શું તમારી કારમાંથી પણ આવે છે દુર્ગંધ તો તુરંત જ અજમાવો આ ઉપાય અને કરો આ દુર્ગંધને દૂર…

મિત્રો, તમારી કાર ભલે નવી કે જૂની હોય પરંતુ, જ્યારે તમે તેમા મુસાફરી કરો છો ત્યારે તેની મજા જ કઈક અલગ આવે છે અને જો તેમા પણ કારમા સારી એવી સુગંધ આવતી હોય તો પણ મુસાફરીની મજા બમણી થઈ જાય છે ફક્ત એટલુ જ નહી સારી સુગંધ એ તમારા મનને પણ આરામ આપે છે પરંતુ, ઘણીવાર કારની યોગ્ય સાફ-સફાઈ ના થવા કારણે કારમા વિચિત્ર પ્રકારની ગંધ આવવા લાગે છે, જેના કારણે કારમા મુસાફરી કરવી આપણા માટે ખુબ જ કપરી બનતી હોય છે.

image source

જો તમે દરરોજ કાર દ્વારા મુસાફરી કરો છો તો તમારે તમારી કારને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. આ કારમા કોઈપણ પ્રકારની ખામી તો નથી ને તે અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. આપણે કારમા ઘણીવાર ચિપ્સ, કોલ્ડ ડ્રિક્સનું સેવન કરતા હોઈએ છીએ અને આ સમયે જો તે તમારી ગાડીમા ઢોળાઈ છે તો તે કારમા એક વિચિત્ર પ્રકારની ગંધ પેદા કરે છે અને આ ગંધના કારને આપણે કારમા સફરનો યોગ્ય આનંદ માણી શકતા નથી. તેથી, કારની સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી છે. આજે આ લેખમા અમે તમને અમુક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારી કારને હંમેશા સુગંધિત કરવામાં મદદ કરશે.

ટીપ્સ :

અઠવાડિયામા બે વાર કરો કારની સંપૂર્ણપણે સાફ-સફાઈ :

image source

અઠવાડિયામા બે વખત તમારી કારમા કાર્પેટન અને બધી સીટને વેક્યુમ વડે સાફ કરો. આમ કરવાથી તેમા જામી ગયેલી ધૂળ ભાર નીકળી જશે. આ ઉપરાંત કારમા બેસતા પહેલા તમારા બુટ-ચપ્પલને સાફ કરો જેથી, તમારી ગાડીમાં કોઈપણ વિચિત્ર ગંધ પ્રવેશશે નહિ અને ઇન્ફેકશનની સમસ્યા સામે પણ તમને રક્ષણ મળશે.

હમેંશા કારમા સ્પ્રે પરફ્યુમનો કરો ઉપયોગ :

image source

કારમાં સારું અત્તર રાખ્યા પછી પણ આ સુગંધ સમગ્ર કારમાં ફેલાતી નથી. આનું મુખ્ય કારણ એ છે કે તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થતો નથી. જો તમે ગાડીમા યોગ્ય જગ્યાએ સ્પ્રે રાખો તો ગાડીના દરેક ખૂણા પર તમને તેની સુગંધ આવશે.

કારમા ક્યારેય પણ ના કરો ધુમ્રપાન :

image source

ક્યારેય પણ કારમા બેસીને સ્મોકિંગ ના કરવું જોઈએ કારણકે, કારમા બેસીને સ્મોક કરવાથી એક વિચિત્ર પ્રકારની ગંધ કારમા બેસી જાય છે અને તે તમારી સફરની મજા બગાડી શકે છે.

કાર વિન્ડોની કરો ગ્લાસ કલીન્સરથી સફાઈ :

કારના ગ્લાસને ગ્લાસ ક્લીનરથી સાફ કર્યા બાદ બધી બારીઓ ખોલી નાખવી જેથી, બહારની હવા કારમા પ્રવેશે અને કારમાંથી ગ્લાસ કલીનરની સ્મેલ બહાર ચાલી જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત