ખુબ નાની ઉંમરમાં 8 ભાષાઓ પર પ્રભુત્વ મેળવી લીધુ મહાન શિવાજી મહારાજના પુત્ર સંભાજી રાજેએ, જાણો બીજી આ અજાણી વાતો તમે પણ

મહાન શિવાજી મહારાજના પુત્ર સંભાજી રાજેની અદ્ભુત ગાથા

image source

છત્રપતિ શિવાજી મહારાજ વિષે દરેક ભારતીય વધતા ઓછા પ્રમાણમાં માહિતી ધરાવતા હશે. અને તેમની વિરતા વિષે તો આખો દેશ સારી રીતે જાણે છે. પણ તેમના દીકરા સંભાજી રાજે વિષે ઘણા ઓછા લોકો જાણે છે. કોઈ પણ વ્યક્તિનું પ્રચંડ જ્ઞાન તેના અદ્ભુત, વિચક્ષણ તેમજ વિલક્ષણ વૃદ્ધિના પ્રતિક સમાન હોય છે. આજે અમે તેવી જ મહાન વ્યક્તિ વિષે તમને જણાવવા જઈ રહ્યા છે, સંભાજી શિવાજી ભોસલે.

શિવાજી મહારાજને તો ઘણા બધા લોકો જાણે છે, તેમના મહાન વ્યક્તિત્ત્વ અને તેમના મહાન કાર્યોથી સદીઓથી લોકો અભિભુત છે. પણ ઘણા ઓછા લોકો સંભાજી મહારાજ વિષે જાણે છે. તેમણે ખુબજ નાની ઉંમરમાં અસિમ જ્ઞાન મેળવી લીધું હતું. આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે જો આપણે વધારે અને વધારે જ્ઞાન મેળવવા ઇચ્છતા હોઈએ તો આપણી પાસે વધારે અને વધારે ભાષાઓનું જ્ઞાન હોવું પણ જરૂરી છે.

image source

માત્ર બે વર્ષની ઉંમરમાં જ સંભાજી રાજેના માતાનું નિધન થઈ ગયું હતું, તેમ છતાં નાની ઉંમરમાં પોતાના બુદ્ધિચાતુર્યથી એક આદર્શ રાજા બનવા માટે જે જે ગુણો હોવા જોઈએ તે બધા જ તેમણે પોતાની દાદી એટલે કે શ્રી જીજા માતાજી પાસેથી મેળવ્યા હતા. એક દૂરંદેશી વ્યક્તિ હોવાના કારણે જીજા માતાએ શંભૂરાજેને આસપાસ પ્રચલિત બધી જ ભાષાઓના પંડિત બનાવ્યા જેથી કરીને તેઓ બધી જ દિશાઓથી અને બધી જ ભાષાઓમાંથી જ્ઞાન મેળવી શકે તેમજ દરેક પ્રકારની ભાષાઓ બોલતા વ્યક્તિની સાથે સંપર્ક જાળવી શકે. અને આવી શક્યતાઓ માત્ર આવા જ કોઈ વિલક્ષણ બુદ્ધિ ધરાવતા બાળકમાં જ શક્ય હોઈ શકે.

image source

તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે તેમણે ખુબ નાની ઉંમરમાં તે સમયમાં 8 ભાષાઓ પર પ્રભુત્વ મેળવી લીધું હતું. તે ભાષાઓમાં સંસ્કૃતિ, મરાઠી, પારસી, અરબી, બ્રજ, ઉર્દુ, હિંદી અને અંગ્રેજીનો સમાવેસ થાય છે. તેમના જીવનમાં સાહસ તેમજ અસાધારણ બહાદુરીની સાથે સાથે પ્રતિભાવાન સાહિત્યકારના ગુણ પણ સમાયેલા હતા. તેમણે ન માત્ર વિવિધ ભાષાઓ શીખી પણ તેનો યોગ્ય ઉપયોગ પણ કર્યો તેમજ તે ભાષાઓનો ઉપયોગ કરીને સુંદર રચનાઓનું નિર્માણ પણ કર્યું.

તેમની રચનાઓમાં સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ બુધભૂષણ પ્રસિદ્ધ છે, તેમનું સંસ્કૃત દાન પત્ર પણ જાણીતુ છે. જ્યારે બ્રજ ભાષામાં તેમણે નાઇકાભેદ, નખશિખ અને સાતસતક જેવી જાણીતી રચનાઓ પણ કરી. એક બાળક તરીકે, તેઓ કવિ કલશ, મહાકવિ ભૂષણ, ગાગાભટ્ટ, કેશવ પંડિત જેવા વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા અને તેમના પિતા છત્રપતિ શિવાજી મહારાજના પ્રેરણાત્મક નેતૃત્વથી પણ તેઓ પ્રભાવિત હતા.

image source

જ્યાં આજે સાધારણ વ્યક્તિને સંસ્કૃતની કોઈ જ સમજ નથી ત્યાં શંભુ મહારાજજીએ સંસ્કૃત ભાષામાં પુસ્તક લખ્યું તે પણ કાવ્ય સ્વરૂપે. ચાલો તમને બુધ ભૂષણની વિશેષતાઓ જણાવીએ. તેમણે પુસ્તકના આરંભમાં દાદા શાહજી રાજે તેમજ પિતા છત્રપતિ શિવાજી રાજેની પ્રશંસા કરી છે. તેમાં ત્રણ અધ્યાય છે જે રાજનીતિ, રાજ્ય પ્રણાલી, કર્તવ્યો, મંત્રિમંડળ વિગેરે સાથે સંબંધિત છે. આ આખું પુસ્તક કાવ્ય સ્વરૂપે લખવામાં આવ્યું છે. આ પુસ્તક શંભૂ મહારાજ દ્વારા 14 વર્ષની ઉંમરમાં તૈયાર કરવામાં આવ્યું હતું. જેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ સુસંસ્કૃત અને ઉચ્ચ શિક્ષિત હતા.

બુધભૂષણના પુસ્તકમાં તેમના પિતા શિવાજી રાજે અને દાદા શાહજી રાજેની ખુબ સુંદર અને આલંકૃત ભાષામાં પ્રશંસા કરવામાં આવી છે. ચાલો આ કાવ્યના કેટલાક અંશ વિષે જાણીએ. અને તેને જાણીને તમને પણ થઈ આવશે કે શંભૂ મહારાજ કેવા વિચક્ષણ, વિલક્ષણ અને તીવ્ર બુદ્ધિના માલિક હતા.

image source

શિવાજી રાજેની પ્રશંસા –

कलिकालभुजंगमावलीढं निखिलं

धर्मवेक्ष्य विक्लवं य: ।

जगत: पतिरंशतोवतापो: (तीर्ण:)

स शिवछत्रपतिजयत्यजेय: ॥

અર્થાત્ : કલિકારૂપિ ભુજંગ જેમણે ધર્યા છે, સંપૂર્ણ ધર્મ બચાવવા માટે, વસુધામાં અવતરિત જગત્પાલ તેવા શિવ છત્રપતિના વિજયદુદન્દુભિને ગરજવા દો.

image source

येनाकर्णविकृष्टकार्मूकचलत्काण्डावलीकर्ति | प्रत्यर्थिक्षितीपालमौलिनिवहैरभ्यर्चि विश्वंभरा|| यस्यानेक वसुंधरा परिवृढ प्रोत्तुंग चूडामणे: | पुत्रत्त्वं समुपागत: शिव इति ख्यात पुराणो विभु: ||

અર્થાત્ : જેમણે શત્રુ તત્ત્વ કરનારા મહિપાલ જેવા ગર્વથી છલકાતા અનેક રાજાઓના મસ્તક વિશ્વંભરને અર્પણ કર્યા છે, તેવા વસુંધરાને ગૌરવ અપનાવનારાઓમાં, ઉત્તુંગ તેમજ શ્રેષ્ઠ પુત્ર, શિવના નામથી જાણીતા પુરાણોમાં વર્ણવવામાં આવેલા તેવા પ્રભુ જન્મ્યા છે. મહાશુરવીર લોકોના રાજ્યના સ્વામી, પર્વતો (હિમાલય)ની જેમ, પુરાણોમાં વર્ણિત પુરુષ એવા શ્રેષ્ટ શિવજી જેવા શિવાજી સૌથી મહાન રાજા શાહજી રાજાને ત્યાં દીકરા બનીને જન્મ્યા છે.

શાહજી રાજે સ્તુતી

image source

भृशबदान्वयसिन्धू सुधाकर: प्रथितकीर्तिरूदारपराक्रम:|

अभवतर्थकलासु विशारदो

जगति शाहनृप: क्षितिवासव: ||

અર્થાત્ – સર્વશક્તિમાન, પરાક્રમી, પૃથ્વી પર સૌથી મોટા રાજા, અથવા કહો કે વાસ્તવિક શિવના અવતાર, ઉદાર અને પરાક્રમી તેમજ અર્થશાસ્ત્ર અને રાજકારણ જેવા વિભિન્ન ગુણોનું સંગમ, આ નર શ્રેષ્ઠ રાજા ગુણોના સાગરમાં ચંદ્રમા સમાન શોભિત થઈ રહ્યા હતા. આ પ્રકારના સિંધુ સુધા જેવા પરમ પરાક્રમી, શક્તિશાળી, કર્તુત્ત્વવાન, ઉદાર શાહજી રાજા બની ગયા.

image source

શું તમને પણ લાગે છે કે આપણે પણ આપણા બાળકોને જેવી રીતે શ્રી જીજા માતાજીએ શંભૂ મહારાજને તૈયાર કર્યા તેમ તૈયાર કરવા જોઈએ ?

Source : relateworld

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત