ફુલ સ્પિડમાં દોડતી કાર સામે આવી ગયુ બાળક, તો પિતાએ આ રીતે બચાવી લીધો જીવ, જોઇ શકો તો જ જોજો આ VIDEO

એક અજીબોગરીબ ઘટના: બેફામ ઝડપે ધસી રહેલી કાર સામે આવી ગયું બાળક, પિતાએ ચમત્કારિક રીતે બચાવ્યો જીવ!

સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમારા શ્વાસ વધી જશે. આ વિડીયો રશિયાની એક દુકાનની બહારનો છે. આ વિડીયોમાં જોવા મળ્યું છે કે એક બેકાબૂ કાર કેવી રીતે એક બાળક તરફ આવી રહી હોય છે, ત્યારે પિતા પોતાના મગજથી કામ લે છે અને પોતાના 4 વર્ષના બાળકની જિંદગી બચાવી લે છે. આ ઘટના 14 એપ્રિલના સેન્ટ પીટર્સબર્ગમાં બની હતી. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોવા મળ્યું છે કે, કેવી રીતે કાર અચાનક રિવર્સમાં આવવા લાગે છે.

જેમ જેમ કારની ઝડપ વધવા લાગે છે, કાર ડ્રાઇવર પોતાનું નિયંત્રણ ગુમાવવા લાગે છે અને આજુબાજુ ઉભેલી ગાડીઓને ટકરાવાથી બચાવવાનો પ્રયત્ન કરે છે. સ્ટોરની બહાર ઉભેલા એક 4 વર્ષના બાળક માટે આ ખતરનાક અકસ્માત સાબિત થઈ શકતો હતો, જો તેના પિતાએ ખરા સમયે તેનો જીવ ના બચાવ્યો હોત.

હાલમાં સમગ્ર રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે. લોકલ સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં પણ ખુબજ વધારો જોવા મળ્યો છે. દરરોજ 15થી વધુ લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જોકે એનાથી પણ વધારે લોકોના રોડ અકસ્માતના કારણે મોત નિપજ્યાં છે. નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા અનુસાર, રાજ્યમાં દરરોજ સરેરાશ 20 જેટલા લોકો અકસ્માતના કારણે મોતને ભેટે છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો, 2019માં રાજ્યમાં કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા છે જેમાથી 7428 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ અકસ્માત તેમજ મોત નોંધાયા છે.

બાઈક, સ્કૂટર તેમજ એક્ટિવા જેવા ટુ-વ્હીલરના સૌથી વધુ અકસ્માત

રોડ પર બેદરકરીપૂર્વક વાહન ચાલતા તેમજ રોડ પર સ્ટંડ કરતા યંગસ્ટરોના કારણે અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. 2018ની સરખામણીએ 2019માં અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હેવી વ્હીકલની સરખામણીએ બાઈક, સ્કૂટર તેમજ એક્ટિવા જેવા ટુ વ્હીલરના અકસ્માત વધારો નોંધાયા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. ગત વર્ષે કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા હતા. જેમા 7428 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે 15,976 લોકોને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ડ્રાઈવરની ભૂલને કારણે સૌથી વધુ અકસ્માત

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ-હુ)ના એક રિપોર્ટ પ્રમાણે અકસ્માતમાં જેટલા મોત થતા હોય છે તેમાં ૭૨.૬ ટકા કિસ્સામાં ડ્રાઈવરનો જ વાંક હોય છે. સાઈકલ ચાલકની ભૂલ માત્ર એક ટકો મોતમાં હોય છે, અન્ય ડ્રાઈવરની ભૂલને કારણે 4.8 ટકા લોકો મોતને ભેટે છે, પગપાળા જતા લોકોની ભૂલને કારણે 1.8 ટકા મોત થાય છે, 2.8 ટકાના મોતનું કારણ વાહનમાં ક્ષતિ હોય છે, રોડની ખરાબ હાલતને કારણે પણ 1.9 ટકા લોકોની જીવનરેખા ટૂંકાઈ જાય છે. જ્યારે 9.2 ટકામાં અન્ય કારણ હોય છે અથવા કારણની ખબર નથી પડતી હોતી. વિકાસશીલ રાષ્ટ્રોની સરખામણીએ ભારતમાં સાત ગણા મૃત્યુ

ભારતમાં પ્રતિ ૧૦,૦૦૦ વાહને અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો ૧૪નો છે. જે ઘણા બધા વિકાસશીલ રાષ્ટ્રોની સરખામણીએ સાત ગણો વધુ છે. વળી, પ્રતિ એક લાખ વ્યક્તિએ ભારતમાં 8.7 લોકો અકસ્માતમાં મોતને ભેટે છે. જે યુકેમાં 5.6, સ્વીડનમાં 5.4 અને નેધરલેન્ડમાં 5.0નો આંક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!