આજે સોમવતી અમાસે કરો આ દેવતાઓની પૂજા, થશે અનેક લાભ

સોમવતી અમાસ આ ૨૦ જુલાઈએ! જાણો આ અમાસનું મહાત્મય

આ વર્ષે અષાઢમાં સોમવતી અમાસનો યોગ ૨૦ વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં ૨૧ જુલાઈ ૨૦૦૦ એ અષાઢમાં સોમવતી અમાસ ઉજવવામાં આવી હતી. આ વર્ષે સોમવારે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. ૨૦ જુલાઈએ અષાઢ મહિનાની અમાસ છે, જેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ વખતે સોમવારે આ શુભ તિથિ હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે.

image source

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પ્રમાણે જાણો આ અમાસે શિવજી સાથે દેવી પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીનું વિશેષ પૂજન કરવું. પૂજામાં ૐ ઉમામહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. માતાને સુહાગનો સામાન ચઢાવો. શિવલિંગ ઉપર પંચામૃત અર્પણ કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવું જોઇએ.

અમાસના દિવસે પિતૃ દેવતાઓની પૂજા કરો

image source

અમાસ તિથિએ બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઇએ. ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવવા અને તેના ઉપર પિતૃઓનું ધ્યાન કરીને ગોળ-ઘી અર્પણ કરો. પરિવારના મૃત સભ્યોને જ પિતૃ દેવતા કહેવામાં આવે છે.

હરિયાળી અમાસના દિવસે કોઇપણ મંદિરમાં છોડ વાવો

image source

સૌભાગ્યવતી સ્ત્રીઓના વ્રત તહેવારોમાંથી એક હરિયાળી ત્રીજ પણ છે. ખાસ તો આને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૩ ઓગસ્ટે આવે છે. આ પર્વની તૈયારીઓ મહિલાઓ ૨-૩ દિવસ પહેલાથી શરૂ કરી દે છે. ખાસ તો સૌભાગ્ય અને શણગારને સમર્પિત આ પર્વ પર મહિલાઓ અને બાળકીઓ હાથ-પગમાં મહેંદી અને આલ્તા લગાવે છે.

image source

હરિયાળી ત્રીજનો તહેવાર દરેક વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજના દિવસે મનાવાય છે. આ વર્ષે આ ૩ ઓગસ્ટને શનિવારે છે. શ્રાવણ માસ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. માન્યતા મુજબ, આ દરમિયાન ભગવાન શિવ અને મા પાર્વતી કૈલાશ પર્વત છોડીને પૃથ્વી પર નિવાસ કરે છે. શિવ ભોલે પાર્વતી માતા સાથે પોતાના સાસરે આવતા હોય છે.

કોઇ મંદિરમાં અથવા કોઇ સાર્વજનિક સ્થાને છાયા આપનાર કે ફળ આપનાર વૃક્ષ વાવો. સાથે જ, આ છોડ કે વૃક્ષ મોટું થાય ત્યાં સુધી ધ્યાન રાખવાનો સંકલ્પ પણ લો. આ તિથિ પ્રકૃતિને સમર્પિત છે. આ દિવસે પ્રકૃતિને જાળવી રાખવા માટે છોડ વાવવો જોઇએ.

image source

હરિયાળી અમાસે ૫ ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશેઃ-

આ દિવસે સાંજે લગભગ ૪ વાગ્યે ચંદ્ર પણ પોતાની કર્ક રાશિમાં આવી જશે. સોમવારે ૯માંથી ૫ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે. બુધ મિથુનમાં, ગુરુ ધનમાં, શુક્ર વૃષભમાં અને શનિ મકર રાશિમાં રહેશે.

અમાસના દિવસે વ્રત કરવામાં આવે છે

image source

પરણિત મહિલાઓ પણ આ તિથિએ વ્રત કરે છે અને દેવી માતાની પૂજા કરે છે. આવું કરવાથી લગ્નજીવન સુખી બની રહે છે. જીવનસાથીના સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે મહિલાઓ વ્રત કરે છે. હરિયાળી અમાસે માતા પાર્વતીની પૂજા કરવાથી કુંવારી કન્યાઓને મનગમતો વર મળી શકે છે.

૨૦ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી તીજ-તહેવારઃ-

image source

૨૦ જુલાઈએ સોમવતી અમાસ પછી ૨૧એ મંગળાગૌરી વ્રત રહેશે. આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ૨૩એ હરિયાળી તીજ રહેશે, આ દિવસે પણ દેવી પૂજન કરવામાં આવે છે. ૨૪એ વિનાયક ચોથ છે. ૨૭એ શ્રાવણનો પહેલો સોમવાર, ૨૮એ મંગળાગૌરી વ્રત, ૩૦એ પુત્રદા એકાદશી છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવામાં આવે છે. ૩ ઓગસ્ટે રક્ષાબંધન રહેશે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત