કોરોના કાળમાં અહીં સ્કૂલો થઇ ફરી શરુ, આ નિયમોનું ખાસ કરવું પડશે પાલન, જાણો તમે પણ

કોરોના મહામારી વચ્ચે ઘણા બધા દેશોએ શરૂ કરી શાળાઓ – બ્રિટેન, રશિયા, ફ્રાન્સમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ન્સિંગ સાથે શાળાઓ શરૂ

કોરોના મહામારી હાલ સમગ્ર વિશ્વમાં યથાવત છે અને ભારતમાં તો તે તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે. અને તેના કારણે ભારતની કેન્દ્ર સરકારે લાંબા સમય સુધી લોકડાઉન પણ રાખ્યુ હતું પણ સ્થિતિમાં સુધારો ન આવતા તેમજ ધંધા-રોજગારને ખૂબ જ નુકસાન થતું હોવાથી ધીમે ધીમે દેશને અનલોક કરવામા આવી રહ્યો છે. અને આ અનલોકની પ્રક્રિયામાં સૌથી છેલ્લે શાળાઓ તેમજ કોલેજને અનલોક કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. અને તે બાબતે રાજ્ય સરકારો દ્વારા હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામા આવ્યા નથી. પણ બીજી બાજુ વિશ્વના વિવિધ દેશોમાં શાળાઓ શરૂ કરવામા આવી રહી છે.

image source

અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં માર્ચ મહિના સુધી શાળાઓ બંધ રાખવામા આવી હતી. બ્રિટનની વાત કરીએ તો બ્રિટનના શિક્ષણ મંત્રી ગેવિન વિલિયમ્સને શાળાઓ ખોલવા વિષે જણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં શાળાઓ શરૂ કરી દેવામા આવી છે. જો કે તેમણે એ પણ જણાવ્યું હતું કે શાળાઓ શરૂ થઈ રહી છે તેનો અર્થ એ જરા પણ નથી થતો કે કોરોનાના પડકારો ઓછા થયા છે પણ બાળકોના ભણતરને વધારે નુકસાન ન થાય તે બાબતને પણ ધ્યાનમા રાખવું પડશે.

જોકે સરકારે બાળકોને શાળાએ જવા માટે સાઇકલ તેમજ સ્કૂટરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ સિવાય સરકાર દ્વારા સ્થાનિક પરિવહનને 393 કરોડ રૂપિયાની મદદ પણ કરવામા આવી છે. જેને શાળાની પરિવહન સુવિધા પાછળ ખર્ચવામા આવશે. તેમજ શાળામાં માસ્ક, સોશયિલ ડિસ્ટન્સિંગ તેમજ સેનેટાઇઝેસનનો પણ ખ્યાલ રાખવામાં આવશે.

image source

બ્રિટનમાં નર્સરીના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયગાળા બાદ શાળાએ ગયા હતા. આ નાનકડા બાળકોના માતાપિતાએ તેમની સુરક્ષા અંગે સંતોષ દર્શાવ્યો હતો. અહીં શાળાઓમાં માસ્ક ફરજિયાત નથી પણ કોલેજોમાં તેને ફરજિયાત રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે બ્રીટેન એ વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાંનો એક છે. અહીં અત્યાર સુધીમાં 3,37,168 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 41504 લોકોના તેના કારણે મૃત્યુ પણ થયા છે. જો કે હાલ સ્થિતિ કાબૂમાં હોય તેવું જણાઈ રહ્યું છે.

ફ્રાન્સામાં પણ શાળાઓ ફરી શરૂ કરવામા આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ફ્રાન્સના શિક્ષણ મંત્રી જીન માઇકલ બ્લાન્ક્વેર આ બાબતે જણાવે છે કે શાળાઓને ધીમે ધીમે ખોલવામા આવી રહી છે જો કે તેના માટે શાળાએ પહેલેથી જ સજ્જ રહેવુ પડશે માટે જે શાળાઓની તૈયારીઓ હજુ પૂરી નથી થઈ ત્યાં પાછળથી અભ્યાસ શરૂ કરવામા આવશે. એટલે કે શાળાઓને બાળકોની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ કર્યા બાદ જ તેને વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી રહી છે.

image source

ફ્રાન્સમાં શાળાઓના શિક્ષકો માટે માસ્કને ફજિયાત કરવામાં આવ્યું છે. પણ બાળકો માટે માસ્ક ફજિયાત રાખવામાં નથી આવ્યું. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં અત્યાર સુધીમાં કોરોનાના 2,81,025 કેસ નોંધાઈ ચુક્યા છે. અને કોરોના સંક્રમણના કારણે 30,635 લોકોના મૃત્યુ થયા છે.

તો વળી રશિયામાં પણ શાળાઓ શરૂ કરી દેવામા આવી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને જણાવ્યું છે કે શાળાઓમાં વાયરસ સામેના સુરક્ષા નિયમોનું કડક રીતે પાલન કરવામા આવશે. તોવળી મોસ્કોમાં શિક્ષકો માટે માસ્ક ફજિયાત બનાવવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે તેની પણ તકેદારી રાખવા કેહવામા આવ્યું છે. તમને જણાવી દઈએ કે રશિયામાં અત્યાર સુધીમાં 10,0048 નોંધાઈ ચૂક્યા છે અને તેના કારણે 17299 લોકોના મૃત્યુ થયા છે.

જોકે આ બધા કરતાં ભારતની સ્થિતિ અલગ અને થોડી વધારે ગંભીર છે માટે જો રાજ્ય સરકારો શાળાઓ ખોલવાનો નિર્ણય લેશે તો તેમણે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે અને ત્યાર બાદ જ તે વિષે કોઈ નિર્ણય લેવાનો રહેશે. જેથી કરીને બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત