એક નિર્દોષ કૂતરા પર અત્યાચારનો મામલો હવે પંજાબના પટિયાલાથી પ્રકાશમાં આવ્યો છે. અહીં બે મહિલાઓએ કૂતરાને તેમની સ્કૂટીની પાછળ દોરડા વડે બાંધી તેને ઘસેડ્યો હતો. આ દરમિયાન કૂતરાનું મોત નીપજ્યું છે. આ ઘટના શહેરના સેન્ચ્યુરી એન્ક્લેવ વિસ્તારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, આ ઘટના 20 જૂનના રોજ સાંજે બની હતી.
હાલમાં એક એનજીઓ કાર્યકરની ફરિયાદના આધારે બંને અજાણી મહિલાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ રિપોર્ટ ફાઇલ ન થાય ત્યાં સુધી આરોપી મહિલાની ઓળખ થઈ શકી નથી. અહેવાલો મુજબ દર્શના કોલોનીમાં રહેતી સુષ્મા સિંહ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, તે એક એનજીઓ કાર્યકર છે.
સુષ્માએ જણાવ્યું કે જ્યારે તેણી તેના સાથીદારો સાથે સ્થળ પર પહોંચી અને અજાણી મહિલાઓને રોકવાનો પ્રયત્ન કર્યો, તે દરમિયાન લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું. જેના કારણે આરોપી મહિલાઓ કૂતરાની દોરી ખોલીને સ્થળ પરથી ભાગી છુટી હતી. બાદમાં સારવાર દરમિયાન કૂતરાનું મોત નીપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પટિયાલાના પોલીસ સ્ટેશન અર્બન એસ્ટેટમાં એક યુવકે ગલીમાં સૂતા કૂતરા પર કાર ચઢાવી દીધી હતી. એસએચઓ ગુરપ્રીત ભિંદરનું કહેવું છે કે કેસ નોંધવામાં આવ્યો છે, હાલ તપાસ ચાલી રહી છે. સ્કૂટીના માલિકને પકડવા પ્રયાસો ચાલુ છે. બાકીની ટીમ તે વિસ્તારના પુરાવા એકત્રિત કરી રહી છે જ્યાં આ ઘટના બની છે.
આ પહેલાં એ સમયમાં પણ એક આવી કૂતરા સાથે અઘટિત ઘટના ઘટી હતી. ત્યારે દેશમાં કેરળમાં હાથણી સાથે થયેલ હિંસાથી આખો દેશ આક્રોશ અનુભવી રહ્યો હતો. એવામાં બીજી ઘટના સામે આવી હતી જેથી દેશ હચમચી ગયો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 2 વ્યક્તિઓએ એવું કામ કર્યું છે જે સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયું છે. આ વીડિયોમાં કૂતરા સાથે થયેલા વ્યવહારથી સોશ્યલ મીડિયા ઉપર યુઝર્સ ખિન્ન થઇ ગયા છે. આ વીડિયોમાં 2 વ્યક્તિઓએ તેમની મોટરસાયકલ પાછળ એક કૂતરું બાંધી દીધું હતું. આ મોટર સાયકલની સાથે કૂતરું પણ પાછળ પાછળ ઘસડાઈ રહ્યું હતું. કૂતરા સાથેની આ ક્રૂરતાનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને શખ્સ મોટરસાયકલની પાછળના ભાગમાં કૂતરાને ખેંચી રહ્યા છે. મોટરસાયકલની પાછળ બેઠેલી વ્યક્તિ કૂતરાને શેરીમાં ખેંચી રહી છે, જ્યારે બીજો વ્યક્તિ મોટરસાયકલ ચલાવી રહ્યો છે. તે દરમિયાન પાછળથી એક કાર આવી રહી છે. કારમાં બેઠેલી વ્યક્તિએ કૂતરા સાથેની આ ક્રુરતાનો વીડિયો મોબાઇલ પર બન્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!