શહીદ કર્નલ સંતોષ બાબૂ બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા, વાંચો વધુમાં આ જવાન વિશે

ભાઈ સાથેની છેલ્લી વાતચિતમાં શહીદે કહ્યું હતું, ‘નેટવર્ક સમસ્યાના કારણે બીજો ફોન કરવામાં વાર લાગશે’ પણ તે બીજો ફોન ક્યારેય આવ્યો જ નહીં – અને જવાન થઈ ગયા શહિદ

ભારત – ચીન સરહદ પર શહિદ થઈ ગયેલા ભારતીય સેનાના કર્નલ અને જવાન કોણ છે ?

image source

છેલ્લા કેટલાક દિવસથી ચીન અને ભારતની બોર્ડર પર બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. લદ્દાખની ગલવાનની તળેટીમાં થયેલી હિંસક ઝડપમાં આપણા 20 જવાનો શહિદ થઈ ગયા છે.

ભારત અને ચીનની સેના વચ્ચે ઝડપમાં જે ભારતીય સૈનિકોના મૃત્યુ થયા છે, તેમાંથી એક કર્નલ તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લાના રહેનારા છે. આ ઉપરાંત જે બીજા બે જવાનો શહીદ થયા છે તેમાંથી એકનો સંબંધ તામીલનાડુના રામાનાથપુરમ જિલ્લાથી છે. તો બીજા જવાન ઝારખંડના શાહિબગંજ જિલ્લાના રહેનારા છે. આ સાથે બીજા 17 જવાનો શહીદ થયા છે જેની જાણકારી હજુ સુધી મળી શકી નથી.

image source

શહીદ થયેલા કર્નલનું નામ સંતોષ બાબૂ છે જે ચીનની સીમા પર છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. કર્નલ સંતોષ બાબૂ 16 – બિહાર રેજિમેન્ટના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરાઓ છે. કર્નલ સંતોષના માતા મંજુલાએ જણાવ્યું કે તમને ભારતીય સેનાએ આ દુઃખદ સમાચાર આપ્યા હતા. હાલ તેમના પત્ની દીલ્લીમાં રહે છે.

એક જવાન ઝારખંડના સાહિબગંજ જિલ્લાના ડિહારી ગામના રહેનારા કુંદન ઓઝા છે. જે બિહાર રેજિમેન્ટમાં હતા. તેમના મૃત્યુના સમાચાર સૈન્યએ તેમના પરિવારજનોને ફોન કરીને આપ્યા હતા. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ જવાન કુંદન ઓઝાના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ પણ કર્યુ છે.

image source

તો તામીલનાડુના જવાનનું નામ પલની છે જેઓ 40 વર્ષના હતા, તેમનું પણ ચીનના સૈનિકો સાથેના હિંસક સંઘર્ષમાં મૃત્યુ થયું છે. તેમના ભાઈએ એક સમાચાર એજન્સીને જણાવીને દુઃખદ સમાચારની પુષ્ટી કરી હતી. પલની છેલ્લા 22 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા.

જો કે હજુ કેટલાક જવાનની ઓળખ જાહેર કરવામાં નથી આવી. તો વળી બીજી બાજુ ચીનના સૈન્યમાં કોઈના માર્યા ગયાના કે પછી ઘાયલ થયાના ચીની સરકાર દ્વારા કોઈ પણ આંકડા જાહેર કરવામાં નથી આવ્યા. પણ ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સના એક સંપાદકે ટ્વીટ કરીને ચીનને પણ કેટલુક નુસાન થયું હોવાની પુષ્ટી કરી છે.

image source

તામીલનાડુના મુખ્યમંત્રી ઇ.કે. પલનસામીએ ટ્વીટ કરીને રાજ્યના જવાનના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમના ગામની જાણકારી આપી છે. પલનીના ભાઈ ઇતાયાક્કની પણ સૈન્યમાં છે, તેઓ હાલ રાજસ્થાન પરની બોર્ડર પર ફરજ બજાવી રહ્યા છે. તેમણે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે તે પોતાના ઘરે જવા માટે રવાના થઈ રહ્યા છે.

તેમણે જણાવ્યું, ‘ગઈ રાત્રીએ સૈન્યના કર્મચારીઓએ તેમને ફોન કરીને જણાવ્યું કે લદ્દાખમાં બે સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું છે અને તે દરમિયાન તેમના ભાઈનું મૃત્યુ થયું છે. તેમના અંતિમ સંસ્કાર માટે હું રાજસ્થાનથી મારા ઘરે જઈ રહ્યો છું.’ ઇતાયાક્કનીએ જણાવ્યું કે તેમના ભાઈ સાથે છેલ્લીવાર તેમની વાત 10 દિવસ પહેલા થઈ હતી.

તેમણે જણાવ્યું કે, ‘ભાઈએ મને જણાવ્યું હતું કે તે શહેરથી લદ્દાખ સીમા તરફ જઈ રહ્યા છે જ્યાં નેટવર્કની સમસ્યા રહેશે. તો બીજો ફોન કરતાં વાર લાગશે.’ તેમણે એ પણ જણાવ્યું કે તેમના મોટા ભાઈથી પ્રેરાઈને જ તેઓ સૈન્યમાં જોડાયા હતા. તેમણે વધારામાં દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું, ‘આ મારા કુટુંબ માટે એક મોટું નુકસાન છે. હું કલ્પના પણ નથી કરી શકતો કે મારા ભાભી અને બે બાળકો આ સમયે કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે.’

ચીન સાથેના આ ઘર્ષણના કારણે ભારતના 20 જવાનોના મૃત્યુ થયા છે. અને તેને લઈને સરકાર ગંભીર બની છે અને તાબડતોડ મિટંગ પણ બોલાવી છે. હવે આ મિટિંગમાં શું નિર્ણય લેવામાં આવ્યો તે વિષે કોઈ જાણકારી મળી શકી નથી. પણ ભારતને એક મોટું નુકસાન થયું છે અને તે વિષે ગંભીરતાથી વિચારવું જરૂરી બની ગયું છે.

Source: BBC

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત