શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરશો આ કામ નહીં તો થશે મોટું નુકસાન

પુરાણોના અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવ અને શક્તિ બંનેના રૂપની પૂજા કરવામાં આવે છે. આ પાવન મહિનામાં ભક્તો રોજ ભગવાન ભોલે શંકરનો જળાભિષેક કરીને પૂજા કરે છે. આ સાથે માતા પાર્વતીના આર્શિવાદ પણ લે છે. આજે અમે આપને જણાવીશું કે શ્રાવણમાં આપણે કયા કામ જરૂર કરી લેવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ તે જાણી લેવું જરૂરી છે.

શ્રાવણના મહિનામાં રોજ શિવજીના મંદિરમાં જઈને પૂજા કરવી, વ્રત રાખનારા લોકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ શક્ય હોય તો 108 વાર કરવો. ભગવાન શિવની પૂજા કરતી સમયે ફરીથી જળાભિષેક કરો છો તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી લેવાથી વધારે પુણ્ય મળે છે.

image source

શ્રાવણના મહિનામાં દર સોમવારે વ્રત રાખવું જરૂરી છે. આ શુભ માનવામાં આવે છે. આ વૈજ્ઞાનિક રીતે પણ લાભદાયી છે. તેનું ધાર્મિક મહત્વ પણ છે. ભગવાન શિવને બેલપત્ર અર્પિત કરવાની સાથે જ દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળનું પંચામૃત બનાવીને અર્પણ કરવાથી પણ પુણ્ય મળી શકે છે. પ્રભુ પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલી આપે છે.

હિંદુ ધર્મમાં રુદ્રાક્ષને ધારણ કરવાની ખાસ અને શુભ માનવામાં આવે છે. જો તમે તેને પહેરવાનું વિચારી રહ્યા છો તો તેને માટે શ્રાવણનો મહિનો બેસ્ટ છે. આ સાથે દર સોમવારે વ્રત કથા સાંભળો અને ભગવાન શિવની પૂજા કરીને વૃતાંતના બરાબર માનવામાં આવે છે.

image source

શ્રાવણના મહિનામાં ખાસ કરીને આદુ, લસણ અને ડુંગળી ખાવાનું યોગ્ય માનવામાં આવતું નથી. શક્ય હોય તો તેને ખાવાનું ટાળવું જોઈએ. પુરાણોમાં આ પવિત્ર મહિનામાં મૂળા અને રીંગણને ખાવાનું શુભ માનવામાં આવતું નથી. તેનો ઉપયોગ અશુદ્ધ ગણાય છે. આ માટે શ્રાવણના મહિનામાં શાકને સામેલ કરતા પહેલા ધ્યાન રાખી લેવું જરૂરી છે. સોમવારના વ્રતને ભૂલીને પણ વચ્ચેથી તોડવું નહીં. જો વ્રત ન કરી શકો તો એક સમયે ફળાહાર કરીને ઉપવાસ પૂરા કરો.

આ સિવાય શ્રાવણના મહિનામાં ન કરવા જેવા કામમાં શરાબ અને માંસાહારનું સેવન છે. કોઈ પણ પ્રકારની હિંસાથી પણ આ દિવસોમાં તમે બચીને રહો તે શક્ય છે. જો શક્ય હોય તો આ મહિને દાઢી પણ ન કરાવો. શ્રાવણના મહિનામાં ઘર પરિવારમાં ઝઘડા અને કંકાસથી દૂર રહો. અનેક પ્રકારના વિવાદથી દૂર રહો અને ધ્યાન ભોલેની ભક્તિમાં લગાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ