ગાડી વેચતી વખતે સારા રૂપિયા લેવા હોય તો જાણો કઇ-કઇ બાબતોનુ રાખશો ખાસ ધ્યાન

આજકાલ લોકો ૩ થી ૫ વર્ષમાં જ પોતાની કારને બદલી દે છે જયારે કેટલાક લોકો તો એવા પણ હોય છે જેઓ બે વર્ષની અંદર જ પોતાની કારને વેચી દેતા હોય છે, ખરેખરમાં, હવે દર વર્ષે નવા નવા મોડલ આવવાના કારણે લોકોના મનમાં નવી કાર ખરીદવાનો વિચાર આવતા રહે છે.

image source

આવામાં જો આપ પણ પોતાની જૂની કારણે વેચવાનું વિચારી રહ્યા છો અને ઈચ્છો છો કે, આપને સારી કીમત મળે, તો અહિયાં અમે આપને કેટલીક ખાસ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે આપના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

માર્કેટ વેલ્યુની ખબર કરો.:

image source

જયારે પણ આપ કાર વેચવાની તૈયારી કરો છો તો એની પહેલા જો આપ પોતાની કારની રીસેલ વેલ્યુની જાણકારી મેળવી લેવી જોઈએ તો આપને સરળતા રહેશે, સાથે જ આપને આ અંદાજ લગાવી શકશો કે કારની ડીમાંડ કેટલી રાખવાની છે. એના માટે આપ ઈન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકો છો, ડીલર સાથે વાત કરી શકો છો. એના માટે આપ ત્રણ થી ચાર ડીલર્સ સાથે પણ વાત કરી શકો છો.

કારની કંડીશન સારી હોય.:

image source

યાદ રાખવું જોઈએ કે, આપની કાર જેટલી સાફ- સુથરી હશે અને સારી કંડીશનમાં હશે, આપને એની એટલી જ સારી કીમત મળશે. એટલા માટે કારને બતાવતા પહેલા તેને સારી રીતે વોશ અને સફાઈ કરી લેવી. વધારે સારું રહેશે કે જો આપ કારને વોશિંગ માટે કોઈ સર્વિસ સેન્ટરમાં કરાવી લો.

કીમત વધારીને જ જણાવો.:

image source

આપે યાદ રાખવું જોઈએ કે, આપની કારની જેટલી માર્કેટ વેલ્યુ કે રીસેલ વેલ્યુ છે, આપને તેની કીમતથી અંદાજીત ૧૦ થી ૧૫ હજાર રૂપિયા વધારે જ જણાવવી જોઈએ, કેમ કે ભાવતાલ કરતા સમયે અને ત્યાર પછી ભાવ ઓછા કરવા પડે છે. ફિક્સ ભાવમાં કાર વેચવાથી બચવું જોઈએ.

બધા પેપર્સ તૈયાર રાખો.:

image source

જયારે પણ કોઈને કાર બતાવવા માટે કે પછી વેચવા માટે જઈ રહ્યા છો તો કારના બધા જ પેપર્સને પોતાની સાથે રાખો. જેથી સામે વાળી વ્યક્તિને આપની પર પૂરો વિશ્વાસ થઈ શકે. આપ સર્વિસ રેકોર્ડ્સ, ટાયર અને બેટરીની વોરંટીની રસીદ પણ સંભાળીને રાખવી.

જાહેરાત આપવાનું ફાયદાકારક.:

image source

જો આપ કારને વેચવા માટે જો જાહેરાત આપવા જઈ રહ્યા છો તો ધ્યાન આપવું કે, જાહેરાત માટે કારની સારી ગુણવત્તા વાળી ફોટો હોવી જોઈએ, એનાથી ઇમ્પ્રેશન સારી પડે છે.

ગાડીના બધા પેપર્સ.:

image source

કાર વેચતા પહેલા કારની કોઈ આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ હોય તો તેને ક્લીયર કરી લેવી, ત્યાર પછી જ કાર વેચવા માટે મુકવી. જયારે ડીલ નક્કી કરી રહ્યા છો તો ભાવતાલ યોગ્ય રીતે કરો પરંતુ વધારેથી વધારે પૈસા પડાવવાના પ્રયત્ન કરવા નહી. આપ પેમેન્ટ ચેક કે પછી કેશમાં કોઇપણ રીતે લઈ શકો છો. જો આપને પેમેન્ટ ચેકમાં મળી રહી છે તો ચેક ક્લિયર થઈ ગયા પછી જ ગાડીના બધા પેપર્સ આપવા જોઈએ.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત