Site icon News Gujarat

આ શહેરમાં બની કરૂણ ઘટના, દિકરો આખા શહેરમાં ભટકતો રહ્યો, કોઈ હોસ્પિટલમાં બેડ ન મળ્યો અને પિતાનું થયું મોત

કોરોનાથી ચેપગ્રસ્ત પિતાને પુત્ર આખા લખનૌની હોસ્પિટલોમાં લઈને દોડી રહ્યો હતો અને તેના પિતા માટે બેડ મળી શક્યો ન હતો. વૃદ્ધ પિતાનું સારવારના અભાવે ઘરે મોત થયું હતું. હાલમાં આ ઘટનાને જોઈ લખનૌમાં સ્વાસ્થ્ય સુવિધાઓની હાલતનો અંદાજ લગાવી શકાય છે.

image source

ઓક્સિજન સિલિન્ડર લઇને હોસ્પિટલોની સફર કરી રહેલા કોવિડ -19 દર્દી સુશીલ કુમાર શ્રીવાસ્તવનું સારવારના અભાવે મોત નીપજ્યું છે. મૃતક સુશીલકુમાર શ્રીવાસ્તવના પુત્ર આશિષ શ્રીવાસ્તવે પોતાની વેદના વર્ણવતા એક ટીવી ચેનલ પર વાત કરતાં કહ્યું કે “પપ્પા માટે આખો દિવસ હોસ્પિટલ જોયા પછી, અમે તેને ઘરે પાછા લાવ્યા હતા. ઓક્સિજન ઓછું થયા પછી, તે ફરીથી ખાનગી હોસ્પિટલમાં પ્રવેશ મેળવવો ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ ત્યાં પહોંચતા ડોક્ટરોએ કહ્યું કે તમે તેને લાવવામાં મોડું કરી નાંખ્યું.

મૃતક સુશીલકુમાર શ્રીવાસ્તવના પુત્ર આશિષ શ્રીવાસ્તવે એમ પણ કહ્યું હતું કે સરકાર તરફથી કોઈ મદદ મળી ન હતી, જો કે તેઓએ સરકારી વેબસાઇટ પર ઓનલાઇન ભરતી માટે રજીસ્ટ્રેશન પણ કર્યું હતું, આ પછી પણ તેઓ બેડ મેળવી શક્યા નહીં.

image source

ગઈકાલે સુશીલકુમાર શ્રીવાસ્તવ કોવિડ-19 થયા પછી તે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ભટકતા હતા, તેને ક્યાંય પણ બેડ મળી શક્યો નહીં, જ્યારે તેણે અહીંથી ઓક્સિજન સિલિન્ડર ગોઠવ્યું ત્યારે ઓક્સિજનના અભાવને કારણે તેણે તેને પોતાની કારમાં રાખી દીધો અને હોસ્પિટલોમાં શોધ કરી, પરંતુ તેના પિતા માટે કોઈ બેડ મળ્યો નહીં. જ્યારે ક્યાંયથી કોઈ મદદ મળી શકી ન હતી અને તે હારીને પિતાને પાછો તેના ઘરે લઈ ગયો. અને હવે શુક્રવારે તેમનું અવસાન થયું છે.

આપને જણાવી દઈએ કે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને સીએમ યોગીએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ પછી, યુપી સરકારે રવિવારે વીકએન્ડ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. હવે રવિવારે યુપીના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકડાઉન થશે. આ સમય દરમિયાન, આવશ્યક સેવાઓ સિવાયના તમામ બજારો બંધ રહેશે.

image source

આ સિવાય મધ્યપ્રદેશના ભોપાલની હાલત પણ ખરાબ છે. ત્યાંથી એક એવી તસવીર સામે આવી કે ગુરુવારની સાંજે 7 કલાક અને 10 મિનિટની છે. જગ્યા છે શહેરનું ભદભદા વિશ્રામઘાટ. આ સળગતી તસવીરમાં ગણવા જશો તો એકસાથે 40થી વધુ ચિતા સળગતી નજરે પડી રહી છે. તમામેતમામ કોરોના સંક્રમિતોની લાશો છેય સ્માશાનોમાં સ્થિતિ એવી બની ગઈ છે કે હવે જગ્યા ઓછી પડી રહી છે. લાકડાં સમાપ્ત થવાને આરે છે. લાકડાં એકઠાં કરી ચિતા ગોઠવનારાઓના હાથ છોલાય ગયા છે અને મૃતદેહના અંતિમસંસ્કાર માટે કલાકો ને કલાકો રાહ જોવી પડી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version