રેસ્ક્યુ: સોમનાથ નજીક બે બોટમાં 8 ખલાસીઓ ફસાયા, અઢી કલાક બાદ તમામ ખલાસીનો આબાદ બચાવ, જાણો તમામ માહિતી એક ક્લિકે

તાઉતે વાવાઝોડું સોમવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. ત્યારબાદ તેની વિનાશલીલા શરુ થઈ હતી. તાઉતેએ સૌથી વધુ વિનાશ ગીર સોમનાથ અને ઉનામાં સર્જ્યો હતો. વાવાઝોડાના પગલે સોમનાથ વેરાવળનો દરિયો તોફાની થયો હતો. દરિયામાં વાવાઝોડાના પગલે એટલો કરંટ હતો કે બંદરે લાંગરવામાં આવેલી બોટ પણ તણાઈ ગઈ હતી.

image source

આ અંગે મળતી માહિતી અનુસાર તાઉતે વાવાઝોડાના લેન્ડફોલ બાદ દરિયો એટલો તોફાની બની ગયો હતો કે બંદર પર લાંગરવામાં આવેલી 5 બોટ પણ દરિયામાં ખેંચાઈ ગઈ હતી. ભારે તોફાનના કારણે વેરાવળના દરિયામાં 5 બોટ ફસાઈ ગઈ હતી. આ પાંચમાંથી એક બોટ ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું છે. જો કે ચિંતાની વાત એ છે કે આ તણાયેલી બે બોટમાં 8 લોકો ફસાયેલા છે.

image source

બોટમાં લોકો ફસાયાની જાણ તુરંત સ્થાનિક તંત્રને કરવામાં આવી હતી જ્યાર બાદ તુરંત ફસાયેલા લોકોની રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉના, સોમનાથ, વેરાવળ સહિતના વિસ્તારોમાં તાઉતે વાવાઝોડું પસાર થયા બાદ પણ તેની અસર જોવા મળી રહી છે. હજુ પણ ભારે પવન અહીં ફુંકાય રહ્યો છે જેના કારણે વેરાવળ બંદરે લાંગરેલી 5 વિશાળ બોટ દરિયામાં તણાઈ ગઈ હતી.

image source

જાણવા મળ્યાનુસાર આ બોટને રાત્રે જ જેટીમાં મજબૂત રીતે બાંધેલી હતી. પરંતુ ભારે પવનના કારણે લંગર અને દોરડા તૂટી ગયા હતા. જે તુટી જતાં પાંચ બોટ દરિયામાં જતી રહી હતી. પાંચમાંથી એક બોટ દરિયાના તોફાનમાં ક્ષણવારમાં જ ડૂબી ગઈ હતી. આ બોટ પર સવાર લોકો બીજી બોટ પર જતા રહ્યા અને પોતાનો જીવ બચાવી શક્યા હતા. જો કે સવારના સમયે પણ બે બોટ પાણીમાં હતી. આ બંને બોટમાં મળી કુલ 8 લોકો દરિયામાં ફસાયેલા છે.

image source

આ 8 લોકોને બચાવવા માટે એનડીઆરએફ, કોસ્ટગાર્ડની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ઘટનાસ્થળ પર મામલતદાર, પોલીસ પણ હાજર રહી હતી. હજુ પણ દરિયામાં તોફાન અને ભારે પવન હોવાથી હેલિકોપ્ટરથી બચાવ કામગીરી શક્ય નથી. જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં સમય લાગી રહ્યો છે. રેસ્ક્યૂ માટે કોસ્ટગાર્ડની મદદ લેવાઈ રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા સ્પીડ બોટનો ઉપયોગ કરીને લોકોને બચાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.

image source

દરિયામાં તોફાન હોવાથી આ બોટમાં પણ પાણી ભરાવા લાગ્યું હતું. આ સાથે બોટમાં ફસાયેલા ખલાસીઓ અને તેમના પરીજનોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. વાવાઝોડાના કારણે વાતાવરણની સ્થિતિ સતત બદલાય રહી છે. તેના કારણે રેસ્ક્યૂમાં પણ સમય લાગી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!