સોનુ સૂદનો વધુ એક ચાહક તેના માટે કરવા જઈ રહ્યો છે ખાસ કામ

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશ અને વિદેશના એવા લોકોના નામ જાહેર કરવામાં આવ્યા જેમને આ વર્ષે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવનાર છે. જો કે આ યાદીમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદનું નામ આવ્યું નહીં. આ વાતથી સોનુ સૂદના ચાહકો અને જેમને તેણે લોકડાઉન દરમિયાન મદદ કરી તે તમામ લોકોમાં પણ આશ્ચર્ય છે. જો કે સોનુ સૂદને ભલે આ વર્ષે પદ્મ પુરસ્કાર નથી મળવાનો પરંતુ એક વ્યક્તિ તેને ખાસ સન્માન આપવા જઈ રહી છે. આ વ્યક્તિ છે સાયકલિસ્ટ નારાયણ કિસનલાલ વ્યાસ.

image source

સોનુ સૂદનું નામ પણ પદ્મ પુરસ્કારોની યાદીમાં હશે તેવું માનવામાં આવી રહ્યું હતું પરંતુ સોનુનું નામ તેમાં તો ન આવ્યું પરંતુ તે જનતાના મસિહા તરીકેની પ્રતિષ્ઠા ધરાવે જ છે. સોનુ સૂદની નામના અને લોકપ્રિયતા દિવસેને દિવસ વધતી જાય છે. તેના ચાહકો અને પ્રશંસકો અલગ અલગ રીતે તેણે કરેલા સારા કાર્યો માટે તેમને આદર આપી તેનું સન્માન કરી રહ્યા છે. તેવામાં તાજેતરમાં ચર્ચા થઈ રહી છે સોનુ સૂદ ફેન ક્લબમાં સભ્ય અને મહારાષ્ટ્રના વશીમના સાયકલિસ્ટ નારાયણ કિસાનલાલ વ્યાસની. જે પોતાના અંદાજમાં સોનુ સૂદને સન્માનિત કરવા જઈ રહ્યો છે. નારાયણ વ્યાસ ‘ રાઈડ ફોર ધ રીયલ હીરો ઓફ ઈંડિયા ‘ના માધ્યમથી તમિલ નાયડુના રામ સેતુ સુધીનું 2000 કિલોમીટરનું અંતર સાયકલ દ્વારા કાપશે.

 

View this post on Instagram

 

A post shared by Narayan Vyas (@vyas_nk)

સોનુ સૂદને રિયલ હીરો માની તેને આદર આપતાં નારાયણ વ્યાસે કહ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી સામાજિક અને રાષ્ટ્રીય હેતુ માટે દેશભરમાં ઘણા લાંબા પ્રવાસ કરી ચુક્યો છે. આ પહેલા તેણે 9 દિવસમાં મહારાષ્ટ્રથી વાઘા બોર્ડર સુધી 1800 કિલોમીટરની સાયકલ યાત્રા કરી છે. તેણે અન્ય કેટલીક સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે. ત્યારે હવે તે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીમાં મહારાષ્ટ્રથી રામસેતુ સુધીની 2000 કિલોમીટરની યાત્રા પર રવાના થશે. આ સાયકલ યાત્રા તે વાશીમ, હૈદરાબાદ, બેંગલોર, મદુરાઇથી રામસેતુ સુધીની હશે. આ સાયકલ યાત્રા સોનુ સૂદને સમર્પિત હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

આ વાત જાણી સોનુ સૂદે પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, જે કામ મને કરવું ગમે છે તે કર્યા બાદ રોજેરોજ મને એવા રીવોર્ડ મળી રહ્યા છે જેના વિશે મે સપનામાં પણ વિચાર્યું ન હતું. લોકોની મદદ કરીને હું ફક્ત એ કરું છું જે અત્યારના સમયમાં આપણામાંથી દરેકે કરવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

તેવામાં નારાયણ વ્યાસ જે 2000 કિલોમીટરની સાયકલ યાત્રા મારા માટે કરવા જઈ રહ્યો છે તે મારા માટે કોઈ પણ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા કરતાં પણ વધારે મહત્વની વાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત