આ લોકો પર પડી શકે છે શનિની ખરાબ અસર, થાય છે નુકસાન

કહેવાય છે કે શનિદેવ પ્રસન્ન થાય તો બગડેલા કામ પણ બને છે. તેનાથી દરેક કામમાં સફળતા મળે છે. તો શનિની ખરાબ અસર અનેક કામમાં બાધા લાવે છે. વ્યક્તિના બનતા કામ પણ અટકવા લાગે છે. જીવનમાં શનિને ક્રોધિત કરનારા કામ ન કરવા.

શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિ કર્મોથી વ્યક્તિને ફળ આપે છે. જો શનિદેવ પ્રસન્ન થાય છે તો તમારા અટકેલા કામ પણ પૂરા થાય છે. વ્યક્તિને તેના દરેક કામમાં સફળતા મળે છે. આ સાથે જાણો શનિ જલ્દી ક્રોધિત થાય છે અને કઈ રાશિને નુકસાન થઈ શકે છે.

image source

કહેવાય છે કે ઘરમાં અસ્ત વ્યસ્ત ચીજોથી શનિની પ્રતિકૂળતા વધે છે. જે વ્યક્તિ ખોટું બોલે છે અને છળ કપટ કરે છે તેને કે પછી જેઓ વૃદ્ધ માતા પિતાનું અપમાન કરે છે તેમનાથી શનિદેવ ઝડપથી નારાજ થાય છે.

જે લોકો નિયમિત રીતે શરાબનું સેવન કરે છે અને ખાસ કરીને મંગળવાર અને ગુરુવારે કે પછી શનિવારે આ કામ કરે છે તેમની પર શનિના ખરાબ પ્રભાવની શક્યતા રહે છે. પ્રદોષ, એકાદશી, ચોથ કે અમાસના દિવસે પૂનમના દિવસે દારૂ પીનારાથી શનિદેવ નારાજ રહે છે.

image source

દુર્બળ, મહિલા કે નબળા લોકોનો હક છીનવનારા વ્યક્તિ શનિના ક્રોધનો શિકાર બને છે. આ લોકોને ન્યાયના દેવતા શનિનો દંડ મળે છે. ધર્મ, દેવતા, ગુરુ કે મંદિરનું અપમાન કરનારા પર પણ શનિની ખરાબ અસર પડી શકે છે.

આ રીતે કરો શનિદેવને પ્રસન્ન

જીવનમાં ઈમાનદાર બનો, સત્ય બોલો અને મોટા વડીલોનું સન્માન કરો. શનિવારે સરસિયાના તેલનો દીવો ચાર રસ્તા પર કે પીપળાની નીચે કરો. સૂર્યદેવના પહેલા ઉઠો અને શિવજીની ઉપાસના કરો. શનિદેવના મૂળ મંત્ર ઓમ શં શનૈશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. સફળતા જલ્દી મળશે.

image source

તો હવેથી તમે પણ આ મંત્રની સાથે સાથે ખાસ ઉપાયો અજમાવીને શનિદેવની પૂજા કરો અને તેનાથી તમને લાભ થશે. કોઈ પણ કાર્ય કરતી સમયે ધ્યાન રાખો કે શનિદેવ તમારા કામથી નારાજ ન થાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ