Site icon News Gujarat

રેકોર્ડ બ્રેક ભાવ વધારા બાદ સોનાના ભાવમાં થયો તગડો ઘટાડો, 9000 ઘટીને હવે આટલા જ મળી રહ્યું છે

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે પણ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે આ ખુબ સારી તક છે. શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાની કિમતો મલ્ટિ કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ)ના ઘટાડા જોવા મળી હતી. અહીં સોનામાં ઓગસ્ટ મહિનાની ફ્યુચર ટ્રેંડ રૂ .158.00થી ઘટીને રૂ. 46,800.00 પર પહોચીને બંધ થઈ છે. આ સાથે વાત કરવામાં આવે ચાંદી વિશે તો તેમા પણ જુલાઈ મહિનાની ફ્યુચર ટ્રેંડ 19.00ના ઘટાડા સાથે રૂપિયા 67,580.00ના પર પહોચીને બંધ થઈ છે. આમ રેકોર્ડ્બ્રેક ભાવ વધારા બાદ હવે 9,000 રૂપિયા સુધીનો ઘટાડો ચાલી રહ્યો છે.

image source

મળતી માહિતી મુજબ શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજાર પણ સોનાના ભાવોમ ઘટાડા સાથે બંધ થયુ હતુ. યુ.એસ.માં સોનાનો કારોબાર 12.47 ડોલરના ઘટાડા સાથે 1,764.31ડોલરના ઘટાડા સાથે બંધ થયુ હતુ. બીજી તરફ ચાંદીમા પણ 0.22 ડોલરના ઘટાડો જોવા મળ્યો હતો અને 25.80 ડોલરના પર પહોંચી બંધ થયુ હતુ.

આ સાથે વાત કરવામા આવે 24 કેરેટ સોનાનો ભાવ વિશે દેશના શહેરોની તો દિલ્હીમાં 20 જૂન, 2021ના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 50330 રૂપિયા છે. આ સિવાય ચેન્નાઈમાં 48290 રૂપિયા, મુંબઇમાં 47220 રૂપિયા અને કોલકાતામાં પ્રતિ 10 ગ્રામ 48910 રૂપિયા છે.

image source

IBJA વેબસાઇટ મુજબ જાણો કે અઠવાડિયા દરમિયાન કેવી હતી સોનાની સ્થિતિ:

સોનાની કિમતોમા 9,000 રૂપિયા ઘડાડો:

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે સોનાનો દરમાં ઘણા ભાવ વધારા બાદ હવે 9,000 રૂપિયા ઘટાડો ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 56,૦૦૦ની ઉપર ગયો હતો.

image source

આ રીતે ચેક કરી શકો છો સોનાની શુદ્ધતા:

જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે.’ બીઆઈએસ કેર એપ્લિકેશન’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. વાત કરીએ આ એપ વિશે તો તેના દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકશો એટલુ જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈ પણ ફરિયાદ પણ કરી શકો છો.

image source

આ એપ્લિકેશનમાં જો સામાનનું લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું હોવાનું માલૂમ પડે છે તો ગ્રાહક તરત જ તેના વિશે ફરિયાદ કરી શકે છે. આ એપથી (ગોલ્ડ) દ્વારા ગ્રાહકને તાત્કાલિક ફરિયાદ નોંધાવા અંગે માહિતી પણ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version