Site icon News Gujarat

સ્નેહા ઉલ્લાલની થઈ હતી ઐશ્વર્યા રાય સાથે સરખામણી, ચાર વર્ષ સુધી ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી સલમાનની હિરોઇન

સ્નેહા ઉલ્લાલે વર્ષ 2005માં ફિલ્મ લકી-નો ટાઈમ ફોર લવથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. દબંગ ખાને આ ફિલ્મથી સ્નેહા ઉલ્લાલને બોલિવૂડમાં લોન્ચ કરી હતી. સ્નેહા ઉલ્લાલે બોલિવૂડમાં પગ મૂકતાંની સાથે જ અભિનેત્રીની તુલના ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કરવામાં આવી હતી. તે દરમિયાન ઘણા મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે સલમાન ખાન ઐશ્વર્યા રાયને ટક્કર આપવા માટે સ્નેહા ઉલ્લાલને ફિલ્મી દુનિયામાં લાવ્યા છે. જો કે, ઐશ્વર્યાની જેમ સ્નેહા ઉલ્લાલ મોટા પડદા પર પોતાનો જલવો બતાવવામાં સફળ રહી ન હતી. એમની પહેલી જ ફિલ્મ પડદા પર અસફળ થઈ હતી

image soucre

સ્નેહા ઉલ્લાલનો જન્મ 18 ડિસેમ્બર 1987ના રોજ મશ્કટમાં થયો હતો. વર્ષ 2005માં ફિલ્મી દુનિયામાં પગ મૂકનાર અભિનેત્રી સ્નેહા ઉલ્લાલે ઓછી ફિલ્મોમાં કામ કર્યું હતું. સ્નેહા લાંબા સમય સુધી ફિલ્મી પડદાથી દૂર રહી, જેનું કારણ અભિનેત્રીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું. તો ચાલો જાણી લઈએ જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

image soucre

સ્નેહા ઉલ્લાલે તેની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તે માત્ર 18 વર્ષની હતી. સલમાન ખાન સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનાર સ્નેહા ઉલ્લાલે આર્યન, જાને ભી દો યારોં અને ક્લિક જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ આ બધી ફિલ્મોથી સ્નેહાને વધારે સફળતા ન મળી અને અચાનક વર્ષ 2015માં આ અભિનેત્રી બોલીવુડમાંથી ગાયબ થઈ ગઈ. તે છેલ્લે ફિલ્મ ‘બેજુબાન’માં જોવા મળી હતી

image soucre

2015 પછી સ્નેહા ઉલ્લાલે લાંબા સમય બાદ કમબેક કર્યું હતું. જ્યારે તેને ફિલ્મી દુનિયાથી દૂર રહેવાનું કારણ પૂછવામાં આવ્યું તો સ્નેહાએ પોતાની બીમારી વિશે ખુલાસો કર્યો. સ્નેહાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત છે, જેના કારણે તે ચાર વર્ષથી પોતાના પગ પર ઊભી રહી શકી નથી. આ બ્લડ સંબંધિત બીમારી છે. જોકે, હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.

image soucre

લાંબા સમયથી સ્ક્રીનથી દૂર રહેલી સ્નેહા ઉલ્લાલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે તે ક્યારેય સલમાન ખાન પાસે કામ માંગવા નહીં જાય. સ્નેહાએ કહ્યું કે સલમાન ખાન સાથે તેના ખૂબ સારા સંબંધો છે અને તે ખૂબ જ સારો વ્યક્તિ પણ છે. બધાએ કહ્યું કે મારે તેની સાથે કામ વિશે વાત કરવી જોઈએ, પરંતુ મેં તેમ કરવાની ના પાડી.

image socure

સ્નેહા ઉલ્લાલ તેની ફિલ્મો વિશે ભલે ચર્ચામાં ન રહી હોય, પરંતુ તેનો દેખાવ ઐશ્વર્યા રાય જેવો છે. જેના કારણે તે અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહેતી હતી. સ્નેહા ઉલ્લાલે પોતે પણ મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે ઐશ્વર્યા રાય સાથે સરખામણી કરવાને કારણે તેને ઘણા પડકારોમાંથી પસાર થવું પડ્યું હતું. સ્નેહા ઉલ્લાલ છેલ્લે વેબસીરીઝ ‘એક્સપાયરી ડેટ’માં જોવા મળી હતી.

Exit mobile version