SBIના કરોડો ગ્રાહકોને મળશે 2 લાખ સુધીનું વીમા કવર, બિલકુલ મફતમાં મેળવવા માટે બસ આટલું કરો

બેંકો પોતાનાં ગરહકો માટે અવારનવાર અનેક ઓફરો લઈને આવતી હોય છે. હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ તેનાં ગ્રાહકો માટે એક ફાયદાની ઓફર લઈને આવી છે જે વિશે અહી માહિતી આપવામાં આવી છે. આ ઓફરમાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા તમામ જન ધન ખાતાધારકોને 2 લાખ રૂપિયા સુધીનું મફત ઈન્શ્યોરેંસ કવરનો લાભ મળશે.

આ રીતે તમને 2 લાખનું અકસ્માત કવર:

image source

મળતી માહિતી મુજબ વીમાની રકમ એસબીઆઈ દ્વારા તેમના જનધન ખાતાને ગ્રાહકોને ખોલવાની અવધિ અનુસાર નક્કી કરવામાં આવશે. 28 જાન્યુઆરી 2018 સુધી વડા પ્રધાન જન ધન યોજના (પીએમજેડીવાય)માં જો ખાતું ખોલવામાં આવ્યું છે તો તેવા ગ્રાહકોને તેમને આપવામાં આવેલા રૂપે પીએમજેડીવાય કાર્ડ પર 1 લાખ રૂપિયા સુધીની વીમા રકમ મળશે. જ્યારે 28 ઓગસ્ટ 2018 પછી આપવામાં આવેલા કાર્ડ પર આકસ્મિક કવરનો લાભ 2 લાખ રૂપિયા સુધીનો મળશે.

આ લોકોને મળશે લાભ:

image source

પ્રધાનમંત્રી જન ધન યોજના એક એવી યોજના છે જે હેઠળ દેશના ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) અંતર્ગત ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આમાં કોઈ પણ વ્યક્તિ જન ધન ખાતું ઓનલાઇન ખોલી શકે છે અથવા કેવાયસી દસ્તાવેજો સબમિટ કરીને બેંકની મુલાકાત લઈ શકે છે. એટલું જ નહીં કોઈ પણ તેમના બચત બેંક ખાતાને જન ધનમાં રૂપાંતરિત કરી શકે છે. આમાં RuPay બેંક દ્વારા આપવામાં આવે છે. આ ડેબિટ કાર્ડનો ઉપયોગ આકસ્મિક મૃત્યુ વીમા, ખરીદી સુરક્ષા કવર અને અન્ય ઘણા ફાયદા માટે થઈ શકે છે

આ યોજના માટે કોણ પાત્ર છે:

image source

જન ધન ખાતા ધારકોને RuPay ડેબિટ કાર્ડ હેઠળ અકસ્માત મૃત્યુ વીમાનો લાભ મળશે. જ્યારે વીમાધારક અકસ્માતની તારીખથી 90 દિવસની અંદર કોઈ પણ ચેનલ, ઇન્ટ્રા અથવા ઇન્ટર બેંક બંને પર કોઈ નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહાર કરે છે તો આવા કિસ્સામાં તેમને આ રકમ ચૂકવવામાં આવશે.

કેવી રીતે લેવો આ લાભ:

ક્લેમ મેળવવાં માટે તમારે સૌથી પહેલાં તો ક્લેમ ફોર્મ ભરવું પડશે. આ સાથે મૂળ મૃત્યુ પ્રમાણપત્ર અથવા તેની પ્રમાણિત નકલ જોડવી પડશે. એફઆઈઆર ઓરિજનલ અથવા પ્રમાણિત નકલ જોડવની રહેશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ પણ હોવો જોઈએ. આ સિવાય આધારકાર્ડની નકલ અને કાર્ડધારક પાસે RuPay કાર્ડનું એફિડેવિટ બેંક સ્ટેમ્પ પેપર પર આપવું પડશે. બધા દસ્તાવેજો 90 દિવસની અંદર સબમિટ કરવા પડશે. ઉમેદવારીપત્રનું નામ અને બેંક વિગતો પાસબુકની નકલ સાથે સબમિટ કરવાની રહેશે.

image source

જરૂરી દસ્તાવેજો:

  • 1. વીમા ક્લેમ ફોર્મ.
  • 2. મૃત્યુ પ્રમાણપત્રની એક નકલ.
  • 3. કાર્ડધારક અને નામાંકિત વ્યક્તિનાં આધારની નકલ.
  • 4. મૃત્યુ અન્ય કારણોસર થયું હોય તો રાસાયણિક વિશ્લેષણ અથવા એફએસએલ રિપોર્ટ સાથેની પોસ્ટ મોર્ટમ રિપોર્ટની નકલ.
  • 5. અકસ્માતની વિગતો આપતી એફઆઈઆર અથવા પોલીસ રિપોર્ટની મૂળ અથવા પ્રમાણિત નકલ.
  • 6. અધિકૃત સહી કરનાર અને બેંક સ્ટેમ્પ દ્વારા યોગ્ય રીતે સહી કરેલા કાર્ડ આપતી બેંક વતી લેખીત.
  • 7. તેમાં બેંક અધિકારીના નામ અને ઇમેઇલ આઈડી જેવા સંપર્કની વિગતો હોવી જોઈએ.

આ ઓફરોનો લાભ લેવા માટે ઉપર આપેલા ડોક્યુમેન્ટ રેડી કરી બેંકમાં એપ્લાય કરી શકો છો. આ મુજબ ખાતું ધરાવતાં લોકોની સંખ્યા કરોડોમાં છે જેથી આ યોજનાનો ફાયદો મોટી સંખ્યામાં લોકો લઈ શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!