શિક્ષણ ફી મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

રાજ્યના છેવાડાના ગામના વર્ગખંડના બાળક સુધીના વિદ્યાર્થીઓના અભ્યાસ, હાજરી, પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થાના રિયલ ટાઇમ મોનિટરીંગની ગુજરાતની અભિનવ પહેલ એવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-2.0 નું ગાંધીનગરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું.

image source

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈએ હાલના સમયમાં ફી મુદ્દે સામે આવતા પ્રશ્નો અંગે જણાવ્યું હતું કે શિક્ષણ ફી બાબતે સરકાર જરૂરથી પગલા લેશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે શાળાઓએ 75 ટકા ફી લીધી છે તેથી ટેક્સમાંથી માફી કેમ આપી શકાય, જો ફી ન લીધી હોય તો તેમના માટે ટેક્સ માફી માટે વિચારી શકાય. તેમણે ઉમેર્યું હતું કે હાલ તો શિક્ષણ સત્રની શરુઆત થઈ છે. આ સત્ર અંગે અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. આ અંગે નિર્ણય ભવિષ્યમાં લેવાશે.

આ જવાબ સાથે તેમણે આજે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – 2.0 નું લોકાર્પણ થયું તેના વિશે જાણકારી આપી હતી. મુખ્યમંત્રી એ કહ્યું કે, પ્રાથમિક શિક્ષણનો પાયો સુદ્રઢ-મજબૂત કરીને શિક્ષણ દ્વારા જ વિકાસને વધુ તેજ બનાવી શકાશે તે પ્રાથમિકતા સ્વીકારીને રાજ્ય સરકારે રિયલ ટાઇમ મોનિટરીંગ, પ્રાથમિકથી લઇને હાયર એજ્યુકેશન સુધી 100 ટકા પ્રવેશ, શૂન્ય ટકા ડ્રોપ આઉટ રેશિયોની નેમ સાથે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા આયામોને આ નવિન ટેકનોલોજી સાથે જોડયા છે. અદ્યતન સુવિધાયુકત અને ટેકનોલોજીના વિનિયોગથી શિક્ષણ દ્વારા આપણે રાજ્યનું બાળક દુનિયાના પડકારો ઝિલવા સજ્જ બને તેવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે.

શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ફોકસ કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે. ત્યારે આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે.

image source

તેના માટે રાજ્યની 54000 જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, 3 લાખથી વધારે શિક્ષકો અને 1 કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે, આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગ ને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં ઉપલબ્ધ બનાવાઇ છે.

રાજ્યમાં કોરોનાના આ કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિં’ના ધ્યેય મંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ હોમ લર્નીંગ માટેના અભિનવ પ્રોજેકટ-ગુજરાત સ્ટુડન્ટડ હોલિસ્ટીક એડપ્ટીવ લર્નીંગ એપ નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અન્વયે ધોરણ-1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે.

image source

સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા હોય તેવા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે.

ગુજરાતના વિદ્યાર્થીઓ-બાળકોના ઉજ્જવળ ભાવિના હિતને કેન્દ્રસ્થાને રાખવાના મુખ્યમંત્રી ના દૃષ્ટિવંત આયોજન અનુરૂપ ‘‘જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ’’ કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ-1 થી 10ના વિદ્યાર્થીઓ માટે આજથી એક માસ એટલે કે 10 જૂનથી 10 જુલાઇ સુધીના સમય માટે શરૂ કર્યો છે. તેનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો.

image source

કોરોના મહામારીના સંજોગોમાં ગયુ આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે. નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મૂદાઓનું પૂનરાવર્તન અને મહાવરાથી તે વધુ પાકા-દ્રઢ કરીને જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે.

જ્ઞાન સેતુ કાર્યક્રમ અન્વયેનું અભ્યાસ સાહિત્ય તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે ધો-1 થી 10ના સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુરૂં પાડવામાં આવશે. એટલું જ નહિ, કોઇ પણ વિદ્યાર્થી તે ડાઉનલોડ કરી શકે તે હેતુથી સમગ્ર શિક્ષાની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ બનાવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!