સામાન્ય માણસ હોય કે બોલિવુડના સ્ટાર્સ દરેકને માટે એમનો પરિવાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ફિલ્મ જગતમાં ઘણા એવા કલાકાર છે જે એમના માતા પિતાને ખૂબ જ પ્રેમ તો કરે જ છે પણ બોલીવુડમાં સફળતા મળ્યા પછી એમને પોતાના માટે અલગ અને નવું ઘર બનાવ્યું. પણ એ સાથે જ બોલીવુડમાં ઘણા એવા સફળ સ્ટાર્સ છે જે આજે સુપરસ્ટાર હોવા છતાં પણ એમના માતા પિતા અને એમના પરિવાર સાથે રહે છે.
આજ કાલ આ ટ્રેન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ જોવા મળે છે કે બૉલીવુડ સ્ટાર્સ એમની અલગ પ્રોપર્ટી લઈને એમના પરિવારથી અલગ રહી રહ્યા છે. આજે અમે તમને બોલિવુડના એ જ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છે જે આજે સફળતાનાં શિખર પર છે, આજે એમની પાસે ઘણા મોટા ઘર છે પણ તેમ છતાં એ એમના પરિવાર સાથે જ રહેવાનું પસંદ કરે છે. તો ચાલો જોઈ લઈએ આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.
સલમાન ખાન
સલમાન ખાન ભલે એમના કરિયરની ઊંચાઈઓ પર હોય પણ તેમ છતાં આજે પણ એ એમના પરિવાર સાથે એક જ ઘ ઘરમાં રહેવાનું પસંદ કરે છે. સલમાન ખાન એમના બે ભાઈઓ આમ3 માતા અને પિતા સલીમ ખાન સાથે બાંદ્રામાં ગેલેકસીમાં રહે છે. એ ઘણીવાર સોશિયલ મીડિયા પર એમના પરિવાર સાથેના ફોટા શેર કરે છે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે એમના પરિવારની ખૂબ જ નજીક છે.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિન્હાએ સલમાન ખાનની ફિલ્મ દબંગથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પહેલી જ ફિલ્મથી તેણે બોલિવૂડની દુનિયામાં એક અલગ જ સ્થાન બનાવી લીધું હતું. સોનાક્ષી આજના સમયમાં બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ આજે પણ તે પોતાના પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે. શત્રુઘ્ન સિન્હાના બંગલાનું નામ ‘રામાયણ’ છે, જ્યાં સોનાક્ષી તેના માતા-પિતા અને ભાઈ લવ-કુશ સાથે રહે છે.
શ્રદ્ધા કપૂર
શક્તિ કપૂરની લાડકી શ્રદ્ધા કપૂર પણ તેના પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે. શ્રદ્ધા કપૂર તેના પિતા અને ભાઈ સિદ્ધાંત કપૂર સાથે જુહુમાં રહે છે. શ્રદ્ધાએ મીડિયા સાથેની વાતચીતમાં ઘણી વખત કહ્યું છે કે તે ક્યારેય તેના પરિવારથી અલગ રહેવાનું વિચારતી નથી.
ટાઇગર શ્રોફ
ટાઈગર શ્રોફે પોતાના અભિનયના દમ પર યુવાનોનું જ નહીં પરંતુ બાળકોનું પણ દિલ જીતી લીધું છે. પરંતુ ટાઈગર હજુ પણ બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં તેની માતા, પિતા અને બહેન સાથે રહે છે.
વરુણ ધવન
વર્ષ 2012માં સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં પ્રવેશ કરનાર વરુણ ધવન પણ તેના પિતા ડેવિડ ધવન અને ભાઈ રોહિત ધવન અને તેની માતા સાથે એક વિશાળ પરિવારમાં રહે છે.