શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના જોઈન્ટ અંકાઉન્ટમાં ટ્રાસફર થઈ મોટી રકમ, જાણો પૂછપરછમાં થયો શું ખુલાસો

અશ્લીલ મૂવી બનાવવાની અને તેને એક ખાસ એપ પર અપલોડ કરવાના કેસમાં ઉદ્યોગપતિ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થઈ છે. પરંતુ જાણે રાજ કુંદ્રાની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી તેમ આ કેસની તપાસમાં એક પછી એક રહસ્યો ખુલી રહ્યા છે. હાલ રાજ કુંદ્રા આ કેસની તપાસ દરમિયાન જેલમાં જ છે.

image source

જો કે આ મામલે શિલ્પા શેટ્ટીની પુછપરછ પણ શરુ થઈ ચુકી છે. આમ તો આ કેસમાં અભિનેત્રીની સંડોવણીના પુરાવા મળ્યા નથી, પરંતુ મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ કેસની તપાસમાં કોઈ કસર છોડવા માંગતી નથી. તેથી એકવાર અભિનેત્રીની પુછપરછ કરી લેવામાં આવી છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના જોઈન્ટ અકાઉન્ટની પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે.

image source

ગત સપ્તાહમાં શુક્રવારે પણ મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ શિલ્પા શેટ્ટીની પુછપરછ કરી હતી. જેમાં રાજ કુંદ્રાના જોઈન્ટ અકાઉન્ટમાંથી થયેલા વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ અભિનેત્રીના ઘરે જ થઈ હતી. આ દિવસે શિલ્પા શેટ્ટીને 20 થી 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના પ્રશ્નો આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારથી સંબંધિત હતા.

image source

જાણવા મળતી માહિતી અનુસાર શિલ્પા અને રાજ કુંદ્રાનું નેશનલ બેંકમાં સંયુક્ત ખાતું છે. આ ખાતામાં અલગ અલગ રીતે મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે અને આ માટે મુંબઇ ક્રાઈમ બ્રાંચ ફોરેન્સિક વિભાગની પણ મદદ લઈ રહી છે. શિલ્પા શેટ્ટીની પણ આ વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી હતી અને જે કંઈ પણ તેમણે કહ્યું હતું તેની ખરાઈ કરવામાં આવી રહી છે. તેવામાં જો જરૂર જણાશે અથવા તો કંઈ શંકાસ્પદ જણાશે તો ફરીથી અભિનેત્રીની પૂછપરછ થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ ક્રાઈમ બ્રાંચને શંકા છે કે લંડનની કંપની કેનરીન દ્વારા શિલ્પા અને રાજના જોઈન્ટ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કંપની રાજ કુંદ્રાની બહેનના પતિ પ્રદીપ બક્ષીની માલિકી હોવાનું સામે આવ્યું છે. પ્રદીપ બક્ષી પણ આ કેસમાં વોન્ટેડ આરોપી છે. અધિકારીઓના કહ્યાનુસાર આ રકમ ડાયરેક્ટ શિલ્પા અને રાજના ખાતામાં જમા નથી થઈ.

ગત 23 જુલાઇએ રાજ કુંદ્રાની રિમાન્ડમાં વધારો કરવાની માંગ કરતાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ કોર્ટ કહ્યું હતું કે તેમને મર્કુરી ઈંટરનેશનલ કંપનીના યૂનાઈટેડ બેંક ઓફ આફ્રિકાથી આ પૈસા મળ્યા છે. આ કંપની સટ્ટો અને કૈસીનો ગેમિંગમાં સામેલ છે. તપાસ દરમિયાન એજન્સીને કુંદરાની અંધેરીની ઓફિસમાંથી હોટશોટ પર કેટલાક વીડિયો પણ મળી આવ્યા છે. આ વીડિયો ભારતીય કાયદાની એજન્સીઓથી બચવા માટે વિદેશી આઈપી એડ્રેસનો ઉપયોગ કરી અપલોડ કરવામાં આવ્યા હતા.