉપયોગ થવાનાં હતાં ડેના કાણણે બ્રેન ફ્લૂઈડ(મગજનું પાણી) બહાર આવવાનું પણ ખુબ જોખમ હતું. પછી સોલ્યુશન માટે વિચાર્યું કે નેજો પેપ્ટલ ફ્લેપનો ઉપયોગ કરીએ.

રજનીએ વાત કરીએ કે આટલા નાના બાળકના નાકની અંદર લઈ જવા અને રિપેર કરવા સરળ ન હતા. સાઈનસ ડેવલપ થયું ન હતું, જોકે હીરાની ડ્રિલથી બીજો રસ્તો બનાવ્યો. નેવિગેશનની પણ જરૂરિયાત હતી, કારણ કે થોડી બેદરકારીથી બ્રેનની વેસલ્સને નુકસાન થવાની શકયતા હતી. કમ્પ્યુટરની મદદથી સતત જોતા રહ્યા કે વેસલ્સને નુકસાન ન પહોંચે. જ્યાં સુધી ત્યાં ન પહોંચ્યા ત્યાં સુધી ન્યુરો સર્જને આગળનું કામ સંભાળ્યું. પછીથી રીકન્સ્ટ્રક્શન સર્જરી મલ્ટીલેયર્ડ ટેક્નિકથી કરવામાં આવી. ત્યારે હાલમાં આ બાળકી સ્વસ્થ છે અને સરસ જીવી રહી છે. એ જ રીતે હાલમાં આખા વિશ્વમાં આ કેસની ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકો આ કામને વખાણી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત