સવા લાખમાં વેચાતા iPhoneને બનાવવામાં થાય છે માત્ર આટલા રૂપિયાનો જ ખર્ચ, કિંમત જાણીને તમને પણ નહિં આવે વિશ્વાસ

એપલ કંપનીએ ગયા મહિને IPhone 12 સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. આ સીરીઝના આધારે કંપનીએ 1-2 નહીં પણ 4 ફોન્સ (આઈફોન 12 મિની, આઈફોન 12, આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ) લોન્ચ કર્યા હતા. હવે નવા IPhoneને તૈયાર કરવામાં કેટલો ખર્ચ આવે છે તેની એક ખાસ ડિટેલ્સ સામે આવી છે. તમે આ ખર્ચ જાણીને નવાઈ પામશો અને સાથે વિચારશો કે ફક્ત 30000 રૂપિયામાં બનનારા ફોનની કિંમત સવા લાખ રૂપિયા..જી હા, આવો જાણીએ કઈ રીતે નક્કી થાય છે તમારી સૌની પસંદના સૌથી મોંઘા IPhoneની કિંમત.

image source

91 મોબાઈલ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે IPhone 12ના 64 જીબી વેરિએન્ટને કુલ કમ્પોનન્ટની કિંમત 373 ડોલર એટલે કે લગભગ 27500 રૂપિયાની છે. આ વેરિએંટ ભારતમામં 79900 રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે IPhone 12 પ્રો બનાવવામાં 406 ડોલર એટલે કે લગભગ 30000 રૂપિયાનો ખર્ચ આવે છે. પરંતુ ભારતમાં તેને 1,19,900 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે.

image source

બિલ ઓફ મેટેરિયલ્સે ખુલાસો કર્યો છે કે IPhone 12 અને IPhone 12 પ્રોના બિલ ઓફ મેટેરિયલ્સનો ખુલાસો 2 કંપનીઓએ મળીને કર્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ડિવાઈસમાં લગાવેલા દરેક કમ્પોનન્ટ્સ પર કુલ ખર્ચનો અંદાજ તેના બિલ ઓફ મેટેરિયલ્સના આઘારે સરળતાથી આવી જાય છે.

IPhoneના કયા પાર્ટ્સ છે મોંઘા

image source

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે IPhone 12 અને IPhone 12 પ્રોના સૌથી મોંઘા પાર્ટ તેમાં લગાવેલા ક્વોલકોમ એક્સ55 5જી મોડેમ અને સેમસંગની તરફથી મેન્યુફેક્ચર કરાયેલી ઓએલઈડી ડિસ્પ્લે છે. આ સિવાય સોનીના કેમેરા સેંસર્સ અને એ14 બાયોનીકિ ચીપની કોસ્ટ પણ વધારે છે.

કયા પાર્ટ્સની કિંમત કેટલી છે તે પણ જાણો

image source

ક્વોલકોમ પ્રોસેસરની કિંમત લગભગ 90 ડોલર એટલે કે 6600 રૂપિયા અને ઓએલઈડી ડિસ્પ્લેની કિંમત 70 ડોલર એટલે કે 5200 રૂપિયા રખાઈ છે. આ સિવાય ફ્લેશ મેમરીની કિંમત 19.2 ડોલર એટલે કે 1430 રૂપિયા અને સોનીના કેમેરાની કિંમત 7.9 ડોલર એટલે કે 584 રૂપિયાની રાખવામાં આવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે નવા કમ્પોનન્ટની જગ્યા આપવા માટે IPhone 12ની બેટરી કેપેસિટીને 10 ટકા ઘટાડવામાં આવી છે.

શા માટે મોંઘો હોય છે IPhone

image source

IPhone 12 ની સીરીઝને તૈયાર કરવા માટે અલગ અલગ દેશના અનેક કમ્પોનન્ટ્સ આવે છે. આઈફોન માટે 26.8 ટકા કમ્પોનન્ટ્સ સાઉથ કોરિયાથી , અમેરિકા અને યૂરોપથી 21.9 ટકા પાર્ટ્સ અને ચીનથી 5 ટકા તો જાપાનથી 13.6 અને તાઈવાનથી 11.1 ટકા પાર્ટ્સનો સપ્લાય કરાય છે. ફાઈનલ પ્રોડક્ટ માર્કેટમાં આવે છે ત્યારે પ્રોફિટ સિવાય અનેક પ્રકારના ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યૂટી જોડવામાં આવે છે. આ કારણ છે કે આઈફોન આટલો મોંઘો બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત