સૂર્યગ્રહણ સમાપ્ત થયા બાદ કરો આ ઉપાય, અનેક મુશ્કેલીઓ થઇ જશે દૂર અને મળશે અઢળક સફળતા

સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ ભૂલ્યા વગર કરી લો આ ઉપાય, તમામ મુશ્કેલીઓ દૂર થશે.

image source

સૂર્યગ્રહણની ઘટના એક ખગોળીય ઘટના હોય છે. સૂર્યગ્રહણની આ ખગોળીય ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. પરંતુ અહીં જરૂરી છે કે સૂર્યગ્રહણની આ ઘટના સમગ્ર વિશ્વના તમામ દેશોમાં જોવા મળશે. 21 જૂન, 2020ના રોજ પણ સૂર્યગ્રણ વિશ્વના અનેક દેશોમાં જોવા મળશે.

ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. ભારતમાં સૌથી પહેલા આ સૂર્યગ્રહણ ગુજરાત રાજ્યના દ્વારકામાં જોવા મળશે. જ્યારે આ ગ્રહણનો મોક્ષ નાગાલેન્ડ રાજ્યની રાજધાની કોહિમામાં થશે.

image source

સૂર્યગ્રહણનું સૂતકઃ 21 જૂન 2020ના રોજ થનાર સૂર્યગ્રહણનું સૂતક શનિવારની રાત લગભઘ સાડા નવ કલાકથી શરૂ થઈ જસે જે રવિવારે 21 જૂનના રોજ ગ્રહણ પૂરું થવાની સાથે જ સમાપ્ત થશે. સૂતકકાળને જોતા મંદિરોના કપાટ શનિવાર રાત્રે સાડા નવ કલાકથી બંધ થઈ જશે. સૂતકમાં કોઈપણ શુભ કાર્ય ન થઈ શકે.

આજે તારીખ 21 જુનને વિક્રમ સંવત 2076ના જ્યેષ્ઠ કૃષ્ણ અમાસને રવિવારે મિથુન રાશિમાં વર્ષનું સૌથી મોટુ કંકણાકૃતિ ચૂડામણિ સૂર્યગ્રહણ થવાનું છે. આ મહિનામા આ બીજુ ગ્રહણ થશે. આ પહેલા 5 જૂને ઉપછાયા ચંદ્ર ગ્રહણ થયુ હતુ. ખગોળીય રીતે આ ઘટના ખુબજ મહત્વ ધરાવે છે સાથે સાથે ધાર્મિક દૃષ્ટીએ પણ ગ્રહણનું ખુબજ મહત્વ રહેલુ છે. 21 જૂને સૂર્યગ્રહણના દિવસે, સૂર્ય કર્ક રેખાથી એકદમ ઉપર આવશે. 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. મિથુન રાશિ અને મૃગશિરા નક્ષત્રમાં આ ગ્રહણ થઈ રહ્યુ છે.

image source

ગ્રહણ ભારતીય સમયાનુસાર 9 કલાક 15 મિનિટથી શરૂ થઈને 3 કલાક 4 મિનિય સુધી રહેશે. બપોરે 12 કલાક 10 મિનિટ પર ગ્રહણ તેની ચરમ સીમા પર હશે. જ્યારે સૂતક ગ્રહણના એક દિવસ પહેલા એટલે કે 20 જૂન રાત્રે 9 કલાક 15 મિનિટથી શરૂ થઈ જશે અને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી રહેશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે અને ગ્રહણ કાળ માન્ય રહેશે.

image source

આ સૂર્ય ગ્રહણ મિથુન રાશિ અને મૃગશિરા નક્ષત્રમાં થશે. મિથુન બુધ ગ્રહની રાશિ છે અને મૃગશીરા નક્ષત્રનો સ્વામી મંગળ ગ્રહ છે. ગ્રહણનો સર્વાધિક પ્રભાવ મિથુન રાશિ પર પડશે. જ્યોતિષની દૃષ્ટીએ મિથુન રાશિમાં રાહૂ સુર્ય અને ચંદ્રમાને પીડિત કરી રહ્યો છે. મંગળ જળ તત્વની રાશિ મીનમાં છે અને મિથુન રાશિના ગ્રહો પર દૃષ્ટી પડી રહી છે. આ દિવસે બુધ, ગુરૂ, શુક્ર અને શનિ વક્રી થશે. રાહુ અને કેતુ તો હંમેશા વક્રી જ હોય છે. આ છ ગ્રહોની સ્થિતિના કારણે સૂર્ય ગ્રહણ ખાસ રહેશે.

વિશ્વના આ દેશોમાં જોવા મળશે સૂર્યગ્રણ

image source

21 જૂન 2020ના રોજ થનારા આ સૂર્યગ્રણ વિશ્વના કેટલાક દેશોમાં જ જોવા મળશે. આ દેશોમાં ભારતની સાથે, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂનાઈટેડ અરબ અમીરાત, ઇથોપિયા અને કોંગો સામેલ છે.

ભારતમાં આ રીતે અહીં જોવા મળશે સૂર્યગ્રહણ

image source

આ સૂર્યગ્રહણ સમદ્ર દેશમાં એક સમાન જોવા મળશે. આ સૂર્યગ્રહણ દેશના કેટલાક ભાગોમાં જેમ કે હરિયાણાના સિરકા, કુરુક્ષેત્ર, રાજસ્થાનના સૂરજગઢ, ઉત્તરાખંડના દેહરાદૂન અને ચમોલીમાં તેને સંપૂર્ણ અથવા બંગળી અથવા અર્ધગોળાકાર આકારમાં જોઈ શકાય છે. પરંતુ દેશના અન્ય ભાગમાં આ આંશિક અથવા ખંડગ્રાસ જ જોવા મળશે. જેમ કે દેશની રાજધાની દિલ્હીમાં ગ્રહણના સમય સૂર્યનો 95 ટકા ભાગ કપાયેલો જોવા મળશે. જ્યારે યૂપીના પ્રયાગરાજમાં આ ગ્રહણ 78 ટકા જોવા મળશે.

સૂતક 12 કલાક પહેલાં લાગશે

image source

સૂર્યગ્રહણનું સૂતક 12 કલાક પહેલા લાગે છે. તેથી, સૂર્યગ્રહણનું સૂતક શનિવાર 20 જૂને રાત્રે 10.20 વાગ્યે શરૂ થશે જે ગ્રહણ અવધિના અંતમાં સમાપ્ત થશે. આ સમય દરમિયાન તમામ મંદિરોના દ્વાર બંધ રહેશે અને ગ્રહણ સમાપ્ત થયા પછી ખુલશે. બપોરે ત્રણ વાગ્યા પછી મંદિરની સફાઇ કર્યા બાદ મંદિરના કપાટ ભક્તો માટે ખુલશે.

સૂર્ય ગ્રહણમાં કરો આ મંત્ર જાપ

image source

સૂર્ય ગ્રહણમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. ગ્રહણના પ્રભાવથી બચવા માટે સૂર્ય ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. ॐ ધૃણિ: સૂર્યાય નમ: | આ સૂર્ય બીજ મંત્ર ખુબજ ચમત્કારીક છે. 108 વાર જાપ કરી પવિત્ર ગંગાજળથી સમગ્ર ઘરમાં આ પાણીનો છંટકાવ કરો.

ગ્રહણ છુટ્યા બાદ કરો આ કામ

image source

દાન-દક્ષિણા અને મંત્રજાપનું સહસ્ત્ર ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે. ગરીબોને ભોજન કરાવો, દાન આપો.

હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત