ઘણી ખમ્માં: જન્મ સમયે શ્વાસ કે ધબકારા ચાલુ નહોતાં, કોઈ હલન-ચલન પણ નહીં છતાં ડૉક્ટર્સે આ રીતે જીવ બચાવ્યો

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે આખા રાજ્યમાં ક્યારેક જોવા મળતો હોય છે. એવી સ્થિતિમાં નવજાતનો જીવ બચાવ્યો છે કે જ્યાં શક્યતા ખુબ જ ઓછી દેખાઈ રહી હતી. ત્યારે આવો વિગતે વાત કરીએ આ કિસ્સા વિશે. બેંગલુરૂની રેન્બો હોસ્પિટલની આ વાત છે. કે ત્યાંથી ચોંકાવનારો કેસ સામે આવ્યો છે.

જો કે હાલમાં તો MRIમાં બધું નોર્મલ આવતા બાળકને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. થોડા સમય પહેલાં જન્મેલા નવજાત બલકે દુર્લભ બીમારીને માત આપી અને હવે તે જીવવા માટે સક્ષમ થઈ ગયું છે. જન્મ સમયે આ બાળકના શ્વાસ ચાલતા નહોતા, ધબકારા નહોતા ચાલતા કે રડ્યું પણ નહોતું. તેમ છતાં બાળકને સાજુ કરી નાંખ્યું અને હાલમાં જીવી રહ્યું છે

image source

જો બાળક વિશે વિગતે વાત કરીએ તો જન્મની 11 મિનિટ સુધી શરીરમાં કોઈ હલન-ચલન ના દેખાઈ, પણ ડૉક્ટરે હાર ના માની અને કુલિંગ થેરપીની મદદથી બાળકનો જીવ બચાવવામાં સફળ રહ્યા. હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડૉ. પ્રદીપ કુમારે આ સમગ્ર કેસ વિશે માહિતી આપતા જણાવ્યું કે જન્મ પછી થતી તપાસમાં ખબર પડી કે બાળકની સ્થિતિ ઘણી નાજુક છે. સૌપ્રથમ રિસસિટેશમ ટેક્નિકથી 1 મિનિટ સુધી તેના ધબકારા શરુ થયા અને પછી નોર્મલ થયા, પરંતુ પ્રથમવાર શ્વાસ લેવામાં 11 મિનિટનો સમય લાગ્યો. આ એક પ્રકારનો ટેસ્ટ છે જે બાળકના જન્મ પછી તરત જ કરવામાં આવે છે અને કાર્યવાહી કરવામાં આવે છે.

image source

ડોક્ટર ત્યાબાદની વાત કરે છે કે તપાસની મદદથી બાળકના હાર્ટ રેટ, માંસપેશીઓની મજબૂતી સહિત શરીરમાં અન્ય અંગોની સ્થિતિ જોવામાં આવે છે. આ ટેસ્ટ જન્મની 1 મિનિટ અને 5 મિનિટ પછી કરવામાં આવે છે. એ જ રીતે ડૉ. પ્રદીપે આ સ્થિતિ વિશે કહ્યું, બાળકની એક દુર્લભ બીમારી હતી, આવા કેસ માત્ર 2% બાળકોમાં જ હોય છે. જો વૈજ્ઞાનિક ભાષામાં વાત કરવામાં આવે તો તેને હાઈપોક્સિક ઇસ્કેમિક એનસેફેલોપેથી સ્ટેજ-2 કહેવાય છે. ડૉક્ટર્સની ટીમે થેરાપ્યુટિક હાઈપોથર્મિયા મેથડની મદદથી નવજાતની સારવાર કરી. તેને કુલિંગ થેરપી પણ કહેવાય છે.

image source

ડોક્ટરનું આ વિશે કહેવું છે કે બાળકોમાં આવી સ્થિતિ પ્રેગ્નન્સી દરમિયાન માતામાં બ્લડ સર્ક્યુલેશનની અછતને લીધે થાય છે. માતાની આ અછતની અસર ગર્ભનાળથી બાળક પર પડે છે અને તેમાં ઓક્સિજનની અછત થાય છે. બાળ રોગના એક્સપર્ટ ડૉ. સુષમા કલ્યાણે આ થેરોપી અને સફળ ઓપરેશન પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું, બાળકને અમે 72 કલાક સુધી ઠંડા વાતાવરણમાં રાખ્યું. એ પછીના 12 કલાક ટેમ્પરેચર ધીમે-ધીમે વધાર્યું. આ દરમિયાન તેના શરીરની દરેક એક્ટિવિટી પર ધ્યાન રાખ્યુ, હવે સાજું થઈ જતાં તેને રજા આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!