સ્મશાન ઘાટ દૂર્ઘટના: સમીર, શાદાબ અને તનવીરે માનવતાનું ઉદહારણ પુરુ પાડ્યું, બચાવ્યા આટલા લોકોના જીવ

સ્મશાનઘાટ દુર્ઘટના – સમીર, શાદાબ અને તનવીરે માનવતાનું ઉદહારણ પુરુ પાડ્યું – બચાવ્યા ચાર લોકોના જીવ

સ્મશાનમાં દુર્ઘટના થતાં જ આસપાસ હાજર લોકો તરત જ પોતાની જાતી કે ધર્મને ભૂલીને લોકોની મદદે આવી પોહંચ્યા હતા. ત્યાં હાજર લોકોએ કાટમાળમાં દબાયેલા લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો, જેમાં સમીર, શાદાબ અને તનવીર હથોડી તેમજ છીણી લઈ સ્મશાનમાં પહોંચી ગયા હતા અને ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

image source

સમીર અને તનવીર કહે છે કે તે સમયે ઉપરવાળાએ એક અલગ જ હિંમ્મત આપી દીધી હતી, જેના દમ પર અમે હથોડી ચલાવી રહ્યા હતા. નીચે સાવ જ સન્નાટો છવાઈ ગયો હતો અ ઉપર દોડાદોડી મચી ગઈ હતી. દરેક વ્યક્તિ કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવાના પ્રયાસમા લાગી ગઈ હતી. પોલીસ પ્રશાસનના આવતા પહેલાં કેટલાએ લોકોને બહાર કાઢી લેવામા આવ્યા હતા.

image source

બંબા રોડ સ્મશાન પાસે ચર્ચ કોલોનીમાં રહેતા મોહમ્મદ સમીરે જણાવ્યું કે તે સ્મશાનની પાસે કંઈક કામ કરી રહ્યા હતા, છત પડી જવાનો અવાજ આવતા જ ત્યાં દોડાદોડી થઈ ગઈ હતી. જોયું તો કેટલાક લોકો કાટમાળમાં દટાઈ ગયા હતા. તેમણે બૂમાબૂમ મચાવી દીધી હતી અને અન્ય લોકોને બોલાવી લીધા હતા. તે પોતે પણ હથોડી અને છીણી લઈને ત્યાં દોડી ગયો હતો અને તેની સાથે મોહમ્મદ તનવીર તેમજ શાદાબ પણ આવી પહોંચ્યા હતા. ધીમે ધીમે લોકોની સંખ્યા વધવા લાગી હતી.

image source

સમીર જણાવે છે કે જ્યાં સુધી ત્યાં ભીડ ભેગી થઈ ગઈ ત્યાં સુધી તો તેમણે ચાર લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢી લીધા હતા. કેટલાએ મૃત લોકોના શવ પણ બહાર કાઢવામા આવ્યા હતા. આદર્શ કોલોનીના રહેવાસી મહોમ્મદ તનવીરે જણાવ્યું કે પહેલા સમજમાં જ ન આવ્યું કે શું કરવું જોઈએ, પણ ઉપર વાળો હિમ્મત આપતો ગયો અને અમે લોકોને બહાર નીકાળતા રહ્યા.

image source

શાદાબ જણાવે છે કે લોહી જોઈને મારું તો મન વિચિત થઈ રહ્યુ હતું, હૃદય કકળી ઉઠ્યું હતું. બસ આશા હતી કે લોકોને બચાવીને હોસ્પિટલ મોકલી દેવામા આવે. સ્થાનીક નિવાસી યોગેન્દ્ર સિંહ જણાવે છે કે મૌન ધારણ સમયે જ આ દુર્ઘટના ઘટી હતી. બૂમાબૂમ કરતા તરત જ ઘટના સ્થળે પહોંચીને તેમણે ચાર લોકોને બચાવ્યા હતા. ત્યાર બાદ પોલીસ અને પ્રશાસન ત્યાં આવી પહોંચ્યા હતા જેના પહેલા લગભગ બીજા ડઝન જેટલા લોકોને અન્ય લોકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

image source

સુશીલ કુમારે જણાવ્યું કે દુર્ઘટનાની સૂચના 15 મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી ગેયા હતા. અન્ય લોકોની મદદથી ત્રણ લોકોને બહાર કાઢવામા આવ્યા હતા. કેટલાએ લોકો ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી બેઠા હતા. તેમણે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં મદદ કરવામા આવી હતી.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત