શ્રાવણ મહિનામાં આ ફરાળી વસ્તુઓ ખાતા પહેલા વિચારવુ પડશે સો વાર, પૂરી વિગતો જાણીને તમે પણ કહેશો સાચી વાત!

શિવજીના પવિત્ર શ્રાવણના ફરાળમાં વપરાતા મોરૈયાના ભાવમાં ભાવવધારો! જાણો વિગત

દંતકથા અનુસાર, મા પાર્વતીએ ભોલેનાથને તેના પતિ તરીકે મેળવવા માટે સાવન મહિનામાં તપસ્યા કરી હતી. શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે, આ મહિનામાં શિવ ભક્તો તેમના ભક્તમાં લીન થાય છે અને આ મહિનામાં શિવની પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ માસમાં લોકો ફરાળી ચીજવસ્તુઓ આરોગતા હોય છે.

image source

જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ચીજવસ્તુઓના ભાવો સ્થિર રહ્યા છે. મોરૈયો અને સિંધવ મીઠાના ભાવમાં વધારો થયો છે. જોકે સીંગદાણા, સાબુદાણા સહિતની અન્ય ચીજવસ્તુઓના ભાવમાં કોઇ વધારો થયો નથી. પરંતુ તેમ છતાં આ વર્ષે વેચાણ ૨૦ ટકા ઓછું રહેશે તેવો વેપારીઓનો અંદાજ છે.

સિંધવ મીઠાના ભાવમાં બે ગણો વધારો થયો

image source

જોકે હાલમાં અનલોકમાં લોકોની ખરીદ શક્તિ ઘટી છે. કોરોના મહામારીમાં થયેલા લોકડાઉન બાદ શરૂ થયેલા બજારોની રોનક ઉડી ગઈ છે. લોકો કોરોનાના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે બજારોમાં ખરીદી પર અસર પડી રહી છે. આજથી પવિત્ર તહેવાર શ્રાવણ માસ શરૂ થયો છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ રાખી ફરાળી ચીજવસ્તુઓ આરોગતા હોય છે. અને તેથી બજારોમાં ફરાળી ચીજવસ્તુઓનું વેચાણ સારું એવું થતું હોય છે.

image source

શ્રાવણ માસમાં ફરાળી ચીજવસ્તુઓ જેવી કે સાબુદાણા, સીંગદાણા, મોરૈયો, રાજગરો, શિંગોડા અને બટાકાની કાતરીનો ઉપાડ રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વેચાણ ૨૦ ટકા જેટલું ઓછું રહેશે તેવો અંદાજ છે. સાબુદાણા, સીંગદાણા, રાજગરો અને શિંગોડાના ભાવ ગત વર્ષની સરખામણીએ સ્થિર છે. પરંતુ મોરૈયો ભાવમાં રૂ. ૧૫ થી ૨૦નો વધારો થયો છે. જ્યારે સિંધવ મીઠાના ભાવમાં બે ગણો વધારો થયો છે.

સિંધાલૂણ-સિંધવ વિશે જાણવા જેવું

image source

સામાન્ય રીતે ફરાળી મીઠા તરીકે વપરાતું સિંધાલૂણ કુદરતી રીતે મળતાં ઘણા બધા ક્ષારો ધરાવતું મીઠું છે. જે મોટાભાગે પીળાશ પડતું સફેદ અને તેમાં રહેલાં મિનરલ્સને આધારે કુદરતી રીતે હલકું ગુલાબી કે જાંબલી પણ હોય છે.ભારતની એક પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાં થયેલા સંશોધનમાં કિડનીનાં રોગીઓમાં મીઠાનો ઉપયોગ કરવાથી થતાં નુકશાન અને ફાયદા અંગે જાણવા માટે સામાન્ય ટેબલ સોલ્ટ, સિંધવ, સંચળ વગેરેના ઉપયોગની શી અસર થાય છે, તે વિશે અભ્યાસ કરાયો. કિડનીનાં દર્દીઓમાં લેસર ઇન્ડયુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપી (LIBS) ની મદદથી વિવિધ મીઠાની શરીર પર થતી અસર વિશે અભ્યાસ કરતાં સિંધવ-Rock Salt વધુ ફાયદાકારક પૂરવાર થયું.

image source

પ્રયોગનાં તારણોમાં વિવિધ મીઠાનાં કવોન્ટિટેટીવ એલિમેન્ટ એનાલિસિસ LIBS મેઝરમેન્ટથી મેળવાયા હતા, તેની તુલના અન્ય પદ્ધતિ AAS-એટોમિક એબ્ઝોબ્શન સ્પેક્ટ્રોસ્કોપી સાથે પણ કરાઈ. તેમાં પણ અન્ય મીઠાઓની તુલનામાં સિંધાલુણ શરીર માટે ફાયદાકારક છે, તેવું તારણ મળ્યું. કિડનીના રોગમાં જયારે રક્તનું શુદ્ધિકરણ યોગ્ય ન થઈ શકે ત્યારે પોટેશ્યમ તથા અન્ય ક્ષારોની અસમતુલાની અસર બ્લડપ્રેશર, હાર્ટરેટ, જીભનો સ્વાદ, શરીરની સ્ફૂર્તિ-સ્નાયુઓનાં બળ પર વિપરીત થાય છે.

image source

તે સમયે પોટેશ્યમ વધુ હોય તેવો ખોરાક બંધ કરી, મીઠાનો ઉપયોગ ખૂબ ઓછો કરવા જણાવાય છે. તેવા રોગીઓ નિયત માત્રામાં સિંધવ વાપરી શકે છે. સિંધવ થોડું સ્વાદુ-ગળ્યું, વૃષ્ય, હ્રદય-હ્રદયને ફાયદો કરનાર, ત્રણેય દોષોને સુધારનાર, આંખને ફાયદો કરનાર, જઠરાગ્નિનું કામ સુધારનાર છે. તેમ છતાં વિદાહ કરે તેવું હોવાથી યોગ્ય માત્રામાં વાપરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત