Site icon News Gujarat

શિલ્પાનો વીડિયો વાયરલઃ રાજના પિતા હતા બસ કંડક્ટર, માતા પણ કરતી કામ, સંઘર્ષમાં વીત્યું રાજનું બાળપણ

રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી આજકાલ ખૂબ ચર્ચામાં છે, આ દંપતી બોલિવૂડના પાવર કપલમાંથી એક છે. થોડા સમય પહેલા સુધી બંને સોશિયલ મીડિયા પર પણ ઘણી મસ્તી કરતા વીડિયો શેર કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ પરિવાર ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પોર્ન ફિલ્મ બનાવવાના કૌભાંડમાં ધરપકડ બાદ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી વિવાદમાં અને મુશ્કેલીમાં ફસાયા છે.

મનોરંજન જગતમાં પણ સતત આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે શિલ્પા શેટ્ટીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના પતિ રાજ કુંદ્રા વિશે વાત કરતી જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટી આ વીડિયોમાં જણાવી રહી છે કે કેવી રીતે રાજે ખૂબ નાની ઉંમરે સંઘર્ષ જોયો અને એક સામાન્ય ઘરમાં જન્મ થયો હોવા છતાં સંઘર્ષ કરી આટલો મોટો બિઝનેસ સ્થાપિત કર્યો છે.

આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી તેના પતિ રાજના સ્ટ્રગલ પીરિયડ વિશે જણાવી રહી છે. શિલ્પા કહે છે કે રાજનું જીવન શરુઆતથી આટલું સરળ નહોતું. તેના પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી છે. રાજના પિતા તે સમયે લંડનમાં એક બસ કંડક્ટર હતા અને માતા પણ ઘર ચલાવવા કામ કરતા હતા. તેઓ પણ એક ફેક્ટરીમાં કામ કરતા હતા.

શિલ્પા શેટ્ટી કહે છે કે તેમના પિતા લંડનમાં બસ કંડક્ટર હતા અને માતા એક કોટન ફેક્ટરીમાં કામ કરવા જતા હતા. રાજ તે સમયે ફક્ત 6 મહિનાનો હતો. પરિવારને મદદ કરવા માટે પણ કોઈ હતું નહીં તો રાજને કારમાં બેસાડી તેને હાથમાં દૂધની બોટલ આપી દેવામાં આવતી અને માતા-પિતા કામ કરતા. 4-4 કલાકે માતા અને પિતા બંને તેને જોવા આવતા. આવા વાતાવરણમાં મોટા થયેલા રાજે ધીરે ધીરે કોઈની મદદ વિના પોતાની જાતને આગળ લાવી છે. આ વાત પ્રેરણાદાયી છે.

રાજના પિતાએ થોડા સમય બાદ કંડેક્ટરી છોડી નાનકડો બિઝનેસ શરુ કર્યો. રાજનો ઉછેર આવા વાતાવરણમાં થયો હોવાથી તેણે 18 વર્ષે પિતા સાથે બિઝનેસમાં જોડાવાનું નક્કી કરી લીધું. ત્યારબાદથી રાજ સતત મહેનત કરી આગળ આવતો રહ્યો અને પોતાના સપના સાચા કર્યા. શિલ્પાએ વીડિયોમાં આગળ જણાવ્યું હતું કે રાજ કુંદ્રાએ કોલેજ પણ અધુરી છોડી દીધી હતી ત્યારબાદ પહેલા તે દુબઈ અને પછી નેપાળ પણ ગયો હતો. ત્યાંથી રાજ પશ્મીના શોલ ખરીદી અને મોટા મોટા ફેશન હાઉસમાં વેંચતો. આ બિઝનેસથી તેણે લાખોની કમાણી કરી.

ત્યારબાદ રાજ કુંદ્રા 2007માં દુબઈ ગયો અને તેણે એક કંપની શરુ કરી ત્યાં તેણે હીરાનો બિઝનેસ શરુ કર્યો. તેમાંથી તેણે બોલિવૂડની ફિલ્મોમાં પણ રોકાણ કરવાની શરુઆત કરી હતી. ત્યારે શિલ્પા તેની લાઈફમાં આવી અને 2009માં તેમણે લગ્ન કર્યા.

Exit mobile version