Site icon News Gujarat

રણવીર સિંહનો પગ પકડી કેમેરા સામે કંઈક આવું કરવા લાગી રાખી સાવંત, બધા જોઈને થઇ ગયા દંગ

રણવીર સિંહ અને રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં આ બંને સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ પછી બંનેએ કેમેરા સામે એવી રીતે પોઝ આપ્યા કે લોકો દંગ રહી ગયા.

એવોર્ડ શોનો પ્રસંગ હતો

ખરેખર, મુંબઈમાં તાજેતરમાં ITA 2022 એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડથી લઈને ટેલિવિઝન જગતના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન રાખી સાવંત અને રણવીર સિંહ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા.

સાથે કર્યો ડાન્સ

રણવીર સિંહને જોઈને રાખી સાવંત ખૂબ જ ખુશ થઈ ગઈ. આ પછી બંનેએ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ના ‘તતાર-તતાર’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો.

બંને વિચિત્ર ડ્રેસમાં પહોંચ્યા

આ અવસર પર રણવીર સિંહ અને રાખી સાવંત હંમેશની જેમ તેમના અસામાન્ય કપડામાં પહોંચ્યા હતા. રણવિસ સિંહ કાળા રંગનો કોટ અને પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો. કોટની એક બાજુ સફેદ સ્લીવ્ઝ હતી. આ સાથે અભિનેતાએ સફેદ રંગના ગોગલ્સ સાથે હાઈ બન પણ બનવી હતી. બીજી તરફ, રાખી સાવંત બ્લેક ટાઈટ્સ સાથે ડીપ નેક બ્રેલેટ અને ઉપરથી એક નાનું ગ્લોરી જેકેટ પહેરેલી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે રાખીના ડ્રેસ કરતાં પણ તેના માથા પરના ગુલાબના ફૂલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જે તેના ચહેરાના કદ કરતાં ઘણું મોટું હતું.

કેમેરા સામે આવા પોઝ આપવા લાગ્યા

ડાન્સ કર્યા બાદ આ બંને સ્ટાર્સ કેમેરા સામે જોરદાર પોઝ આપવા લાગ્યા. પોઝ આપતી વખતે રણવીર સિંહે અચાનક પોતાનો એક પગ ઉપાડ્યો, જેને રાખી સાવંતે પકડ્યો અને કેમેરા સામે અલગ-અલગ એક્સપ્રેશન સાથે પોઝ આપવાનું શરૂ કર્યું.

Exit mobile version